Friday, October 7, 2022
Home International બાઇડેનતંત્રમાં ભારતીયોનો દબદબો, હજુ સુધીમાં 130 ભારતીયોને મળી નિમણૂક

બાઇડેનતંત્રમાં ભારતીયોનો દબદબો, હજુ સુધીમાં 130 ભારતીયોને મળી નિમણૂક

  • વોશિંગ્ટનમાં આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ કાર્યક્રમનું આયોજન
  • બાઇડેન વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતા રાજ પંજાબી દ્વારા કાર્યક્રમને સંબોધન
  • 75 ભારતીય અમેરિકી સંગઠનો દ્વારા કાર્યક્રમનું આયોજન

 અમેરિકા ભારતીયોની બૌદ્ધિક અને વહીવટી ક્ષમતાઓનો સ્વીકાર કરે છે. તે કારણસર જ પ્રમુખ જો બાઇડેન પોતાના વહીવટીતંત્રમાં અત્યારસુધીમાં 130 જેટલા ભારતીયોને નિમણૂક આપી ચૂક્યા છે. અમેરિકી વસતીમાં ભારતીયોનું પ્રમાણ માત્ર એક ટકા છે. પરંતુ અમેરિકી વહીવટીતંત્રમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ મોટું છે. અમેરિકી રાજધાની ખાતે પણ આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં રાજ પંજાબીએ બાઇડેન વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે અનેક મહત્ત્વની વાત કરી હતી. રાજ પંજાબી વ્હાઇટ હાઉસની સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને જીવ રક્ષાના વરિષ્ઠ નિયામક પદે ફરજ બજાવે છે. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે અમેરિકી સરકારના મહત્ત્વના પદ પર નિમણૂક પામેલા ભારતીય મૂળના અમેરિકીઓની યાદીનું પઠન કર્યું હતું. પંજાબીએ જણાવ્યું કે પ્રમુખ બાઇડેને પોતાના વહીવટીતંત્રમાં 130 ભારતવંશીઓને સ્થાન આપ્યું છે. આ ગૌરવની વાત છે.

- Advertisement -

75 ભારતીય અમેરિકી સંગઠનો દ્વારા કાર્યક્રમનું આયોજન

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 75 જેટલા ભારતીય-અમેરિકી સંગઠનોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં યૂએસ ઇન્ડિયા રિલેશનશિપ કાઉન્સિલ, સેવા ઇન્ટરનેશનલ, એકલ વિદ્યાલય ફાઉન્ડેશન, હિંદુ સ્વયંસેવક સંઘ, યૂએસ ઇન્ડિયા ફ્રેન્ડશિપ કાઉન્સિલ, સનાતન સંસ્કૃતિ માટે રચાયેલા સરદાર પટેલ કોષ સહિતના સંગઠનોનો તેમાં સમાવેશ થાય છે.

પ્રવાસી ભારતીય દેશના રાજદૂત : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાજધાનીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા બદલ ભારતીય અમેરિકી સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય અમેરિકી સમુદાય જોગ એક સંદેશામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રવાસી ભારતીયો દેશના રાજદૂત છે. તમામ સંસ્કૃતિનું સન્માન કરીને બેજોડ પ્રદાન કરીને સમાજને સમૃદ્ધ કર્યો છે અને ભારતીય મૂલ્યોનો ફેલાવો કર્યો છે.

- Advertisement -

નેધરલેન્ડના અમેરિકી રાજદૂતપદે શેફાલી રાજદાનની વરણી

તે અરસામાં અમેરિકી સેનેટે ભારતીય મૂળના શેફાલી રાજદાન દુગ્ગલની વરણી નેધરલેન્ડના રાજદૂતપદે કરી છે. 50 વર્ષના રાજકીય કાર્યકર્તાની આ નિમણૂકને સેનેટે ધ્વનિમતે બહાલી આપી હતી. કાશ્મીરી પંડિત રાજદાન દુગ્ગલનો જન્મ હરિદ્વારમાં થયો હતો. બે વર્ષના હતા ત્યારે કુટુંબ સાથે પિટ્સબર્ગ પેન્સિલ્વેનિયા પહોંચી ગયા હતા. પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પરિવાર સિનસિનાટી સ્થાયી થયો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઇરાનમાં હિજાબ આંદોલનમાં મુર્દાબાદના નારા,સ્કૂલની વિદ્યાર્થીઓ જોડાયા

મહિલાઓનો અવાજ સાંભળવા સરકાર તૈયાર નથીવિશ્વના વિવિધ દેશો સુધી પહોંચી આંદોલનની ઝાળચાર સપ્તાહ પછી મૃત્યુઆંક 92એ પોંહચ્યોઇરાનમાં 22 વર્ષની યુવતીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં...

એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો

બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતીન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી ભારતીય વિદ્યાર્થીઓ સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર થાય ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલા કેન્દ્રીયપ્રધાન એસ.જયશંકરે પોતાના...

તાઈવાને ચીનના 33 વિમાનો અને યુદ્ધ જહાજોને ટ્રેક કર્યા,ડ્રેગનની ઘૂસણખોરી

33 ચીની લશ્કરી એરક્રાફ્ટ અને 4 નૌકાદળના જહાજો કર્યાતાઈવાનના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી જવાબમાં તાઈવાને રેડિયો ચેતવણી જારી કરી યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!