Monday, September 26, 2022
Home Gujarat Jamnagar મુસ્લિમ સમુદાયમાં રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂર

મુસ્લિમ સમુદાયમાં રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂર

મુસ્લિમ સમુદાયમાં વર્તમાન સમયમાં શૈક્ષણિક સામાજિક અને આધ્યાત્મિક લેવલે વિચારોના વર્તુળને વધારી રચનાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે – શકીલ સંધી

પ્રેરણાદાયી સાબિત થવું વર્તમાન સમયમાં ખૂબ જરૂરી

રચનાત્મક અભિગમ એટલે કોઈ એવા કાર્યો ને અંજામ આપવો જેથી ઉપરોક્ત જણાવેલ ત્રણે વિષયમાં સુધારાઓ અમલમાં આવે સમાજમાં એવા વિચારોનો પ્રચાર કરવો જોઈએ જેમાં જૂની ઘર કરી ગયેલ પાયા વિહોણી માન્યતાઓ જેનાથી દિવસે દિવસે સમાજ પાયમાલ થતો જાય તેને બચાવવા સમાજની ટીકા ટિપ્પણીઓનો ડર રાખ્યા વગર તેવી માન્યતાઓ અને રશ્મો રિવાજમાં પરિવર્તન લાવી સાચી દિશામાં આગળ વધવા માટે પ્રેરણાદાયી સાબિત થવું વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે.

બાકી જે જે દિશામાં સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે તેની ગતિ જોઈ એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં પાયમાલી બદનામી અને કેટેગરીમાં જો આંકલન કરવા બેસું તો અહમદાબાદનું સર્વે ખૂબ ચિંતા જનક છે છેલ્લા પંદર દિવસથી અહિયાની વાસ્તવિકતાના દર્શન ખૂબ સામાન્ય રીતે અને સહજતા પૂર્વક કરી રહ્યો છું. જરૂર પડે જ અમુક લોકો સાથે સંવાદ કરી માહિતી મેળવવા પ્રયાસ કરું છું બાકી સ્થિતિ ખૂબ વિકટ છે. આજે રાજનીતિક મહત્વાકાંક્ષા મેળવવા ઈચ્છુક પરપ્રાતિય વ્યક્તિઓને પણ ગુજરાતમાં વસતા પોતાના રાજ્યના વ્યક્તિઓની પણ આ સ્થિતિમાં ચિંતા નથી તેઓ પણ ફક્ત તેમના રાજનીતિક ગોડ ફાધરો માટે પોતાના રાજ્યના વ્યક્તિઓનો ઓડિયન્સ તરીકે ફક્ત ઉપયોગ કરી રહ્યા છે.

યુવાઓમાં વૈચારિક પરિવર્તન લાવવું જરૂરી

- Advertisement -

જો આ વિષયમાં તેમને સવાલ કરવામાં આવે તો વાહિયાત દલીલો અને અર્થ વગરના તર્ક દર્શાવી પીછો છોડાવતા હોય છે બાકી તેઓને પણ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સિવાય સામાજિક મુદ્દાઓમાં રસ છે જ નહીં આજે સવારે એક સાથી યુવા સાથે રૂબરૂમાં ચર્ચા થઈ તેમાં વિષેશ સમસ્યાઓ દૂર કરવા યુવાઓમાં વૈચારિક પરિવર્તન લાવવું જરૂરી છે.

વર્તમાન સમયમાં આપણી સૌથી મોટી ઊણપ એ પણ માનવામાં આવે છે કે આપણે સાચી દિશામાં વિચારી શકતાં નથી અને આપણે આપણા સમાજમાં એક એવી માનસિકતાના શિકાર પણ બની ગયા છીએ કે આપણે સૌ એવું તો ઇચ્છીએ છીએ કે દરેક સમાજ આગળ આવે પરંતુ એ પણ સત્ય સ્વીકારવું જોઈએ કે આપણે સૌ એ પણ વિચારતાં હોઇએ છીએ કે મારા થી કે મારા સમાજથી કે મારા બનાવેલ સંગઠનથી કોઈ આગળ વધવું જોઈએ નહીં એટલે આપણે નવા વિચારોનો પણ અપનાવી શકતા નથી.

આ પ્રશ્ન પણ મુંઝવણ ઊભી કરી રહ્યો છે

આજે મુસ્લિમ સમુદાયમાં સામાજિક અને આધ્યાત્મિક મુદ્દાઓ પર બહેન દીકરીઓ વચ્ચે જઈ કાઉન્સિલિંગ કરી શકે તેવી શિક્ષિત બહેન દીકરીઓની ખૂબ જરૂર છે આપણી નબળી માનસિકતાનો લાભ વિરોધીઓને ખૂબ મળી રહે છે જે સત્ય છુપાયેલ નથી અને આપણે સૌ સામાજિક પ્રશ્નોમાં એટલા અટવાયેલા છીએ કે શિક્ષણ જેવા પ્રાણ વાયુ પ્રશ્ન વિષે વિચારવાનો પણ આપણી પાસે સમય નથી જો હજી પણ આપણે સામાજિક પ્રશ્નો માંજ અટવાયા કરશું તો દુનિયાની પ્રગતિ સાથે કઈ રીતે તાલમેલ મેળવી શકશું ? આ પ્રશ્ન પણ મુંઝવણ ઊભી કરી રહ્યો છે.

વર્તમાન સમયમાં સામાજિક ભય ને દૂર કરવા તેમજ રચનાત્મક અભિગમ અપનાવવા માટે આપણે આપણા સંકુચિત વિચારોમાંથી બહાર આવવું પડશે હવે ગાડરિયા પ્રવાહની જેમ ચાલવાથી કામ ચાલશે નહિ કારણ કે દુનિયા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એટલી આગળ વધી રહી છે કે ૫૦ વર્ષ નો વિકાસ ૫ વર્ષમાં જોવા મળી શકે તેમ છે. માટે આપણે આપણી મજલીસોમાં પણ પાયા ના પરિવર્તનો લાવી સમાજ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે તેવી રીતે આયોજન કરવામાં આવે તે પણ જરૂરી છે.

- Advertisement -

કારણ કે ૨૧ મી સદી એ પ્રગતિનો યુગ છે પ્રગતિ અને પરિવર્તનને ગાઢ સંબંધ છે દુનિયા આજે સફળતાની ટોચ પર પહોંચી છે જે મનુષ્યના પરિવર્તનશીલ પ્રયાસોનું પરિણામ છે અને જે પરિવર્તનને અપનાવે છે તે પ્રગતિ કરે છે આપણે પોતે પણ ગઈકાલે હતાં તેવા આજે નથી આ સુધારાના રૂપમાં આવતા ફેરફારોને પણ પચાવવા જરૂરી છે કારણ એ પણ છે કે માનવ જીવનના બે મુખ્ય વિભાગો છે. એક દુન્યવી અને બીજો આધ્યાત્મિક અથવા ધાર્મિક પરિવર્તન આ બન્ને ક્ષેત્રમાં જરૂરી છે.

આર્થિક ક્ષેત્રે પ્રગતિ અને પરિવર્તન કરતા રહીએ અને મજહબી અમલમાં વહેમ અંધશ્રદ્ધા કર્મકાંડ વગેરે પકડી રાખીએ અને બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાં ઘટતા સુધારા ના કરીએ તો સમાજ તંદુરસ્ત ના રહે પડોશી કોમો આપણી હાંસી ઉડાવે માટે દરેક ક્ષેત્રમાં પરિવર્તન અનિવાર્ય છે….!!

અહેવાલ : સલીમ મુલ્લા, સિક્કા
- Advertisement -
RELATED ARTICLES

ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત થાય તો શું ગુજરાતનાં મુસ્લિમો રાજનિતિક અનાથ થઈ જશે?

રાજનીતિમાં મુસ્લિમ નેતાઓ જ્યારથી પોતાનાં સ્થાપિત હિતોના રક્ષણ માટેની કાર્યપદ્ધતિ અપનાવી પ્રગતિની હરણફાળ ભરવાના સપનાં જોતાં થયાં હતાં ત્યારથી જ તેઓ રાજનિતિક પતન તરફ...

સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓમાં વિચારધારા, દેશહિત અને બંધુતા જેવું જાણે કંઈ રહ્યું જ નથી…!! – શકીલ સંધી

સત્તા અને સંપત્તિના નસેડી નેતાઓમાં વિચારધારા દેશહિત કે બંધુતા જેવું જાણે કંઈ રહ્યું જ નથી...!! વર્તમાન સમયમાં દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ જનતા સાથે છેતરપિંડી કરવામાં...

અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજની નવી બોડી રચના અંગે ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ નિમણૂક કરાઈ

અખિલ સૌરાષ્ટ્ર ફકીર સમાજની નવી બોડી રચવા તેમજ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ચૂંટણી સમાજ ની યોજવા સમાજ દ્વારા ચૂંટણી પંચ નિમણૂક કરાય જેમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!