Tuesday, September 27, 2022
Home Gujarat શિક્ષણ વિભાગની 'શોધ યોજના'નું પરિણામ 15મી સપ્ટેમ્બરે જાહેર થશે

શિક્ષણ વિભાગની 'શોધ યોજના'નું પરિણામ 15મી સપ્ટેમ્બરે જાહેર થશે

  • ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધન માટે વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સરકાર પ્રતિબધ્ધ
  • માસિક સ્ટાઇપેંડ અને કન્ટીજન્સી ખર્ચ પેટે રૂપિયા 35,000નું સ્ટાઈપેન્ડ અપાશે
  • યોજના અંતર્ગત 11 જેટલી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી

રૂ.15,000 તથા કન્ટીજન્સી ખર્ચ પેટે વાર્ષિક રૂ. 20,000/- મળી કુલ રૂપિયા 35,000નું સ્ટાઈપેન્ડ અપાશે: રાજયના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજયના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. રાજય સરકાર દ્વારા “શોધ યોજના” હેઠળ સ્ટાઇપેંડ આપવામાં આવે છે આ યોજના માટે વર્ષ 2021-22 અંતર્ગત 930 વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે જેનું પરિણામ તા.15મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરાશે.

- Advertisement -

કુલ રૂ. 37.20 કરોડની સહાયની ફાળવણી

આ 930 વિદ્યાર્થીઓને માસિક સ્ટાઇપેંડ પેટે રૂ.15,000/ તથા કન્ટીજન્સી ખર્ચ પેટે વાર્ષિક રૂ. 20,000/- મળી કુલ રૂપિયા રૂપિયા 35,000નું સ્ટાઈપેન્ડ અપાશે.આ માટે બે વર્ષ સુધી કુલ રૂ. 37.20 કરોડની સહાયની ફાળવણી કરવામાં આવી છે. પરિણામ જાહેર થયા બાદ મંજૂર થયેલ લાભાર્થીઓને માસિક ધોરણે DBT માધ્યમે સ્ટાઇપેંડ ફાળવણી કરવામાં આવશે.

સહાયથી વિદ્યાર્થીઓને આવક કે નાણાંકીય ઉપાર્જન કરવાનો પ્રશ્ન રહેશે નહીં

- Advertisement -

જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાયથી વિદ્યાર્થીઓને આવક કે નાણાંકીય ઉપાર્જન કરવાનો પ્રશ્ન રહેશે નહીં. આ આર્થિક સહાય દ્વારા તેઓ જરૂરી પુસ્તકો અને નાના ઈક્વિપમેન્ટની ખરીદી કરી શકે છે તથા ટ્રાવેલ અને ફિલ્ડ વર્ક કરી અલગ અલગ સ્થળે રૂબરૂ મુલાકાત લઇ ગુણવત્તાયુક્ત પી.એચ.ડી. ડીગ્રી માટે થીસીસ રજુ કરી શકશે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરણા મળશે તથા ખૂબ જ લાભદાયી અને મહત્વાકાંક્ષી આ યોજનાથી ગુજરાત રાજ્યની જ્ઞાન સંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કુલ 58 સરકારી/ખાનગી તથા સેકટોરલ યુનિવર્સિટીઓમાંથી આવી અરજીઓ

શોધ યોજના હેઠળ વર્ષ 2021-22 અંતર્ગત રાજ્યની કુલ 58 સરકારી/ખાનગી તથા સેકટોરલ યુનિવર્સિટીઓમાંથી આર્ટસ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, ફાર્મસી, ફોરેન્સિક સાયન્સ, યોગા, એજ્યુકેશન, મેડિકલ સાયન્સ વગેરે જેવા વિવિધ અભ્યાસ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. આ અરજીઓનું સ્ક્રુટીની સમિતિ દ્વારા અરજી કરેલ વિદ્યાર્થીઓના રીસર્ચ પ્રપોઝલનું મૂલ્યાંકન સંશોધનનાં લક્ષ્યો અને ઉદ્દેશો,રીસર્ચ પ્રપોઝલની મૌલિકતા અને જે-તે વિષય માટે નવીનતા, સંશોધન ડિઝાઇન અને પદ્ધતિઓની સ્પષ્ટતા, અપેક્ષિત પરિણામોનું મહત્વ,સમાજ ઉપયોગી ક્ષેત્રના સંદર્ભમાં સંશોધન દરખાસ્ત ઉપયોગનું મહત્વ,પર્યાપ્ત અને સંબંધિત સાહિત્ય સર્વેક્ષણ/સમીક્ષા વગેરે માપદંડને ધ્યાને લઈને આ 930 વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!