Tuesday, September 27, 2022
Home National કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ભેટ આપવાની તૈયારીમાં સરકાર, ટૂંક સમયમાં થશે જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓને ડબલ ભેટ આપવાની તૈયારીમાં સરકાર, ટૂંક સમયમાં થશે જાહેરાત

  • સામાન્ય રીતે સરકાર દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે
  • છેલ્લે માર્ચ 2022માં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કરાયો હતો
  • 28 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં DAને લઈ મોટો લેવાઈ શકે છે

કેન્દ્રીય કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા DAમાં વધારાને છ મહિના વીતી ગયા છે. હવે કર્મચારીઓ કેન્દ્ર સરકાર પાસેથી તેમના પગારમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. દરમિયાન ઓગસ્ટમાં મોંઘવારી દર ફરી એકવાર સાત ટકા પર પહોંચી ગયો છે. આનાથી ડીએમાં વધારાને લઈને કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે, કેન્દ્ર સરકાર આ મહિનાના અંતમાં કર્મચારીઓને ડબલ ગિફ્ટ આપી શકે છે. અહેવાલ છે કે, સરકાર આ મહિને યોજાનારી કેબિનેટ બેઠકમાં ડીએ વધારવા પર મોટો નિર્ણય લઈ શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

- Advertisement -

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ તેની જાહેરાત થવાની ધારણા છે. મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગાર માળખાનો એક ભાગ છે. સરકાર આ મોંઘવારી ભથ્થુ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ પેન્શનરોને આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 28 સપ્ટેમ્બર 2022ના રોજ કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સરકાર ડીએ વધારવાનો નિર્ણય લઈ શકે છે.

DAમાં દર છ મહિને કરાય છે ફેરફાર

સામાન્ય રીતે સરકાર દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરે છે. છેલ્લી વખત માર્ચ 2022માં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે ડીએ મળી રહ્યો છે. સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાથી દેશના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે.

- Advertisement -

બાકી DA પર પણ નજર

એક તરફ કર્મચારીઓ ડીએમાં વધારાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, તેઓ તેમના બાકી ડીએની ચૂકવણીની પણ રાહ જોઈ રહ્યા છે. કોવિડને કારણે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના 18 મહિનાનો ડીએ હોલ્ડ કરી દીધો હતો. કર્મચારીઓને આશા છે કે સરકાર ટૂંક સમયમાં તેમના બાકી લેણાંની ચુકવણી કરશે. જો કે, બાકી ડીએની ચૂકવણી અને વધારા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કર્મચારીઓ જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકાયેલ ડીએની ચુકવણીની સતત માંગ કરી રહ્યા છે.

કેટલો વધશે પગાર?

સરકારે નિશ્ચિતપણે સ્પષ્ટ કર્યું છે કે, 8મું પગારપંચ નહીં આવે. જો સરકાર ડીએમાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરશે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સારો વધારો થશે. ગણતરી મુજબ જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 34 ટકા મુજબ તેનું મોંઘવારી ભથ્થું 6,120 રૂપિયા થઈ શકે છે. જ્યારે 38 ટકા મુજબ આ મોંઘવારી ભથ્થું વધીને 6,840 રૂપિયા થઈ જશે. હાલમાં કર્મચારીઓનો પગાર સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!