Saturday, October 1, 2022
Home International બ્રિટનનાં 100થી વધુ સિનેમાઘર અને શહેરોમાં સ્ક્રીન પર જોવા મળશે અંતિમસંસ્કાર વિધિ

બ્રિટનનાં 100થી વધુ સિનેમાઘર અને શહેરોમાં સ્ક્રીન પર જોવા મળશે અંતિમસંસ્કાર વિધિ

  • બીબીસી, આઇટીવી અને સ્કાય ટીવી પર જીવંત પ્રસારણ થશે
  • બ્રિટિશ સરકારે અંતિમસંસ્કાર માટે સોમવારે જાહેર રજા જાહેર કરી
  • વિશ્વભરના 500 વીવીઈઆઇપી અને 2000થી વધુ અતિથિ વેસ્ટમિંસ્ટર પહોંચે તેવી સંભાવના

બ્રિટનનાં દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ લંડન ખાતેના વેસ્ટમિંસ્ટર એબે ખાતે પૂરા રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તે પહેલાં બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કારનું બ્રિટનના લગભગ 125 સિનેમાઘરોમાં પ્રસારણ થશે. અંતિમસંસ્કરને જનતા નિહાળી શકે તે માટે પાર્ક, ચોક અને દેવળોમાં મોટા સ્ક્રીન લગાવવામાં આવશે. બ્રિટનના સાંસ્કૃતિક વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેસ્ટમિંસ્ટર એબેમાં થનારા અંતિમસંસ્કાર અને તે પહેલાં યોજાનારી અંતિમયાત્રાનું બીસીસી, આઇટીવી અને સ્કાય ટીવી પર જીવંત પ્રસારણ થશે. બ્રિટન પર સૌથી લાંબા સમયગાળા માટે રાજ કરી ચૂકેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં વિશ્વભરના દેશોના પ્રમુખ, વડાપ્રધાન અને રાજવી કુટુંબોના સભ્યો સામેલ થશે તેવી આશા સેવાઇ રહી છે. 8મી સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલ્મોરલ કિલ્લામાં મહારાણીનું અવસાન થયું હતું. તેઓ 96 વર્ષના હતા. બ્રિટિશ સરકારે અંતિમસંસ્કાર માટે સોમવારે જાહેર રજા જાહેર કરી છે. બ્રિટિશ ઇતિહાસના તાજેતરના મુખ્ય કાર્યક્રમો, જેવા કે પ્રિન્સેસ ડાયનાના અંતિમસંસ્કાર, 2012ના લંડન ઓલિમ્પિક અને શાહી લગ્નોની તુલનામાં આ કાર્યક્રમમમાં સૌથી વધુ દર્શકો પહોંચશે.

- Advertisement -

વિશ્વભરના દેશોના વડાઓ અને રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહે તેવી સેવાઈ રહી છે આશા

સૈનિકોએ મહારાણીના અંતિમસંસ્કાર વિધિ માટે કર્યું રિહર્સલ, સેંકડો લોકો રિહર્સલ જોવા ઊમટયાં

મહારાણી એલિઝાબેથને સોમવારે અંતિમસંસ્કાર આપવામાં આવશે. અંતિમસંસ્કારની તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે. શનિવારે બ્રિટનના ભૂમિદળ, વાયુસેના અને નૌકાદળના સેંકડો જવાનોએ અંતિમસંસ્કારનું રિહર્સલ કર્યું હતું. તે પ્રસંગે મહારાણીના આઠેય પૌત્ર અને પૌત્રી 15 મિનિટ સુધી તેમના કોફિન નજીક ઊભા રહ્યા હતા. રિહર્સલ માટે વિન્ડસર કેસલના લોંગ માર્ચ તરીકે ઓળખાતા પથ પર સવારે બંને તરફ સૈનિકો તૈનાત હતા. ઢોલની સાથે બેન્ડ ગુંજી રહ્યા હતા. માર્ચિગ ટુકડીઓ લયબદ્ધ રીતે પથ પર આગળ વધી રહી હતી. અંતિમસંસ્કાર વખતે સૈનિકો પરેડ પણ કરશે. વિન્ડસર કેસલથી શરૂ કરીને વેસ્ટમિંસ્ટર એબે સુધી અંતિમયાત્રા યોજાશે અને ત્યાં અંત્યેષ્ટિની કેટલીક પ્રાર્થનાવિધિ સંપન્ન થશે. પ્રાર્થના પછી લંડનની વચ્ચોવચથી પસાર થતાં મહારાણીનું કોફિન વિંડસર પેલેસ પહોંચશે. મહારાણીને તેમના પતિ ફિલિપની નજીક જ દફનાવવામાં આવશે. મહારાણીના અંતિમસંસ્કારમાં ભાગ લેવા માટે વિશ્વભરના 500 વીવીઈઆઇપી અને 2000થી વધુ અતિથિ વેસ્ટમિંસ્ટર પહોંચે તેવી સંભાવના છે.

અંતિમ દર્શન માટેની લાંબી કતારની સેટેલાઇટ તસવીર સામે આવી

- Advertisement -

મહારાણી એલિઝાબેથના કોફીનને અંતિમ દર્શન માટે વેસ્ટમિંસ્ટર એબે ખાતે મુકવામાં આવેલું છે. બુધવારે સાંજે પાંચ વાગ્યાથી જ જાહેર જનતા ચોવીસે કલાક વેસ્ટમિંસ્ટર એબે પહોંચીને અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે સવારે સાડાછ વાગ્યા સુધી જનતા અંતિમ દર્શન કરી શકે. રાણીના અંતિમ દર્શન માટે થેમ્સ નદીકિનારા સુધી કતાર પહોંચી ગઇ હતી. સમગ્ર દેશમાં વેસ્ટમિંસ્ટર એબે પહોંચીને લોકો અંતિમ દર્શન કરી રહ્યા હતા. મેક્સર ટડેકનોલોજીની મદદથી આ લાંબી કતારની સેટેલાઇટ તસવીર પણ સામે આવી ચુકી છે. તસવીરો કહે છે કે લોકો રાતની કડકડતી ઠંડીમાં પણ કતારમાં ઉભા રહીને પ્રતિક્ષા કરી રહ્યા હતા.લોકોરોડો ખાતેની સ્પેસ ટેકનોલોજી કંપની મેક્સર ટેકનોલોજીસે તેણે ઝીલેલી સેટેલાઇટ તસવીરો ટ્વિટર પર પણ મુકેલી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!