Monday, September 26, 2022
Home Gujarat માલધારી સમાજની દૂધ હડતાળ : એક ગામમાં દૂધ ભેગું કરી બનાવી ખીર

માલધારી સમાજની દૂધ હડતાળ : એક ગામમાં દૂધ ભેગું કરી બનાવી ખીર

  • મોડી રાત્રે દૂધ લેવા લોકોએ લાઇન લગાવી 
  • દૂધ વેચાણ કરતાં લોકોની દુકાનો પર તોડફોડ 
  • તાપી નદીમાં દૂધ વહાવ્યુ 

પશુ નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ દ્વારા આજે દૂધ વિતરણ બંધ રાખવામાં આવ્યું છે અને વિરોધનાં પગલે અમુક માલધારીઓ દ્વારા દૂધ ઢોળી વિરોધ કરવામાં આવ્યો. દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત થતાં મોડી રાત્રે લોકો દૂધ લેવા નીકળી પડ્યા હતા, દુકાનો પર જાણે માનવ મહેરામણ ઊમટ્યું હતું. આજે સવારથી જ સુરત, રાજકોટ, બોટાદ , ભાવનગરમાં અમુક માલધારીઓ દ્વારા દૂધ ઢોળી વિરોધ નોંધાવાઈ રહ્યો છે.

- Advertisement -

તો બીજી બાજુ દૂધ વેચાણ કરતાં લોકોની દુકાન પર તોડફોડ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં દૂધ વેચતા વેપારીઓની દુકાનોએ દૂધના કેરેટ તોડી નાંખ્યા, દૂધની થેલીઓ ફાડી નાખવામાં આવી તો ક્યાંય દૂધમાં લીંબુ નાખી દેવામાં આવ્યા આ કારણે દૂધ વિક્રેતાઓને લાખો રૂપિયાનું નુકસાન તો થયું પણ સામે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારથી ક્યાંક તાપી નદીમાં દૂધ ઢોળતો વિડીયો જોઈ રહ્યા છીએ, તો રાજકોટમાં મેટાડોર રસ્તા પર અટકાવી માલધારીઓએ દૂધ ઢોળયુ. ભરૂચમાં અંદાજે 7000 લિટર દૂધ લઈ માલધારી સમાજ નર્મદા નદીએ પહોંચ્યો હતો… આ બધા વચ્ચે એક કિસ્સો એવો પણ સામે આવ્યો કે રાજકોટ જિલ્લામાં ગૌરીદળ નામે એક ગામ છે જ્યાં માલધારી સમાજના 150 ઘર છે. તેમણે તમામ ઘરમાંથી એકઠું થયેલ દૂધ વિતરણ કરવા કે ઢોળી દેવાને બદલે ગામની વાડીએ એકઠું કર્યુ અને ત્યાં જ સમસ્ત ગ્રામજનો માટે સવારથી ખીર બનાવી..

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!