Wednesday, September 28, 2022
Home Gujarat સિવિલમાં ડૉક્ટર સાથે બોલાચાલી થતા પૂર્વ સિક્યુરિટી ગાર્ડે હુમલો કર્યો

સિવિલમાં ડૉક્ટર સાથે બોલાચાલી થતા પૂર્વ સિક્યુરિટી ગાર્ડે હુમલો કર્યો

  • સિવિલમાં ગાર્ડ તેની પત્નીની સારવાર માટે આવ્યો હતો
  • સિક્યુરિટી ગાર્ડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પૂર્વ ગાર્ડ સામે ફરિયાદ કરી
  • આરોપી અગાઉ સિક્યુરિટી ગાર્ડ તરીકે સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતો હતો

અસારવા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ સિક્યુરિટી ગાર્ડ પત્નીની સારવાર કરાવવા માટે પહોંચ્યો હતો ત્યારે ટ્રોમા સેન્ટરમાં સર્જીકલ વોર્ડમાં બે તબિબ સાથે પૂર્વ સિક્યુરિટી ગાર્ડે ઝઘડો કર્યો હતો. જેમાં તેણે એક તબિબને મારમાર્યો હતો. તબીબને મારમારતા અન્ય તબિબોએ થોડાસમય માટે કામગીરી બંધ કરી દિધી હતી પરંતુ ઉચ્ચ તબિબોએ સમજાવતા તમામ તબિબો કામગીરી ફરીથી ચાલુ કરી હતી. આ અંગે સિક્યુરિટી ઓફિસરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પૂર્વ સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

નોબલનગરમાં રહેતો ગિરવતસિંહ લસેસિંહ સિસોદીયા છેલ્લા આઠ વર્ષથી સિક્યુરિટી ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ સાંજ ટ્રોમા સેન્ટર ખાતે રાઉન્ડમાં ગયા હતા ત્યારે તેમને તેમના સુપરવાઇઝર લકીએ મેસેજ મળ્યો કે, ટ્રોમા સેન્ટરના સર્જીકલ વોર્ડ નંબર 8 ખાતે કલ્પેશ રાવત તેની પત્નીની સારવાર કરાવવા માટે આવ્યો છે તેને ડૉકટર સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો છે. જેથી લકી અને ગિરવતસિંહ બન્ને તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો. જ્યાં કલ્પેશ રાવતે ડૉકટર અક્ષય પારખીયા સાથે બોલાચાલી કરીને મારમાર્યો હતો. બાદમાં ડૉ.અભિજ્ઞાન વચ્ચે પડીને ડૉ.અક્ષય પારખીયાને બચાવી રહ્યા હતા ત્યારે પણ કલ્પેશ રાવતે તેઓની સાથે પણ ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન સિક્યુરિટી ગાર્ડો ત્યાં પહોંચીને કલ્પેશ રાવતને પકડી પાડયો હતો. ગિરવતસિંહે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. આ અંગે ગિરવતસિંહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કલ્પેશ રાવત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને તેની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે, આરોપી અગાઉ સિક્યુરિટી ગાર્ડ તરીકે સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!