Monday, September 26, 2022
Home Gujarat Dahod શિક્ષણ વિભાગની બેદરકારી : ગરીબ બાળકોના ભણતર અધ્ધરતાલ

શિક્ષણ વિભાગની બેદરકારી : ગરીબ બાળકોના ભણતર અધ્ધરતાલ

  • દેવગઢબારિયા તાલુકાના નાની અસાયડી ગામે ધો.૧ થી ૮ ની પ્રાથમિક શાળાને બાળકોના વાલીઓ દ્વારા તાળાબંધી
  • પ્રાથમિક શાળામાં ૧ થી ૮ ધોરણના ૧૧૭ બાળકો માટે એકજ ઓરડો અને ૫ શિક્ષકો બાળકોના ભણતરને લઈ વાલીઓ રોષે ભરાયા ઓરડાને માર્યુ તાળું

દાહોદ : દેવગઢબારીયા તાલુકાના નાની અસાયડી ગામે શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે. ધોરણ ૧ થી ૮ની પ્રાથમિક શાળામાં ઓરડા નહીં હોવાથી બાળકોને અભ્યાસ માટે મોટી તકલીફ પડી રહી હોવાથી બાળકોના વાલીઓએ આજે શાળાને તાળાબંદી કરી દીધા હતાં.

શિક્ષણ વિભાગની બેદરકારી : ગરીબ બાળકોના ભણતર અધ્ધરતાલ

- Advertisement -

છેલ્લા પાંચ વર્ષથી આ પ્રાથમિક શાળામાં માત્ર એક ઓફિસ રૂમ હોય જેમાં બાળકોની સંખ્યા ૧૧૭ અને ૫ શિક્ષકોનો સ્ટાફ વારા ફરતી અલગ અલગ ધોરણનુ શિક્ષણ અપાઈ રહ્યું છે. સરકાર બાળકોના અભ્યાસ માટે લાખ્ખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે. બધી જગ્યાએ જુના ઓરડા તોડીને અધ્યતન સુવિધા સાથેના નવા મકાનો બનાવાય રહ્યાં છે.

શિક્ષણ વિભાગની બેદરકારી : ગરીબ બાળકોના ભણતર અધ્ધરતાલ

ત્યારે દેવગઢબારીયા તાલુકાના નાનીઅસાયડી ગામની પ્રાથમિક શાળામાં પાંચ પાંચ વર્ષથી નવીન ઓરડાનુ કોઇપણ બાંધકામ નહી થતાં બાળકોના અભ્યાસ માટે વાલીઓ ચિંતિત બન્યા છે અને એસ.એમ.સી.ના સભ્યો તેમજ વાલીઓ આ અંગે ઉપરી અધિકારીઓને વારંવાર અરજીઓ કરી અને મૌખિક રજુઆત કરી હોવા છતાં પણ આજદિન સુધી નવીન ઓરડાનુ કોઈ બાંધકામ શરૂ નહી થતાં આખરે આજે વાલીઓએ શાળાને તાળા મારવાનો નિર્ણય લઈ તાળા બંદી કરી હતી.

દેવગઢબારીયા તાલુકાના નાનીઅસાયડી ગામની પ્રાથમિક શાળામાં ઓરડા નહીં હોય જેથી બાળકોના ભવિષ્યનો ખ્યાલ કરી આજે વાલીઓ એકઠા થઈ શાળાને તાળાબંદી કરવામાં આવી.

- Advertisement -

શિક્ષણ વિભાગની બેદરકારી : ગરીબ બાળકોના ભણતર અધ્ધરતાલ
દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારી મૈયુર પારીખ

આ સમગ્ર મામલે જાણ દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારીને થતાં તાત્કાલિક નાની અસાયડી ગામે પ્રાથમિક શાળા ખાતે પહોચ્યા હતાં તે દરમિયાન તેઓનું વર્જન લેતાં તેમણે જણાવ્યું કે ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી કે કોઈ મકાન ભાડે લઈ બાળકોના શિક્ષણ ચાલું કરાવી દઈએ અને ટુંક સમયમાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવવામાં આવશે તેવી ગ્રામજનોને ખાતરી આપી સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો

અહેવાલ : અબ્દુલ રજાક મનસુરી

- Advertisement -
RELATED ARTICLES

દાહોદ જિલ્લાનાં એક ગામમાં વ્યાજબી ભાવની અનાજની દુકાનેથી વિતરણ કરાયેલ ચોખા પ્લાસ્ટિકના હોવાની ચર્ચાઓ

મિશન ૨૦૨૨ નામના ગ્રુપમાં પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે આવેલ સરકારી દુકાનમાં...

દેવગઢબારિયા ખાતે ૬ માળની એક ઈમારતમાં ૧૧ દુકાનોને પાલિકા દ્વારા સીલ મારી દેતા બિલ્ડરોમાં ફફડાટ

છ મંજીલની આ બિલ્ડિંગમાં ૨૨ દુકાનો અને ૯૨ ફ્લેટનું બાંધકામ બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરાયું હતું તંત્ર દ્વારા ચકાસણી પણ કરી દેવાય...

દેવગઢબારીયામાં પાલિકા તંત્ર બનાવી રહ્યું છે Hawkers Zone, વર્ષોથી પરંપરાગત ચાલી આવતો દશેરાનો મેળો બંધ થઈ જશે? નગરજનોમાં રોષ

દેવગઢબારીયા નગરના મનોરંજન પ્લોટમાં પાલિકા તંત્ર દ્વારા હોકર્સ ઝોન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા નગરજનોમાં રોષ મનોરંજન પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવામાં આવે તો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!