Tuesday, September 27, 2022
Home Gujarat Surat RTI નો ચમત્કાર... ચોર છે ચોકીદાર...!!!

RTI નો ચમત્કાર… ચોર છે ચોકીદાર…!!!

  • ખોટું કે છીનાળવા કરે એનો જ તોડ થાય એ સત્ય છાપરે અંકિત છે.
  • માહિતી આયોગ કમિશનર આરટીઆઇ કાર્યકર્તાનાં રક્ષણ માટે ચિંતા કરે એ ચિંતાનો વિષય

જાગૃત જનતા ઉપર હુમલો કર્યો તો ખેર નથી.

ગુજરાતના અગ્રણી દૈનિક અખબારોએ મુખ્ય સમાચાર પ્રકાશીત કર્યાં. સુરતના RTI કાર્યકર્તાઓ ઉપર થયાં હુમલા, પડદા પાછળ દોરી સંચાર કરી RTI કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવતાં હોય ઘણી જગ્યાએ સેટિંગ થાય છે. વિકસતાં સુરતને ભ્રષ્ટ અધિકારીઓ અને માફિયા બિલ્ડરો, રાજકારણીઓ સુરતને સિમેન્ટ કોક્રીટનું જંગલ બનાવી રહ્યાં છે.

બ્રિજના સ્પાન તુટી જાય છે. તક્ષશિલા અગ્નીકાન્ડ થાય છે. શાળાઓમાં આગ લાગી છે. કાપડ માર્કેટમાં આગ લાગી છે. હજુ તક્ષશિલાની આગ બુઝાઈ નથી અને રાંદેર, અડાજણ, વેસુ, કોટ વિસ્તારમાં શાળાઓના મકાન ઉપર ડોમ પાછા ચણાઈ ગયાં છે.

- Advertisement -

સુરત સેન્ટ્રલ ઝોન વિભાગના તાબા હેઠળના વિસ્તારોમાં ૪૦૦ કરતાં વધુ ગેરકાયદેસર બાંઘકામ અને એમાં માફિયા અધિકારીઓની બિલ્ડરો રાજકારણીઓ સાથેની ભાગીદારી ચર્ચાઈ રહી છે ત્યારે હાઇકોર્ટે નોંધ લીધી, જનહિત યાચિકા દાખલ કરી, સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામની ચોકીદારી કરતાં સુમનપાને, મ્યુ. કમિશનરને નોટિસ ફટકારી છે.

સુરત મહાનગર પાલિકાના એરિયા સુપરવાઈઝર, જુનિયર ઇજનેર, નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને ખુદ આખેઆખું શહેર વિકાસ ડિપાર્ટમેન્ટ ફફડી ગયું છે.

RTI કાર્યકર્તા દ્વારા જવાબદારોના એરિયા વિઝિટ રીપોર્ટ અહેવાલ અને ઉપરી અધિકારીના ફાઈલ નોર્ટિંગ, ફરજ્યુક્ત ઇજનેર દીઠ અહેવાલની માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગવામાં આવી છે. રોજે રોજ પ્રથમ અપીલ અધિકારીઓ સુનાવણી હાથ ધરી રહ્યાં છે. જાણવા મળેલ વિગોનુસાર ઝોનલ કચેરીઓ ખાતેથી અધ્યતન માહિતી અધિકારી અને અપિલ અધિકારીઓના પાટિયાં જ ગાયબ થઈ ગયાં છે.

નબળો હોય એવાંને શૂળીએ ચઢાવ્યા સમાન ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા જેવું ગાંડું રાજાનું રાજ હોય એવાં તાયફા થઈ રહ્યાં છે. અને માહિતી અધિકારી બનાવી ચઢ જા બેટા શુલી પર ખેલ મંડાઈ ગયાં છે.

બીજી બાજુ નામદાર અદાલતમાં સુરત મનપાના પ્રજાના લાખો રૂપિયા પૈસાથી રોકવામાં આવેલા વકીલો થોઠવાઈ છે. નામદાર જજ સામે બોલતી બંધ થઈ જાય છે.

- Advertisement -

ખૂલ્લેઆમ ચાલતાં બાંઘકામ ચાલી રહ્યાં છે, જાહેર જનતા માટે ની જાહેર હિત સેવા સુવિધા માટે અનામત રાખવામાં આવેલી જમીનો ગાયબ થઈ ગઈ છે. સૂરતમાં સરકારી કોલેજ માટે કે બાળ સમશાન ભુમિ માટે જગ્યા નથી. જાહેર પેસાબઘર કે શૌચાલય માટે જગ્યા નથી. લાલિયા પાળીયાઓને જાહેર હિતની રિઝર્વ જમીનો પધરાવી દેવાય છે. થોડા થોડા નાટક નૌટંકી ભજવાઈ છે પછી ફિલ્મના પડદા પડી જાય છે. પક્ષ વિપક્ષ ચૂપ થઈ જાય છે . જનતા સબ જાણતી છે.

ખાનગી જમીન ઉપર સરકારી આવાસો બની ગયાં છે. સુરતની જનતાના સ્વપ્ન સમાન હવાઈ મથકની આજુ બાજુના હાઈરાઈઝ મકાનો, એમની કાયદેસરતા વિવાદિત છે.

સેંકડો મકાન શીલ કરવામાં આવ્યાં. ઘણાના કમાડ પાછલે બારણેથી ખુલી ગયા છે.

અહીં શીલ કરવામાં રાજકીય વેર બદલો લેવાની માનસિકતા ચમકી-ઝળકી ઉઠી હતી તે પણ સુરતની જનતા જાણે છે.

ખોટું કે છીનાળવા કરે એનો જ તોડ થાય એ સત્ય છાપરે અંકિત છે.

અદાલતમાં દેર છે અંધેર નથી. ફટકાર ઉપર ફટકાર, તમાચાની બોછાર, નોટિસ ઉપર નોટીસ, સુરતને છાશવારે ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓને કારણે શરમમાં મુકાવું પડે છે.

સુરત મહાનગર પાલિકાના માહિતી અધિકારીઓ માહિતી, મકાનોના મંજુર પ્લાન, રજા ચિઠ્ઠી, ફાયર સેફ્ટી સર્ટિ, બિલ્ડિંગ યુઝ પરમિશન લેટર, એરિયા વિઝિટ અહેવાલો, કેવી રીતે ગટર જોડાણ કરી આપ્યાં ? વીજળી મીટરો કનેક્શન કયા આધારે અપાયા?

કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામની માહિતી, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી જાહેર કરે તો હમામ મેં સબ નાગે પુરવાર થાય એમ છે જેથી RTI કાર્યકર્તા મિત્રો સાથે સેટિંગ, હુમલા, ધમકીઓ આપવાનું મસમોટું માફિયા બૂટલેગરોનું બજાર ધમધમે છે. અન્ડર સુરતડોનડોન મેદાનમાં છૂટા મુકવામાં આવ્યાં છે.

તાજેતરમાં અમો દિપક પટેલની અપિલ સુનાવણી દરમિયાન અમારી સલામતી માટે અપિલ અધિકારીઓ ચિંતા કરવાનો ડોળ કરતા જોવા મળ્યા છે.

રાજ્યના માહિતી કમિશનરો પૈકી ખુદ કમિશનર દ્વારા આરટીઆઇ કાર્યકર્તા અમો દિપક પટેલ શિક્ષક સુરત માટે ફોન કરીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ડરાવવાની કે ચિંતા કરવાની નવી પ્રથા અમલમાં આવી છે.

સુરત શહેરમાં તાજેતરમાં આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલનમાં આરટીઆઇ કાર્યકર્તા મિત્રો ઉપર કરવામાં આવતાં હુમલાની વિશેષ સાચી ચિંતા કરવામાં આવી હતી અને ઠેર ઠેર થી મા. રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર જાહેરમાં પાસ પસાર કરવામાં આવેલ ઠરાવપત્ર મોકલવામા આપવામાં આવ્યાં છે.

કોઈ એક નાનું મકાન ૧૨ ફુટ પહોળું અને ૩૫ ફુટ લાંબુ કોઈનું ઘર દુકાન મકાન જો ગેરકાયદેસર બનાવવામાં આવે તો. કુદરતી સંપદા પાણી, રેતી, માનવ કલાકો સમય, વીજળી, માટી, ઈંટ, કપચી , લાકડું લોખંડ , ચૂનો પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. આ મકાનનું ડીમોલેશન કરવાં પોલીસ, અધિકારીઓ, મજૂરો પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે.

આ માટે કોણ કોણ જવાબદાર છે ?

  • શું આપણે ચોકીદારોને ચોર બનવા જનતાના પૈસે તાગડધિન્ના કરવા પગાર ચૂકવીએ છીએ.
  • જુનિયર ઇજનેર નાયબ ઇજનેર કાર્યપાલક ઇજનેર, મ્યુ. કમિશ્નર શોભાના ગાંઠીયા છે ?
  • બીપીએમસી એકટ, રેરાં એકટ, આરટીઆઇ એકટ માત્ર પોથીમાંનાં રીંગણાં જોખવા માટે છે ?
  • ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નગર સેવકોની,નેતાઓની ફરજ શું છે ?
  • આવા સંજોગોમાં જનતાના મત વોટ ની કિંમત કેટલી ?
  • ગેરકાયદેસર પ્રતિબંધિત વિસ્તારમાં રોડ ટચ બિલ્ડિંગ બંધાતી હોય તો અઘિકારીઓ આંધળા છે? બિકાઉ છે? પ્રજાદ્રોહી છે ? હરામનો પગાર ખાય છે ?
  • વારંવાર નામદાર ગુજરાત હાઈકોર્ટ ફટકાર ઉપર ફટકાર લગાવી જાય છે.
  • સુરત મહાનગર પાલિકાના નગરસેવકો ચુપ ચાપ મીંદડી કેમ બની જાય છે ?

શું સરકારી વકીલો ગૂજરાત હાઈકોર્ટમાં મફત વિના મૂલ્યે કેસ લડે છે ? સુરત મહાનગર પાલિકાના કારભાર, વહિવટ કે ગેર કાયદેસર વેપલાનો બચાવ કરવા વકીલો પાછળ ખર્ચ થાય છે અને આરોપી અઘિકારીઓ જનતાના પૈસે ચારચક્રી એસી વાહનો લઈ અદાલતમાં હાજર થાય છે . આંટા ફેરા ફરે છે. કોના બાપની દિવાળી?

આવાં કપરા સમયમાં જનહિત અરજી કરનારની સલામતી કેટલી ?

જો કોઈ પણ સાચા આરટીઆઇ કાર્યકર્તા મિત્ર અને જન સેવક ઉપર હુમલો કરવામાં આવશે, ધમકી આપવામાં આવશે, તો આરટીઆઇ એકટ રીફોર્મ મૂવમેન્ટ ગુજરાત ઈન્ડિયાના હજારો આરટીઆઇ કાર્યકર્તા અને સમર્થક, વકીલો હવે ચુપ નહીં રહે !

દિપક પટેલ
શિક્ષક સુરત.
જનતા દરબાર સંયોજક ગુજરાત.
RTI ACT Reform Movement Gujarat India.
૯૯૦૪૦ ૧૨૧૬૯

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!