Tuesday, September 27, 2022
Home Gujarat સુરતની નવી સિવિલના તબીબોની જોહુકમીથી બિચારા દર્દી પરેશાન

સુરતની નવી સિવિલના તબીબોની જોહુકમીથી બિચારા દર્દી પરેશાન

  • બે દિવસ ભુખ્યો-તરસ્યો રાખી ઓલપાડના આધેડને ઓપરેશનની ના પાડી દેવાઈ!
  • તબીબોના વલણથી નારાજ દર્દીના સ્વજનની સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદ
  • ઓપરેશન કરવાની સલાહ આપી પણ બાદમાં ફરી ગયા તબીબો

સુરતની નવી સિવિલમાં કેટલાક તબીબી અધિકારીઓની ચાલી રહેલી જોહુકમીને લીધે દર્દીઓની હાલત કફોડી થવા પામી છે. ઓપરેશનના નામે સતત બે દિવસ સુધી ભુખ્યો-તરસ્યો રખાયા બાદ ગુરુવારે બપોરે યોગ્ય કારણ આપ્યા વગર ઓલપાડના આધેડને ઓપરેશનની ના પાડી દેવાઈ હતી. જેને પગલે તબીબોના વલણથી નારાજ દર્દીના સ્વજને સુપરિન્ટેન્ડેન્ટને લેખિત ફરિયાદ કરી હતી.

- Advertisement -

ઓલપાડના મોટા હળપતિવાસમાં રહેતા ભગવતીભાઈ બુધીયાભાઈ રાઠોડ (ઉં.વ.55) ખેતીકામ કરે છે. એક માસ અગાઉ તેઓ ઘરમાં પડી જતા ડાબા હાથમાં ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. અહીના એફ-2 વોર્ડમાં દાખલ કરી પખવાડીયા અગાઉ તેમની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવતીભાઈના હાથમાં પરુ (પલ્સ)થયું હોવાનું કહી પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે, એમ તબીબોએ જણાવ્યું હતું.

મંગળવારે આખો દિવસ ઓટીની બહાર બેસાડી રાખ્યા

ભગવતીભાઈના જમાઈ શૈલેષ રાઠોડએ જણાવ્યું હતું કે, બુધવારે ઓપરેશન છે, એમ કહી તબીબોએ તેમને મંગળવારે રાતથી જમવા અને પાણી પીવાની ના પાડી હતી. ત્યારબાદ, બુધવારે સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી તેઓ ઓપરેશન થિએટરની બહાર બેસી રહ્યાં હતા. પરંતુ તેમનું ઓપરેશન કરાયું નહોતું. દરમિયાન સાંજે ચાર વાગે એક ડોક્ટરે આવીને કહ્યું હતું કે, તમે મોડા આવતા મેડમ જતા રહ્યાં છે. હવે, ગુરુવારે આવજો. ગુરુવારે ઓપરેશન હોય બુધવારે રાત્રે પણ સસરા ભગવતીભાઈ ભુખ્યા-તરસ્યા રહ્યાં હતા. જોકે, ગુરુવારે બપોરે સુધી ઓપરેશન થિએટરની બહાર બેસાડી રાખ્યા બાદ ઓપરેશન કરનારા મેડમે હાથ પર મારેલો પાટો ખોલ્યો હતો અને યોગ્ય કારણ આપ્યા વગર આજે ઓપરેશન નહીં થાય એમ કહી વોર્ડમાં મોકલી દીધા હતા.

આ મામલે સુપરિન્ટેન્ડેન્ટને મળી લેખિત ફરિયાદ

- Advertisement -

સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, આ મામલે મને લેખિત ફરિયાદ મળી છે. આ કેસમાં ઓપરેશન માટે કેમ ના પાડવામાં આવી? સહિતના જાણકારી મેળવવા માટે પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. નિશાને ઓફિસે બોલાવાયા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!