Monday, September 26, 2022
Home National કારમાં પાછલી સીટ માટે સીટબેલ્ટ ફરજિયાતનો મામલો, સરકારે કરી તૈયારી

કારમાં પાછલી સીટ માટે સીટબેલ્ટ ફરજિયાતનો મામલો, સરકારે કરી તૈયારી

  • સરકારે પાંચ ઓક્ટોબર સુધીમાં ઓટો કંપનીઓ પાસેથી સૂચનો મંગાવ્યા
  • સરકાર ઇચ્છે છે કે નિર્માતાઓ પાછલી સીટમાં પણ એલાર્મ સિસ્ટમ ફિટ કરે
  • કારમાં બે એલાર્મ સિસ્ટમ હશે : સીટ બેલ્ટ ન પહેરવા પર બીપ સંભળાશે

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ઓટો કંપનીઓ પાસેથી અને જાહેર જનતા પાસેથી કાર અને ટેક્સીઓમાં વધારે સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા અંગે પાંચ ઓક્ટોબર સુધીમાં સૂચનો મંગાવ્યા છે. નોંધનીય છે કે સરકાર ઇચ્છે છે કે કાર નિર્માતાઓ પાછલી સીટ માટે પણ કારમા ફરજિયાતપણે એલાર્મ સિસ્ટમ ફિટ કરે તેથી તે અંગેનો ડ્રાફ્ટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે અને તેના પર લોકોના સૂચનો મંગાવાયા છે. નવી વ્યવસ્થામા પાછળનો સીટ બેલ્ટ ના પહેરવા પર અવાજની સાથે બીપ સંભળાશે. કારમાં બે સ્તરની એલાર્મ સિસ્ટમ હશે. પહેલાં તો કારનું એન્જિન સ્ટાર્ટ થતાં જ ડેશ બોર્ડ પર સીટ બેલ્ટ સંબંધિત લાઇટ સળગી ઊઠશે. બીજા સ્તર પર કાર ચાલતાં ચાર સેકંડ કે તેતી વધારે સમય સુધી બીપનો અવાજ સંભળાશે. અત્રે નોંધનીય છે કે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમા જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું મોત થયા બાદ કેન્દ્ર સરકારે કારમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. મિસ્ત્રી એક લકઝરી કારની પાછળની સીટમાં બેઠા હતાં અને તેમણે પોતાનો સીટબેલ્ટ પહેર્યો ન હતો જે જીવલેણ સાબિત થયો હતો. આ કાયદા હેઠળ પાછળની સીટનો બેલ્ટ નહીં પહેરવા પર, વાહનની ઝડપ મર્યાદા કરતાં વધારે હોય અથવા પાર્કિંગ દરમિયાન એલાર્મ વાગશે.

- Advertisement -

દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે

ભારત એ ટોચના દેશોમાં સામેલ છે જ્યાં દર વર્ષે માર્ગ દુર્ઘટનામાં અસાધારણ રીતે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘવાય છે. દેશમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે. માર્ગ દુર્ઘટનામાં મોટાભાગે દ્વિચક્રી વાહનો સામેલ હોય છે, જો કે તેમાં કાર્સની સંખ્યા પણ કોઈ કમ નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!