Saturday, October 1, 2022
Home Gujarat સવા સો કર્મીની હડતાળથી અરવલ્લીની રેન્જમાં પેટ્રોલિંગની કામગીરી ખોરવાઈ

સવા સો કર્મીની હડતાળથી અરવલ્લીની રેન્જમાં પેટ્રોલિંગની કામગીરી ખોરવાઈ

  • વનપાલ, વનરક્ષકની હડતાળથી વનીકરણ, પ્લાન્ટેશન કામગીરીને અસર
  • સામાજિક વનીકરણ અને નોર્મલ વિભાગના વન કર્મચારીઓની ગેરહાજરી
  • વન કર્મીઓની હડતાળથી કામગીરીને અસર પહોંચી રહી છે

વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓએ એક પછી એક સરકાર સામે મોરચો ખોલ્યો છે. ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વર્ગ 3ના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સંદર્ભે હડતાળ પર ઉતરી જતાં અરવલ્લી જિલ્લામાં રિઝર્વ ફોરેસ્ટમાં પેટ્રોલિંગ સહિતની વિવિધ કામગીરી ખોરવાઈ ગઈ છે.

- Advertisement -

6 સપ્ટેબરથી વનવિભાગના વર્ગ 3ના વનપાલ, વનરક્ષક કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. ગ્રેડ પે, રજા પગાર સહિતની મુખ્ય માંગણીઓને લઈને અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરેલા આ કર્મચારીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પાયાના કર્મચારીઓ ગણાય છે. જિલ્લામાં નોર્મલ તેમજ સામાજિક વનીકરણ વિભાગમાં આ કર્મચારીઓની સંખ્યા લગભગ સવાસો જેટલી છે. આ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા વનવિભાગમાં કામગીરી લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. તાજેતરમાં જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે. આ છોડવાના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી આ કર્મચારીઓના શિરે હોય છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે કરેલા આ પ્લાન્ટેશન, છોડવા સંભાળના અભાવે મુરઝાઈ જાય તેવી શક્યતા છે. એક તરફ જિલ્લાના રિઝર્વ ફોરેસ્ટમાં અતિક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વન કર્મીઓની હડતાળથી કામગીરીને અસર પહોંચી છે.

વનીકરણ, પ્લાન્ટેશનની કામગીરીને અસર : ડીએફઓ

અરવલ્લી જિલ્લા વનવિભાગ (નોર્મલ)ના ડીએફઓ એસ.એમ.ડામોરે જણાવ્યું કે, જિલ્લાના નોર્મલ વિભાગમાં વનરક્ષક, વનપાલનો સ્ટાફ 75 જેટલો છે. જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગની રેન્જોમાં ફરજ બજાવતો સ્ટાફ તો અલગ આ કર્મચારીઓ જિલ્લામાં રિઝર્વ ફોરેસ્ટમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી સંભાળતા હોય છે. ઉપરાંત વનીકરણ તેમજ તાજેતરમાં રોપેલા છોડવા(પ્લાન્ટેશન)ની સંભાળ લેવાની જવાબદારી સંભાળતા હોય છે. આ કામગીરીને અસર પહોંચી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!