Wednesday, September 28, 2022
Home Sports MS ધોની પર આરોપ લગાવનાર ખેલાડી લિજેન્ડ્સ લીગમાં રમશે

MS ધોની પર આરોપ લગાવનાર ખેલાડી લિજેન્ડ્સ લીગમાં રમશે

  • ઇશ્વર પાંડે હવે લિજેન્ડ્સ લીગમાં રમતો જોવા મળશે
  • ગૌતમ ગંભીરની આગેવાનીમાં ઇન્ડિયા કેપિટલ્સ તરફથી રમશે
  • સેહવાગ, ગંભીર, ગેલ સહિત 90 ભૂતપૂર્વ ક્રિકેટરો ભાગ લેશે

ઇશ્વર પાંડે ટૂંક સમયમાં જ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ઇન્ડિયા કેપિટલ્સ તરફથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ઈન્ડિયા કેપિટલ્સે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનની શરૂઆત શુક્રવારે રમાનારી વર્લ્ડ જાયન્ટ્સ અને ભારતીય મહારાજા વચ્ચે ચેરિટી મેચ સાથે થઈ છે. આ સિઝનમાં વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને ક્રિસ ગેલ સહિત 90 ભૂતપૂર્વ ક્રિકેટરો શુક્રવારે ઈડન ગાર્ડન્સ ખાતે ‘ચેરિટી’ મેચ સાથે શરૂ થઈ રહેલી ‘લેજેન્ડ્સ લીગ ક્રિકેટ’માં ભાગ લેશે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

આ લીગમાં ભાગ લેતા પહેલા ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ યાદીમાં ઈશ્વર પાંડેનું નામ પણ સામેલ છે, પરંતુ નિવૃત્તિની જાહેરાત બાદ તેણે ધોની પર તેની કારકિર્દીને લઈને મોટા આરોપો લગાવ્યા હતા. ઈશ્વર પાંડેનું માનવું છે કે જો એમએસ ધોનીએ તેને તક આપી હોત તો તે દેશ માટે સારું કરી શક્યો હોત.

ગંભીરની આગેવાનીમાં રમશે

- Advertisement -

ઇશ્વર પાંડે ટૂંક સમયમાં જ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ઇન્ડિયા કેપિટલ્સ તરફથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ઈન્ડિયા કેપિટલ્સે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

ધોની અંગે કહી હતી આ વાત

33 વર્ષીય ઇશ્વર પાંડે, જેણે સોમવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેણે 25 IPL મેચોમાં 18 વિકેટ અને 75 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 263 વિકેટ લીધી હતી. તેના આધારે તેને 2014માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી. તે સમયે એમએસ ધોની ટીમના કેપ્ટન હતા, પરંતુ ઈશ્વર પાંડેને તક મળી ન હતી. આ અંગે પાંડેએ ખુલાસો કર્યો કે જો ધોનીએ તેના પર થોડો વધુ વિશ્વાસ બતાવ્યો હોત અને કદાચ તેને થોડી તક આપી હોત તો તેની કારકિર્દી અલગ હોત.

સેહવાગ-ગંભીર-હરભજન-ઈરફાન પણ લીગમાં રમશે

સેહવાગ ગુજરાત જાયન્ટ્સ ટીમનું નેતૃત્વ કરશે જે શનિવારે લીગની શરૂઆતની મેચમાં ગૌતમ ગંભીરની ઇન્ડિયા કેપિટલ્સ સામે ટકરાશે. ચાર ટીમોની ટુર્નામેન્ટમાં હરભજન સિંહ મણિપાલ ટાઈગર્સનું નેતૃત્વ કરશે જ્યારે ઈરફાન પઠાણ ભીલવાડા કિંગ્સનું નેતૃત્વ કરશે. લીગમાં તમામ અમ્પાયરો મહિલા હશે. ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન આ વર્ષની શરૂઆતમાં મસ્કતમાં યોજાઈ હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!