Wednesday, September 28, 2022
Home Gujarat ઈડરિયા ગઢની શિલાઓ ગબડતાં અફતાતફડીનો માહોલ સર્જાયો

ઈડરિયા ગઢની શિલાઓ ગબડતાં અફતાતફડીનો માહોલ સર્જાયો

  • માટીનું ધોવાણ થતાં ઈડરિયા ગઢ ઉપર આવેલી શિલાઓ જોખમી બની
  • ઈડર ગઢના અસ્તિત્વને બચાવવા પાલિકા, ધારાસભ્ય જાગે તેવી લોકમાંગ
  • ઈડરિયા ગઢની તળેટીમાં રહેતાં અનેક લોકોના જીવ પડીકે બંધાયા

લગ્નપ્રસંગે અચૂક ગવાતાં “ઈડરિયો ગઢ અમે જીત્યા રે…” લોકગીતમાં જેનો ઉલ્લેખ છે તે ઈડરિયો ગઢ અને તેનો પ્રાચીન ઐતહાસિક વારસો ખનન પ્રવૃત્તિ જેવી કૃત્રિમ આફતની સાથે સાથે વરસાદી પાણીના કારણે ઈડર ગઢ ઉપર ધોવાઈ રહેલી માટી જેવી કુદરતી આફતના કારણે નાશ પામી રહ્યો છે. ગઢ ઉપર હવે વનરાજી ઓછી થઈ રહી છે, જેના કારણે વરસાદ થાય ત્યારે ગઢની શિલાઓ નીચેની માટી ધોવાઈ જતાં તેઓ નીચે તરફ ગબડી રહી છે. જેના કારણે ઈતિહાસની ધરોહર સમાન ઈડરિયા ગઢનું અસ્તિત્વ જોખમાઈ રહ્યુ છે. ઈડરની નગરપાલિકા અને ધારાસભ્ય દ્વારા પ્રવાસનધામ બની ગયેલા ઈડરિયા ગઢને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો દર ચોમાસાની સીઝનમાં ધીમે પગલે ઈડર ગઢ નેસ્તનાબૂદ થઈ જશે અને ભાવિ પેઢી ઈડરિયા ગઢ જોવા માટે પુસ્તકોમાં નજર કરવી પડશે.

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોથી ઈડરિયા ગઢની માઠી દશા બેઠી હોય તેમ ગઢની ઉત્તર દિશાએ લિંભોઈ રોડ ઉપર આવેલી કંપનીઓ દ્વારા ગ્રેનાઈટના વેપલા માટે બ્લાસ્ટિંગ કરીને ખનનપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ દર વર્ષે ચોમાસામાં ઈડરિયા ગઢની શિલાઓ નીચેની માટી વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે અને આ શિલાઓ નીચેની તરફ ગબડી પડે છે. આજ રોજ ઈડર શહેર તરફ આવેલા ઈડરિયા ગઢ ઉપર ચઢવાના પગથિયાં નજીક કેટલીક શિલાઓ ગબડી પડી હતી, જેના કારણે ગઢ નીચે રહેતાં અસંખ્ય લોકો પણ ભયભીત બન્યા છે. કુદરતી રીતે માટી અને પથ્થરોથી આકાર પામેલ ઈડરિયા ગઢના પથ્થરોની આસપાસની માટીનું આડેધડ વૃક્ષછેદન બાદ કોઈ પક્કડ નહીં રહેતાં વરસાદના કારણે પથ્થરો નીચેની માટીનું ધોવાણ થઈ રહ્યું છે. જેના કારણે પથ્થરો સહિત શિલાઓ એક બીજાથી અલગ થઈને જોખમી રીતે ખસી રહ્યા છે અને વરસાદ દરમ્યાન ભૂસ્ખલનની પ્રક્રિયા અવિરત ચાલુ રહેતાં ગઢની મોટી શિલાઓ પણ ગમે ત્યારે સરકીને નીચે આવી શકે તેમ છે.

ગઢ ઉપરની વનરાજી નષ્ટ થવાના કારણે માટીનું ધોવાણ થઈ રહ્યુ છે

- Advertisement -

ઈડર ગઢ ઉપર વ્રજેશ્વરી માતા મંદિરના સંચાલક જશુભાઈ રાવલ, મીશન ગ્રીન ઈડરના હિરેન પંચાલ, યોગેશ સથવારા સહિત ટીમે જણાવ્યુ હતુ કે, ગઢની ઉત્તરે કંપનીઓ દ્વારા બ્લાસ્ટિંગ અને કટીંગ બેફામ ચાલી રહ્યુ હોવાથી વાઈબ્રેશનના કારણે પણ પથ્થરો અને શિલાઓ સરકી રહી છે. ગઢને એક બાજુથી કટીંગ કરવામાં આવે છે તો બીજી બાજુ વરસાદ વરસતાં પથ્થરો નીચેની માટીનું ધોવાણ થઈ જતાં આપમેળે સરકી રહ્યા છે. ગઢ ઉપર થઈ રહેલું માટીનું ધોવાણનું મુખ્ય કારણ વનરાજીનો નાશ છે. ગઢ નજીક રહેતાં લોકો જ અહીંની વનરાજીનું બેફામ કટીંગ કરી રહ્યા છે. રાજ્યના વનવિભાગ દ્વારા ‘હરીયાળા ડુંગરો, હરીયાળો જીલ્લો’ની ઝુંબેશો માત્ર કાગળ ઉપર ચલાવાય છે. જો વનવિભાગ દ્વારા ગઢને ફરીથી હરીયાળો નહીં બનાવાય તો આગામી સમયમાં ગઢનો અસ્તિત્વ જોખમમાં મુકાય તેમ છે.

ગઢ ઉપર જતાં શ્રધ્ધાળુઓનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે

ઈડરિયા ગઢ ઉપર રોજ દેરાસર, મંદિરમાં પૂજા માટે જતા નિકેશ સંખેસરા અને અલ્પેશ સગરે જણાવ્યું હતુ કે, ઈડરિયો ગઢ એ લોક સંસ્કૃતિનું પ્રતિક તો છે જ સાથે-સાથે ગઢ ઉપર પંચમુખી મહાદેવ, ઉત્તરમુખી હનુમાનજી, વ્રજેશ્વરી માતાનું મંદિર, તેમજ દિગંબર અને શ્વેતાંબર જૈન દેરાસર આવેલા છે. જેના કારણે ઈડરિયા ગઢ ઉપર શ્રધ્ધાળુઓનો ધસારો રહે છે, જો આ રીતે પથ્થરો ગગડીને નીચે આવે તો ગઢ ઉપર અવરજવર કરતાં શ્રધ્ધાળુઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!