Saturday, October 1, 2022
Home Sports વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 'ધ ઓવલ' ખાતે યોજાશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 'ધ ઓવલ' ખાતે યોજાશે

  • WTC 2023ની ફાઈનલ લોર્ડ્સની જગ્યાએ ‘ધ ઓવલ’માં યોજાશે
  • જૂન 2023માં ટોચની બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ
  • WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા ટોપ પર

ICC એ નક્કી કર્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ ક્યાં યોજાશે. ICCએ જાહેરાત કરી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ લોર્ડ્સમાં નહીં પણ ‘ધ ઓવલ’ ખાતે યોજાશે. ફાઈનલ જૂન 2023માં રમાશે.

- Advertisement -

ICCએ કરી જાહેરાત

ICC એ નક્કી કર્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ ક્યાં રમાશે. ICCએ જાહેરાત કરી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ લોર્ડ્સમાં નહીં પણ ‘ધ ઓવલ’ ખાતે યોજાશે. ફાઈનલ જૂન 2023માં રમાશે. તે જ સમયે, 2025 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લોર્ડ્સમાં યોજાશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પટનમાં રમાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમનો વિજય થયો હતો. હવે ICCએ જાહેરાત કરી છે કે 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલમાં રમાશે. અગાઉ 2004 અને 2017માં ICC ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઈનલ ‘ધ ઓવલ’ના મેદાન પર રમાઈ હતી.

- Advertisement -

WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકા ટોપ પર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ના WTC પોઈન્ટ ટેબલની વાત કરીએ તો અત્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 અને નંબર 2 પર છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 70 ટકા છે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમની જીતની ટકાવારી 60 ટકા છે.

ભારતીય ટીમ ચોથા સ્થાન પર

ત્રીજા નંબર પરની ટીમ શ્રીલંકા છે, જેણે 53.33 ટકા જીત મેળવી છે. ભારતીય ટીમ ચોથા સ્થાન પર છે જેણે અત્યાર સુધી 52.08 ટકા મેચો જીતી છે. જ્યારે પાકિસ્તાન 51.85 ટકા સાથે પાંચમા સ્થાને છે. જો કે, હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ શકે છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!