Saturday, October 1, 2022
Home Gujarat હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

  • વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યો
  • પહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું
  • જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ વાંધો નથી

ગુજરાત હાઈકોર્ટની પ્રક્રિયા ચલાવવા માટે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાને પણ સત્તાવાર માન્યતા આપવા અંગેની માગના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશન (જીએચએએ)ના પ્રમુખે યુ- ટર્ન લીધો છે. જીએચએએના પ્રમુખે હાઈકોર્ટ બાર એસોસિએશન, મેનેજિંગ કમિટી અને રાજ્યના તમામ બાર એસોસિએશનને પત્ર લખ્યો છે કે હાઈકોર્ટમાં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાને સત્તાવાર માન્યતા આપવાની માગ અને ચળવળને હાલ તે મોકુફ રાખે છે. પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, તેમની આ માગના લીધે જીએચએએના પ્રમુખ તરીકેની ફરજ અને તેમના વ્યક્તિગત હિત એકબીજા સાથે ટકરાય (કન્ફ્લિક્ટ ઑફ ઈન્ટરેસ્ટ) છે. તેમના પરિવારજન, મિત્રો અને સાથી વકીલોના મતે તેઓ જીએચએએના પ્રમુખ હોવાથી વ્યક્તિગત ધોરણે આ બાબત કહી શકે નહીં. તેમણે આ મુદ્દે જ્યારે જીએચએએના પ્રમુખ તરીકે ઓગષ્ટ માસમાં પહેલી વાર રાજ્યપાલને પત્ર લખ્યો ત્યારે જીએચએએના મોટા સભ્યોએ તેનો વિરોધ કરેલો. જેથી, તેમણે આ પત્ર પરત ખેંચેલો. આ પછી, સપ્ટેમ્બર માસમાં વ્યક્તિગત ધોરણે તેમણે ફરીથી આ પત્ર લખ્યો છે. જો કે, સાથી મિત્રો અને સહયોગીઓના મતે, જ્યાં સુધી જીએચએએના પ્રમુખ રહુ ત્યાં સુધી તેઓ વ્યક્તિગત ધોરણે આ પ્રકારનો પત્ર લખી ન શકે.

- Advertisement -

પત્રમાં એ પણ લખ્યું છે કે, હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર માન્યતા આપવાની માગને હાલ મોકુફ રાખુ છુ, તે વાતને જીએચએએની મેનેજિંગ કમિટી અને જનરલ બોડી ધ્યાને લે, છતાય જનરલ બોડી ઈચ્છે કે તે જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ વાંધો નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!