Saturday, October 1, 2022
Home National વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે એટેક હેલિકોપ્ટર તૈનાત કરશે

વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે એટેક હેલિકોપ્ટર તૈનાત કરશે

  • હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનું નિર્માણ
  • ભારતીય વાયુ સેનાની 95 વધુ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની યોજના
  • અત્યાર સુધીમાં 9 હેલિકોપ્ટર બનાવાયા, 10 હેલિકોપ્ટર એરફોર્સને અપાશે

પાકિસ્તાનની સરહદો પર હવે એવા ઘાતક એટેક હેલિકોપ્ટર તૈનાત થવાના છે, જેનાથી દુશ્મનો બચવાની તક જ મળશે નહીં. ભારતીય વાયુસેના દેશની પશ્ચિમી સરહદને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્વદેશી ઘાતક હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રન તૈનાત કરવા જઈ રહી છે. આ હેલિકોપ્ટરનો 3 ઓક્ટોબર 2022ના રોજ તૈનાત કરાશે.

- Advertisement -

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની સ્ક્વોડ્રન તૈનાત કરાશે

ભારતીય વાયુસેના 3 ઓક્ટોબરના રોજ જોધપુર એરબેઝ પર લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની સ્ક્વોડ્રન તૈનાત કરશે. ત્યારબાદ પાકિસ્તાન સરહદની આસપાસ દેખરેખ રાખવી વધુ સરળ અને સુરક્ષિત થઈ જશે. આ હેલિકોપ્ટર આતંકવાદીઓ અને ઘૂસણખોરોને કાબૂમાં રાખવામાં મદદ કરશે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની જોધપુરમાં તૈનાત થવાથી કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ, ડિસ્ટ્રક્શન ઓફ એનિમી એર ડિફેન્સ, કાઉન્ટર ઈન્સર્જન્સી ઓપરેશન્સ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટને તોડી પાડવામાં સરળતા રહેશે અને હાઈ એલ્ટિટ્યુડ બંકર બસ્ટિંગ ઓપરેશન્સમાં મદદ કરશે.

15 હેલિકોપ્ટરમાંથી 10 એરફોર્સ, 5 ભારતીય સેનાને અપાશે

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીએ 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવા માટે 3,887 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી, જેમાંથી આ વર્ષે માર્ચમાં રૂ.377 કરોડ જારી કરવામાં આવ્યા હતા. આ ઘાતક હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને ભારતીય સેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 15 હેલિકોપ્ટરમાંથી 10 એરફોર્સ અને પાંચ ભારતીય સેનાને આપવામાં આવશે.

- Advertisement -

અત્યાર સુધીમાં 9 હેલિકોપ્ટર બનાવાયા

ભારતીય સેનાએ 1 જૂન, 2022ના રોજ બેંગલુરુમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની પ્રથમ સ્ક્વોડ્રન બનાવી ચુકી છે. જેથી LAC પાસે ચીનની હરકતો રોકવામાં મદદ મળે. આર્મી 95 વધુ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની યોજના ધરાવે છે. આ હેલિકોપ્ટર સાત અલગ-અલગ પર્વતીય વિસ્તારોમાં સાત યુનિટમાં તૈનાત રહેશે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 9 હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!