Wednesday, September 28, 2022
Home Gujarat ખેડુત ભાણેજની દવા લેવા ગયાને પાછળથી અજાણ્યા ઈસમો હાથફેરો કરી ગયા

ખેડુત ભાણેજની દવા લેવા ગયાને પાછળથી અજાણ્યા ઈસમો હાથફેરો કરી ગયા

  • બાદરગઢ ગામમાં ધોળાદિવસે બંધ મકાનમાંથી 8 લાખની મતાનો સફાયો
  • રોકડ 2.85 લાખ, સોના, ચાંદીના દાગીના સહિતના મુદામાલનો હાથફેરો
  • અન્ય એક ઘટનામાં ચિત્રોડ ગામે ધોળાદિવસે થઇ હતી 10 લાખની મતાની ચોરી

રાપર તાલુકાના બાદરગઢ ગામે રહેતા વૃદ્ધ ખેડુત ભાણેજીની દવા લેવા રાપર ગયા હતા. જ્યારે તેમની પત્ની પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા. ત્યારે માત્ર અઢી કલાકના સમયગાળામાં ધોળાદિવસે કોઈ અજાણ્યા ઈસમો તેમના બંધ મકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ દરવાજાનુ તાળુ તોડી અંદર રાખેલ પતરાંની પેટીઓમાંથી રોકડ 2.85 લાખ તથા સોના, ચાંદીના દાગીના વગેરે મળી કુલ્લે રૂપિયા 8 લાખની માલમતાનો સફાયો કરી તસ્કરો પલાયન થઈ જતા ખાખીમાં દોડધામ મચી ગઈ છે.

- Advertisement -

રાપર તાલુકાના ચિત્રોડ ગામે ધોળાદિવસે બંધ મકાનમાંથી 10 લાખની મતાની ચોરીનો બનાવ સપાટી પર આવ્યો હતો. આ ઘટનાનો હજુ કોઈ તાગ મળ્યો નથી. તેવામાં રાપર તાલુકાના વધુ એક ગામમાં ખેડુતના ઘરમાંથી લાખોની માલમતાનો સફાયો કરી જવાનો બનાવ પ્રકાશમા આવતા વાગડ પંથકમાં પોલીસની ધાક ઓસરી રહી હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે. રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત સોમવારના સવારના 11 થી બપોરના 1:30 વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો હતો.

બાદરગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા દેવા માંડણ વેરાત (પટેલ) જેઓ પુત્રી સાથે ભાણેજીની દવા લેવા રાપર ગયા હતા. તેમની પત્ની પશુઓ માટે ઘાસચારો લેવા ખેતરે ગયા હતા. પાછળથી કોઈ અજાણ્યા ઈસમો તેમના બંધ મકાનમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેસ કરી લીધો હતો. ત્યારબાદ મકાનમાં રાખેલ રોકડ 2.85 લાખ તથા સોનાનો હાર 40 ગ્રામનો, સોનાનો દોરો 40 ગ્રામનો, સોનાનો 10 ગ્રામનો સિક્કો, કાનની બુટી, વેડલા, ઠોરીયુ, નાકનુ ફુલ, બે વીંટી, ચાંદીના 500 ગ્રામના કડલા, ઝાંઝરી, પોચી, ચાંદીના 2 સિક્કા, કેડનો ઝુડો વગેરે મળી કુલ્લે રૂપિયા 8,00,000 ની માલમતાનો સફાયો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતા રાપર પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. જે અંગે પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!