Sunday, September 25, 2022
Home Sports પત્રકારના તીખા સવાલ પર ગુસ્સે થયો પાકિસ્તાની કેપ્ટન

પત્રકારના તીખા સવાલ પર ગુસ્સે થયો પાકિસ્તાની કેપ્ટન

  • પાકિસ્તાન-ઈંગ્લેન્ડ પ્રથમ T20 મેચ પહેલા પત્રકાર પરિષદ
  • એક પત્રકારે ધીમી સ્ટ્રાઈક રેટ અંગે બાબરને પૂછ્યો સવાલ
  • PSLમાં જાણીજોઈને બાબરને આઉટ કર્યો નહીં: આકિબ જાવેદ

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન એક પત્રકારે ધીમી સ્ટ્રાઈક રેટ અંગે સવાલ પૂછ્યો, જેના પર બાબર ગુસ્સે થઈ ગયો.પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝની પ્રથમ T20 મેચ આજે કરાચીમાં રમાશે.

- Advertisement -

બાબરની સ્ટ્રાઈક રેટને લઇ બવાલ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પોતાની ખરાબ સ્ટ્રાઈક રેટને કારણે ટીકાકારોના નિશાના પર છે. ચાહકો અને રમતગમતના દિગ્ગજ લોકો ચોક્કસપણે બાબરની બેટિંગની પ્રશંસા કરે છે, પરંતુ તેના નબળા સ્ટ્રાઈક રેટની પણ ઉગ્રતાથી ટીકા કરે છે. બાબર આઝમનો સ્ટ્રાઈક રેટ ફોર્મેટના સંદર્ભમાં ખાસ કરીને T20માં ઘણો નબળો રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આકિબ જાવેદે કહ્યું હતું કે તેમની ટીમે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં જાણીજોઈને બાબરને આઉટ કર્યો નહીં.

પ્રેસ કોન્ફરન્સમાં બાબરને પૂછવામાં આવ્યો સવાલ

- Advertisement -

આકિબે કહ્યું હતું કે બાબર ધીમી સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે જે તેની ટીમ માટે ફાયદાકારક છે. આથી તેની ટીમ કરાચી કિંગ્સના સુકાનીએ બાબર આઝમને આઉટ કર્યો ન હતો. આ જ સવાલ એક પત્રકારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યો હતો, જેના પર બાબર ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં પણ બાબરે આનો યોગ્ય જવાબ આપતા કહ્યું કે, વ્યક્તિગત હુમલો ન કરવો જોઈએ.

તમે સામાન્ય વાત કરો વ્યક્તિગત નહીં: બાબર

વાસ્તવમાં બાબર ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝની પ્રથમ મેચને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, ‘જો તેને આ લાગે છે, તો તે મારા માટે સારી વાત છે. હવે પાકિસ્તાન ટીમ વિશે વાત કરીએ તો સારું રહેશે. લોકોનો પોતાનો અભિપ્રાય છે. અમે તેમના પર ધ્યાન આપતા નથી. દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ હોય છે. દરેક વ્યક્તિ એક ખેલાડી તરીકે આવી બાબતોમાંથી પસાર થયો છે. કેટલું દબાણ? કેટલી મુશ્કેલીઓ છે? કેટલી જવાબદારીઓ છે? તેથી વ્યક્તિગત હુમલો ન કરવો જોઈએ. તે માત્ર એક ખેલાડી વિશે જ નહીં પરંતુ સમગ્ર ટીમ વિશે હોય છે. તમે સમજુ વાત કરો.

અમારો પ્રયાસ આધુનિક ક્રિકેટ રમવાનો: બાબર

બાબરે કહ્યું, ‘પાવરપ્લેનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે કેવી રીતે રમ્યા તેનો પર આ નિર્ભર છે. જ્યારે વિકેટો વહેલી પડે છે, ત્યારે તમે ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરો છો. તમે મેચને લાંબી ચલાવવાનો પ્રયાસ કરો છો. અમે પાવરપ્લે સારી રીતે રમ્યા હતા. મારી અને મોહમ્મદ રિઝવાનની ભાગીદારીમાં અમે ઇનિંગને લંબાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે આધુનિક ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીએ છીએ.

છેલ્લા એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં બાબરનું પ્રદર્શન

કુલ મેચ: 19

સ્કોર: 550

સરેરાશ: 30.55

સ્ટ્રાઈક રેટ: 121.95

અર્ધસદી: 6

T20 આંતરરાષ્ટ્રીય કરિયરમાં બાબરનું પ્રદર્શન

કુલ મેચઃ 80

રન : 2754

સરેરાશ: 42.36

સ્ટ્રાઈક રેટ: 128.81

સદી: 1

અર્ધસદી: 26

Source link

- Advertisement -
RELATED ARTICLES

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

IND-A vs NZ-A: કુલદીપની હેટ્રિક બાદ પૃથ્વી શૉએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

ભારત-Aએ બીજી ODIમાં ન્યુઝીલેન્ડ-Aને હરાવ્યું ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ભારત Aની જીતના હીરો પૃથ્વી શો અને કુલદીપ યાદવ રહ્યા ભારત-Aએ પૃથ્વી શૉની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!