Monday, September 26, 2022
Home Gujarat આગામી ચુંટણી નાં જંગ માટેનો શંખનાદ થઈ ચૂક્યો છે

આગામી ચુંટણી નાં જંગ માટેનો શંખનાદ થઈ ચૂક્યો છે

ચુંટણી માં ત્રણેય પાર્ટીઓ ઉપરાંત નડવા કે મત કાપવાની ટીમો મેદાનમાં ઉતારશે

કોણે શું મેળવ્યું ને કોણે શું ગુમાવ્યું તેના લેખા જોખા માં ઉછળકુદ

ચુંટણી પહેલાં હાર્દિકને ગુમાવનારા ગુમાવ્યા પછી સુખી નથી, ને હાર્દિક ને મેળવનારા પ્રાપ્ત થયા પછી સુખી નથી, કારણ ભાજપ બે ખેમામાં વહેંચતી દેખાય છે, તેમાં અમુક નો ટાર્ગેટ હાર્દિક છે,ને અમુક ને હાર્દિક માં ભાવિ નેતૃત્વ દેખાય છે. જોકે હાર્દિક પાસે અપેક્ષા રાખનારા ને આજે નહિ તો કાલે ફાયદો થવાનો છે,અહી નહિ તો બીજા રાજ્યમાં ફાયદો થવાનો છે, જેના સાહસ કર્યું તેનું લોંગ વિજન છે. સમય બદલાય છે,આજે ખરાબ તો કાલે સારો આવવાનો છે,જેને કામ કરવાની આદત છે, તેનું અસ્તિત્વ કોઈ ભૂસી શકતું નથી. પરંતુ આજકાલ મીડિયા ને સ્પેશિયલ ડ્યુટી માત્ર પાટીદાર સમાજના વિભાજન ની સોંપવામાં આવી હોય તેવી ડીબેટો સાંભળવા મળે છે…

હાર્દિકનો ભાજપ પ્રવેશ જો કેસ પરત ખેંચવા માટે હોય તો અગાઉ ભાજપ ના મંત્રીઓ ઉપરના કેસ વર્ષોથી પેન્ડીગ છે,જેનો નિકાલ થયો નથી, જો આ કેસ પરત ખેંચી ભાજપ વચન પાળે તો હાર્દિક ને ભાજપ માં મોટો થતાં કોઈ રોકી નહિ શકે.. પાટીદાર સમાજ માં ચાલે તેવું નવું નેતૃત્વ હાર્દિક માં જોનારા નું આ સાહસ છે.

ભાજપને આપમાં ઉમેરો થઈ રહ્યો છે, ને કોંગ્રેસ ગુમાવતી જાય છે

- Advertisement -

ચુંટણી ની સ્થિતિ “ભેંશ ભાગોળે ને છાશ સાગોળે” તેવી છે,પરંતુ વર્ષો થી સત્તા હોય,સૌથી મોટું સંગઠન હોય, છતાં ભાજપ માં દરેક ચુંટણી ભરતી મેળો યોજાય છે, જ્યારે કોંગ્રેસ સંગઠન નહિવત છે,છતાં દરેક ચુંટણી એ કોંગ્રેસ છોડી જનારા ની સંખ્યા મોટી હોય છે, જોકે કોંગ્રેસ માં ક્યારેય ભરતી આવી નથી,ઓટ બારે ને ચારે હોય છે.પરંતુ એક આશા બચી છે,નરેશ પટેલ ને મેળવવા માં હાર્દિક પટેલ ગુમાવ્યા નું નુકસાન કેટલું..? આગામી પરિણામો નક્કી કરશે..નરેશ પટેલ હવે કોંગ્રેસ માં આવે તે વાત ઝાંઝવા ના જળ બની ચૂકી છે..ત્યારે કોંગ્રેસ છોડી ભાજપ માં ગયેલા નેતાઓ ને ટિકિટ ન મળે તો કદાચ ઘર વાપસી કરે,તે આવક એટલો વકરો છે..!!

જોકે ભાજપમાંથી અવગણયેલા ક્યારેય ભાજપ છોડતા નથી, નિવૃત્ત થાય છે, પાર્ટી ની સેવા કરે છે, જ્યારે કોંગ્રેસે ગુમાવેલા પરત આવે તો..!!! ફાયદો લેવા જતા ગેરફાયદો પણ થઈ શકે.આયારામ ગયારામ ઉપર પ્રજા કેમ ભરોસો કરે..?? મહેશ સવાણી નો આપ ને ખૂબ મોટો ફાયદો થયો છે, એમણે જેટલા ખેસ પહેરાવ્યા તે આજે પણ આપ માં છે,જો આઠ દસ મોટા માંથાઓ અથવા જ્ઞાતિ કે સમાજ ના પ્રભુત્વ વાળા આગેવાનો જો આપ માં મળી જાય કે ભળી જાય તો આપ સત્તા માં પહોંચવા પૂરી તાકાત લગાવશે.

જો અને તો ના ગણિત કોનાં માટે ફાયદો કરાવે તે જોવું રહ્યું

સૌરાષ્ટ્રની ૫૨ સીટ ભાજપ કે કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે, ને આપ ને મેળવે એટલો નફો છે. ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓ મૂળ સૌરાષ્ટ્ર ના છે, કોઈ પણ પાર્ટી સુરત માં મજબૂત હોય તો સૌરાષ્ટ્ર માં પણ મજબૂત થાય છે,એક ઘર ગામડે તો ચાર ઘર સુરત માં છે, વતન ની ચિંતા કાયમ કરે છે, એટલે ગામડા ઉપર સુરત નું પ્રભુત્વ છે, આપ માં પણ સતત લોકો જોડાઈ રહ્યા હોવાથી ભરતી મેળો લાગ્યો છે, રાજકોટ, અમદાવાદ, મહેસાણા કે ભરૂચ રેલીઓ, સભાઓ જોતા આપ સૌથી મોટી મહેનત કરી મોટી દેખાઈ રહી છે, આ મહેનત ને આયોજન સામે ભાજપ પણ ફિફા ખાંડે છે.

આ ભક્ત મીડિયાને પાટીદારોએ ખભે બેસાડવાની જરૂર નથી

કોંગ્રેસ ને બે બાજુથી તૂટવા નો ડર છે,પણ હાર્દિક કે કુંવરજી ભાઈ બાવળીયા ની સ્થિતિ જોતાં ફરી કોંગ્રેસ તરફ કોઈ જુવે એવું લાગતું નથી, સી.એમ પદ ના ઉમેદવાર બનીને પણ સારા લોકો કોંગ્રેસ માં આવે તે આશા ઠગારી નીવડી છે, અને ભાજપ સત્તા માટે બધુજ કરે, મુખ્ય મંત્રી નો ચહેરો નરેશ પટેલને ભાજપ બનાવી શકે. જ્યારે કોંગ્રેસ માં ૨૦ વર્ષ પહેલાં આખી પાર્ટીઓ વિલીન કરી જોડાયેલા આજે પણ જેતે નામે ઓળખાય છે, આ રાજપા, આ જનતા દળ..!!!

દિલ્હીથી ટેકલ થતું મીડિયા ફરી પાટીદારોને ટાર્ગેટ બનાવી રહ્યું છે

- Advertisement -

હવે ભક્ત મીડિયા એ હિન્દુ મુસ્લિમ, પાટીદાર માંથી બહાર નીકળી ૨૭ વર્ષ ના ભાજપ શાસન નો વિકાસ, વિનાશ નું સત્ય તેમજ કોંગ્રેસ ની દશા, કે માનસિકતા,જૂથબંધી, કે આશાવાદ માટે બોલવા નો સમય પાકી ગયો છે, લોકો ને આંખે પાટા બાંધવાનું કામ રાજકીય નેતાઓ અને પાર્ટીઓ નું છે,મીડિયા એ ખજાના માંથી સત્ય બહાર કાઢવા ની જરૂર છે, મતદાર ની સ્થિતિ “દૂધ નો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે” તેવી છે, એક વાર નહિ અનેક વાર છેતરાયો છતાં કોંગ્રેસ તરફ નથી ઢળ્યા તેમાં હજુ કોંગ્રેસ માં ભય દેખાય છે.

બંને મોટા ને જૂના પક્ષો બે ત્રણ દસકા ની થઈ છે,ત્યારે જૂના નું બધુજ લોકો જાણે છે,પરંતુ આપ નવું છે,જ્યાં સત્તામાં છે, ત્યાં બંને નો સફાયો કર્યો છે,પણ પોતાના વચનો ના અમલ માં સૌથી સારું નામ અને કામ છે,પણ ગુજરાત એ નેતાઓ થી અજાણ છે, સ્થાનિક નેત્રવતવ ના આધારે કદ વધતું જાય છે, પણ દિલ્હી ના નેતાઓ ના કાર્યક્રમો વધતા જાય છે, ભીડ અપેક્ષા કરતાં વધુ થાય છે,જે કાર્યકર્તાઓ નો હોસલો મજબૂત કરે છે.. સી.આર પાટિલે કરેલ નિવેદન કેજરીવાલે વ્યાજ સહિત પાછું આપ્યું છે…!!!

કોઈ પણ મુદ્દા ઊભા થાય તેની સામે ભરી પીવા ની આદત આપને છે,જ્યારે અન્ય પાર્ટીઓ દૂર ભાગે અથવા બચાવ માં ઉતરે છે, કેજરીવાલ ડંકા ની ચોટ ઉપર તેના વિરુદ્ધ થયેલ ટિપ્પણી નો જવાબ આપે છે, સામે વાળા ના શબ્દો પોતાના બનાવી લ્યે છે..!!

ભાજપમાં ખૂબ મોટા પાયે પરિવર્તન ટિકિટ સમયે આવશે, જીતવા માટે ઓછી લીડ કે વધુ સમય વાળા બદલાઈ જશે, પણ બાદ થયેલા શું નિર્ણય કરે તેના ઉપર પણ ત્રી પંખીયા માં નવા જૂની નો આધાર હશે..!!

અહેવાલ – લાભુભાઈ કાત્રોડીયા
- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!