Wednesday, September 28, 2022
Home National MMS કાંડ: વીડિયો બનાવનાર વિદ્યાર્થિનીનો ખુલાસો, દબાણ હેઠળ વીડિયો બનાવ્યો

MMS કાંડ: વીડિયો બનાવનાર વિદ્યાર્થિનીનો ખુલાસો, દબાણ હેઠળ વીડિયો બનાવ્યો

  • આરોપીના કહેવા પર MBA સ્ટુડન્ટે અન્ય યુવતીઓના વીડિયો મોકલવાનું શરૂ કર્યું
  • 6 યુવતીએ પહેલા આ મામલો વોર્ડન રાજવિંદર કૌર સામે ઉઠાવ્યો
  • મેનેજર રિતુ રનૌત સામે મામલો ઉઠાવવામાં આવ્યો

ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓના વીડિયો લીક થવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. આરોપી સની મહેતા અને તેનો મિત્ર રંકજ વર્મા એમબીએના વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી રહ્યા હતા કે તેઓ તેનો વીડિયો વાયરલ કરશે. સની મહેતાના કહેવા પર આ વીડિયો MBAના વિદ્યાર્થિનીએ પોતે મોકલ્યો હતો. બંને આરોપીઓ એમબીએ સ્ટુડન્ટ પર અન્ય છોકરીઓના વીડિયો બનાવીને મોકલવા માટે દબાણ કરતા હતા અને ધમકાવતા હતા કે જ તેણે બીજા વીડિયો ન મકલ્યા તો તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દેશે અને તેને બદનામ કરી દેશે.

- Advertisement -

આરોપીના કહેવા પર MBA સ્ટુડન્ટે અન્ય યુવતીઓના વીડિયો મોકલવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે આ વિદ્યાર્થિનીની વીડિયો બનાવી રહી હતી ત્યારે 6 યુવતીઓએ તેને રંગે હાથ ઝડપી પાડી હતી. આ પછી યુવતીઓએ તેને પૂછ્યું કે તે વીડિયો કેમ બનાવી રહી છે?

વીડિયો બનાવનાર વિદ્યાર્થિનીએ આ વાતનો ખુલાસો કર્યો

આ પછી, MBA વિદ્યાર્થિનીએ દાવો કર્યો કે તેણીએ દબાણ હેઠળ વીડિયો બનાવ્યો હતો, પરંતુ પછીથી તેને ડીલીટ કરી દીધા બાદમાં તેણે જણાવ્યું કે તેને આરોપીઓએ આમ કરવાનું કહ્યું હતું. જોકે, શરૂઆતમાં તેણે કહ્યું હતું કે તે કોઇને ઓળખતી નથી. પુછપરછ બાદ તેણે શિમલામાં પોતાની બેકરી ચલાવતા સની મહેતાનો ફોટો બતાવ્યો.

આ 6 યુવતીએ પહેલા આ મામલો વોર્ડન રાજવિંદર કૌર સામે ઉઠાવ્યો, જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. બાદમાં મેનેજર રિતુ રનૌત સામે મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે રિતુએ આરોપી યુવતીને આ વિશે પૂછ્યું તો તેણે સ્વીકાર્યું કે તેણે વીડિયો બનાવ્યો છે. બાદમાં રિતુની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેણે આ વીડિયો ડિલીટ કરવા કહ્યું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મોબાઈલ કબજે કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ દિલ્હી-મુંબઈમાં બેઠેલા કેટલાક લોકો સાથે ફોન પર વાત પણ કરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!