Saturday, October 1, 2022
Home Sports ફૂટબોલ સ્ટાઇલમાં T20 ક્રિકેટની તસવીર બદલાશે, હવે IPLમાં 15 ખેલાડી રમશે

ફૂટબોલ સ્ટાઇલમાં T20 ક્રિકેટની તસવીર બદલાશે, હવે IPLમાં 15 ખેલાડી રમશે

  • ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં 11 પ્લસ બે ખેલાડીઓ સાથેનો એક્સ ફેક્ટર નિયમ અમલમાં છે
  • 14મી ઓવર પહેલાં કોઈ પણ ટીમ અમ્પાયરને જાણ કરી ઇમ્પેક્ટ પ્લેયરને મેદાનમાં ઉતારી શકે છે
  • સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નવો નિયમ લાગુ પડશે, બહાર ગયેલો ખેલાડી પાછો રમી શકશે નહીં

ક્રિકેટનો રોમાંચ વધારવા માટે તમામ ક્રિકેટ બોર્ડ અને આઇસીસી સતત અખતરા કરતા રહે છે. બીસીસીઆઇ ટૂંક સમયમાં નવો નિયમ અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. આ નિયમ અનુસાર પ્રત્યેક મેચમાં બન્ને ટીમના સુકાની પ્લેઇંગ ઇલેવનના 11ના બદલે 15 ખેલાડીઓના નામ મેચ માટે આપશે. આ નિયમને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઓળખવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં આ નિયમ બીસીસીઆઇની ડોમેસ્ટિક ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તેની રમત તથા પરિણામ ઉપર થનારી અસરની સમીક્ષા કરીને તેને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ આઇપીએલમાં પણ તેનો અમલ કરવામાં આવશે. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ સફળ રહેશે તો આઇસીસી પણ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેને મંજૂરી આપી શકે છે. બીસીસીઆઇએ તમામ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનને આ બાબતની જાણકારી આપી છે અને તેમાં જણાવ્યું છે કે ટી20ની લોકપ્રિયતામાં વધારો કરવા માટે કશુંક નવું થવાનું છે જે ફોર્મેટને વધારે રોમાંચક બનાવશે.

- Advertisement -

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નવો નિયમ લાગુ કરાશે

બીસીસીઆઇની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો પ્રારંભ 11મી ઓક્ટોબરથી થઈ રહ્યો છે અને આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની ટી20 બિગ બેશ લીગમાં આ પ્રકારનો નિયમ છે. જોકે તેને એક્સ ફેક્ટર તરીકે નામ આપવામાં આવ્યું છે. આ નિયમ અનુસાર પ્રત્યેક ટીમમાં 13 ખેલાડીઓ હોય છે અને ટીમની જરૂરિયાત મુજબ કોચ અને સુકાની કોઈ એક ખેલાડીને 10મી ઓવર પહેલાં બદલી શકે છે. જોકે જે ખેલાડીએ બેટિંગ ના કરી હોય અને એક ઓવર કરતાં વધારે ઓવર ના કરી હોય તેના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર મેદાનમાં આવી શકે છે.

ઇમ્પેક્ટ બોલર ચાર ઓવર બોલિંગ કરી શકશે

ફિલ્ડિંગ ટીમ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કોઈ બોલરને સામેલ કરશે તો તેને પૂરી ચાર ઓવર બોલિંગ કરવાની મંજૂરી મળશે. તેણે જે ખેલાડીનું સ્થાન લીધું હશે તેણે કેટલી ઓવર નાખી હતી તેનાથી કોઈ ફરક પડશે નહીં. ફિલ્ડિંગ ટીમ 14મી ઓવરે બોલરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારે તો તે 14, 16, 18 તથા 20મી ઓવર પણ નાખી શકશે. 14મી ઓવર બાદ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થશે નહીં.

- Advertisement -

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ શું છે ?

બન્ને ટીમના સુકાની ટોસના સમયે પોતાની પ્લેઇંગ ઇલેવનના 11 ખેલાડીઓની અદલાબદલી કરશે અને ચાર સબસ્ટિટયૂટ ખેલાડીઓના પણ નામ આપશે. આ ચાર ખેલાડીઓમાંથી કોઈ એકને મેચ દરમિયાન ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરી શકાશે. જે ખેલાડી બહાર જશે તે સબસ્ટિટયૂટ બની જશે અને બાકીની મેચ ઇમ્પેક્ટ પ્લેયર રમશે. મેચ દરમિયાન ફિલ્ડિંગ ટીમ પણ આ નિયમનો ઉપયોગ કરી શકશે. ફિલ્ડિંગ ટીમના સુકાની અથવા બેટિંગ ટીમના મેનેજમેન્ટે ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરતાં પહેલાં અમ્પાયરને માહિતી આપવી પડશે. બન્ને ટીમ 14મી ઓવર પહેલાં ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!