Tuesday, September 27, 2022
Home Gujarat OPSને પાછુ લાવો, ફિક્સ વેતન હટાવો' સૂત્રોચ્ચાર સાથે આંદોલન યથાવત્ રહેશે

OPSને પાછુ લાવો, ફિક્સ વેતન હટાવો' સૂત્રોચ્ચાર સાથે આંદોલન યથાવત્ રહેશે

  • મહામંડળના હોદ્દેદારો ભૂગર્ભમાં, કર્મચારીઓનો રોષ જમીન ઉપર ઊભરાયો
  • જૂના સચિવાલયમાં રેલી નીકળી
  •  નવા સચિવાલયમાં કર્મીઓ એકત્ર થતા દરવાજા બંધ કરી દેવાયા

ગુજરાત સરકારે 15 જેટલા પડતર પ્રશ્નો ઉકેલ્યા પછી વર્ગ-3 અને 4ના લાખો કર્મચારીઓમાં આક્રોશ યથાવત રહ્યો છે. પાંચ મંત્રીઓ સાથેની બેઠક બાદ શુક્રવારે રાજ્ય કક્ષાના કર્મચારી મહામંડળ, સંયુક્ત સમિતિના હોદ્દેદારોએ આંદોલન સમાપ્ત થયાનું જાહેર કર્યુ હતુ. જો કે, શનિવારે તેની નહિવત અસર જોવા મળી. ઉલ્ટાનું રોષથી બચવા હોદ્દેદારો ભૂગર્ભમાં જતા રહેતા કર્મચારીઓના રસ્તા પર ઉતર્યા હતા. ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં મહામંડળની કચેરીએ સવારથી જ સેંકડો કર્મચારીઓ એકત્ર થવા માંડયા હતા. જૂની પેન્શન યોજના- ‘OPSને પાછી લાવો, ફિક્સ વેતન હટાવો’ની નારેબાજી કરીને રેલી કાઢી જ્યાં સુધી આ બંને મુખ્ય માંગણી નહિ ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનુ જાહેર કર્યુ હતુ. જેના પગલે નવા સચિવાલયમાં બ્લોક નંબર-11ના ચોકઠામાં કર્મચારીઓ એકત્ર થતા આ બંને વડી કચેરીઓના સંકૂલના દરવાજા બંધ કરી દેવાયા હતા. આવી જ સ્થિતિ તાલુકા, જિલ્લા પંચાયતોથી લઈને અનેકવિધ સરકારી કચેરીઓમાં જોવા મળી હતી. એક સાથે સેંકડો કર્મચારીઓ રજા મુકીને, ચાલુ કામ છોડીને સરકાર વિરોધી હડતાલ પાડતા સરકારી કામકાજ પણ લટકી પડયુ હતુ. જેના પગલે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GDAએ દરેક વિભાગો પાસેથી કચેરીમાં હાજર, ગેરહાજર કર્મચારી- અધિકારીઓની વિગતો માંગી છે. વર્ષ 2005 પછીની ભરતીના કર્મચારીઓએ સરકાર માન્ય મહામંડળ અને તેના સંકલનમાં રહેલા અનેકવિધ મંડળો, એસોસિએશનોના હોદ્દેદારોને હટાવવા માંગણી કરી છે. યુવાન કર્મચારીઓનો આરોપ છે કે, હોદ્દેદારોએ પોતાનું કર્યુ છે. સરકારે જે પ્રશ્નો ઉકેલ્યા તે સામાન્ય છે. અમારી મુખ્ય માંગણી OPSના ફરીથી અમલની અને ફિક્સ વેતન નીતિ નાબૂદીની છે. જ્યાં સુધી તેનો ઉકેલ નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

- Advertisement -

પૂર્વ સૈનિકો સાથે મંત્રીની બેઠક નિષ્ફળ, હવે મેડલ પરત કરશે

સચિવાલયના ગેટ નંબર-1ની સામે ચાર દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકો અને મંત્રીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. પૂર્વ સૈનિકોએ આંદોલન ચાલુ રાખવાનું કહેતા પોતાને મળેલા મેડલ રવિવારે રાજ્યપાલને પરત સોંપવાનું જાહેર કર્યુ હતુ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!