Wednesday, September 28, 2022
Home International બાઈડેન વહીવટીતંત્રમાં ભારતીયોની સંખ્યા વધી, PM મોદીએ પાઠવી શુભેચ્છા

બાઈડેન વહીવટીતંત્રમાં ભારતીયોની સંખ્યા વધી, PM મોદીએ પાઠવી શુભેચ્છા

  • USમાં ભારતીયોનો દબદબો : 130 ભારતીયોની કરાઈ નિમણૂક
  • વોશિંગ્ટનમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
  • કાર્યક્રમ યોજવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

અમેરિકા ભારતીયોની બૌદ્ધિક અને વહીવટી ક્ષમતાઓનો સ્વીકાર કરે છે, તે કારણસર જ પ્રમુખ જો બાઇડેન પોતાના વહીવટીતંત્રમાં અત્યારસુધીમાં 130 જેટલા ભારતીયોને નિમણૂક આપી ચૂક્યા છે. અમેરિકી વસતીમાં ભારતીયોનું પ્રમાણ માત્ર એક ટકા છે. પરંતુ અમેરિકી વહીવટીતંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ મોટું છે. અમેરિકી રાજધાની ખાતે પણ આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં રાજ પંજાબીએ બાઇડેન વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે અનેક મહત્ત્વની વાત કરી હતી. રાજ પંજાબી વ્હાઇટ હાઉસની સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને જીવ રક્ષાના વરિષ્ઠ નિયામક પદે ફરજ બજાવે છે. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે અમેરિકી સરકારના મહત્ત્વના પદ પર નિમણૂક પામેલા ભારતીય મૂળના અમેરિકીઓની યાદીનું પઠન કર્યું હતું. પંજાબીએ જણાવ્યું કે પ્રમુખ બાઇડેને પોતાના વહીવટીતંત્રમાં 130 ભારતવંશીઓને સ્થાન આપ્યું છે. આ ગૌરવની વાત છે.

- Advertisement -

75 ભારતીય અમેરિકી સંગઠનો દ્વારા કાર્યક્રમનું આયોજન

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 75 જેટલા ભારતીય-અમેરિકી સંગઠનોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં યૂએસ ઇન્ડિયા રિલેશનશિપ કાઉન્સિલ, સેવા ઇન્ટરનેશનલ, એકલ વિદ્યાલય ફાઉન્ડેશન, હિંદુ સ્વયંસેવક સંઘ, યૂએસ ઇન્ડિયા ફ્રેન્ડશિપ કાઉન્સિલ, સનાતન સંસ્કૃતિ માટે રચાયેલા સરદાર પટેલ કોષ સહિતના સંગઠનોનો તેમાં સમાવેશ થાય છે.

પ્રવાસી ભારતીય દેશના રાજદૂત : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાજધાનીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા બદલ ભારતીય અમેરિકી સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય અમેરિકી સમુદાય જોગ એક સંદેશામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રવાસી ભારતીયો દેશના રાજદૂત છે. તમામ સંસ્કૃતિનું સન્માન કરીને બેજોડ પ્રદાન કરીને સમાજને સમૃદ્ધ કર્યો છે અને ભારતીય મૂલ્યોનો ફેલાવો કર્યો છે.

- Advertisement -

નેધરલેન્ડના અમેરિકી રાજદૂતપદે શેફાલી રાજદાનની વરણી

તે અરસામાં અમેરિકી સેનેટે ભારતીય મૂળના શેફાલી રાજદાન દુગ્ગલની વરણી નેધરલેન્ડના રાજદૂતપદે કરી છે. 50 વર્ષના રાજકીય કાર્યકર્તાની આ નિમણૂકને સેનેટે ધ્વનિમતે બહાલી આપી હતી. કાશ્મીરી પંડિત રાજદાન દુગ્ગલનો જન્મ હરિદ્વારમાં થયો હતો. બે વર્ષના હતા ત્યારે કુટુંબ સાથે પિટ્સબર્ગ પેન્સિલ્વેનિયા પહોંચી ગયા હતા. પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પરિવાર સિનસિનાટી સ્થાયી થયો હતો. અહીં તેમનો ઉછેર થયો. તેમણે મિયામી વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને ન્યૂયોર્ક વિશ્વ વિદ્યાલયમાંથી અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!