Friday, October 7, 2022
Home Gujarat ખાનગી શાળાનું નામ, સ્થળ અને સંચાલકોમાં ફેરફારની સત્તા હવે નિયામક પાસે

ખાનગી શાળાનું નામ, સ્થળ અને સંચાલકોમાં ફેરફારની સત્તા હવે નિયામક પાસે

  • જિલ્લાકક્ષાએ થતી કામગીરીમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદથી નિર્ણય
  • અરજીની સાથે રૂ.35,000 નોન રિફંડેબલ ફી પણ ચૂકવવી પડશે
  • ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઉઠતાં આ નિર્ણય લેવાયો

રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાનું નામ, સ્થળ અને વહીવટ ફેરફારની સત્તા જિલ્લા કક્ષાએથી લઈ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને સોંપવામાં આવી છે. જેથી હવે પ્રાથમિક શાળાનું નામ, સ્થળ સહિતના ફેરફાર માટે નિયામક કચેરીમાં અરજી કરવી પડશે. આ ઉપરાંત અરજીની સાથે સાથે રૂ.35,000 ફી પણ ચુકવવી પડશે. આ ફી ભર્યા બાદ પરત આપવામાં આવશે નહી તેવી પણ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટમાં સુધારો કરતો પરિપત્ર ગત 14મી ડિસેમ્બર, 2021ના રોજ પ્રસિદ્ધ કર્યો હતો જેના ભાગરૂપે નિયામક કચેરી અને દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓએ પણ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. અત્યાર સુધી આ કામગીરી જિલ્લા કક્ષાએ થતી હતી, પરંતુ તેમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઉઠતાં આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

- Advertisement -

એક્ટમાં થયેલા સુધારા મુજબ પ્રાથમિક શાળાનુ નામ, સ્થળ, મેનેજમેન્ટ, સંચાલક મંડળ સહિતની તમામ બાબતો કે કોઈપણ એક બાબતમાં ફેરફાર કરવો હશે તો તેના માટેની મંજુરી પ્રાથમિક શિક્ષણ નિયામકની લેવી પડશે. ફેરફાર કરવાની અરજી સાથે રૂ.35,000 નોન રિફન્ડેબલ ફી ભરવી પડશે. ફેરફારની અરજી 31મી ઓક્ટોબર પહેલી કરી દેવી પડશે. શિક્ષણ વિભાગ સ્પષ્ટ નોંધ્યુ છે કે, નામ, સ્થળ સહિતના ફેરફારની અરજીમાં નવી સ્કૂલની માન્યતા માટે જેટલી ચકાસણી કરવામાં આવે છે તેટલી કરવી ફરજિયાત છે.અત્યાર સુધી સ્કૂલોએ અરજીની સાથે માત્ર રૂ.1,000 સુધી જ ફી ભરવાની થતી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!