Saturday, October 1, 2022
Home Sports T20 વર્લ્ડકપમાં બે ખેલાડીઓને લોટરી, કાર્તિક 12 વર્ષ બાદ મેજર ટૂર્નામેન્ટમાં

T20 વર્લ્ડકપમાં બે ખેલાડીઓને લોટરી, કાર્તિક 12 વર્ષ બાદ મેજર ટૂર્નામેન્ટમાં

  • 12 મહિનાના ગાળામાં છ અંદર અને છ બહાર થયા
  • અર્શદીપે જુલાઈમાં, દીપક હૂડાએ ફેબ્રુઆરીમાં ડેબ્યૂ કર્યો
  • બન્ને મેજર ટૂર્નામેન્ટ માટેના સુકાની બદલાયા

BCCIએ ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષની અંત ભાગમાં રમાનારા ICC T20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ જાહેર કરી દીધી છે. પસંદગી સમિતિએ કેટલાક અનુભવી ખેલાડીઓની અવગણના કરી છે અને કેટલાક યુવાઓને સામેલ કર્યા છે. પાંચ ખેલાડીઓ એવા છે જેઓ પ્રથમ વખત વર્લ્ડકપમાં રમશે અને 10 ખેલાડીઓને 2021માં રમાયેલા વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમમાં પેસ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનો સમાવેશ થયો છે. એશિયા કપ દરમિયાન જ વર્લ્ડકપની ટીમ લગભગ પસંદ હતી. ટીમમાં બે ખેલાડીઓ એવા છે જેમણે ચાલુ વર્ષે જ T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યો હતો અને તેમને વર્લ્ડ કપની ટિકિટ મળી છે. ડાબોડી પેસ બોલર અર્શદીપે જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યો હતો અને 67 દિવસમાં તેને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો છે. તે માત્ર 11 T20 રમ્યો છે અને પસંદગી સમિતિએ તેની ઉપર મોટો જુગાર રમ્યો છે. અર્શદીપને ડેથ ઓવરના નિષ્ણાત બોલર તરીકે ગણવામાં આવી રહ્યો છે.

- Advertisement -

દીપક હૂડાને લોટરી લાગી

દીપક હૂડાને પણ લોટરી લાગી છે. તેણે ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામે T20માં ડેબ્યૂ કર્યો હતો. સાત મહિનામાં તેને મેજર ટૂર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે 12 T20 મેચમાં 48ની સરેરાશથી 293 રન બનાવ્યા છે અને ઓફ સ્પિનર તરીકે તેણે એક વિકેટ હાંસલ કરી છે. છેલ્લા એક વર્ષમાં આ બીજો T20 વર્લ્ડકપ છે. 2021ની મેજર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સુપર-12 રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ છે. ત્યારથી 12 મહિનામાં ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થયા છે. ગયા વખતે કોહલી અને આ વખતે રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. છેલ્લા વર્લ્ડ કપની ટીમના છ સભ્યોની બાદબાકી થઈ છે અને છ અન્ય ખેલાડીઓને તક આપવામાં આવી છે.

લાઇક ટૂ લાઇક રિપ્લેસમેન્ટ પર ધ્યાન આપ્યું

- Advertisement -

પસંદગી સમિતિએ વર્લ્ડકપની ટીમમાં લાઇક ટૂ લાઇક રિપ્લેસમેન્ટ ઉપર ધ્યાન આપ્યું છે. છેલ્લી વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન રમ્યો હતો અને આ વખતે દિનેશ કાર્તિક રહેશે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીના સ્થાને દીપક હૂડાને તક અપાઈ છે. લેગ સ્પિનર રાહુલ ચહરના બદલે યૂજવેન્દ્ર ચહલની પસંદગી કરાઈ છે. રાહુલ ચહર છેલ્લા વર્લ્ડ કપમાં ફ્લોપ રહ્યો હતો. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના બદલે હર્ષલ પટેલને તક અપાઈ છે. સિનિયર પેસ બોલર મોહમ્મદ શમીના સ્થાને અર્શદીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલ રમશે.

ટીમ કોમ્બિનેશનમાં પણ ફેરફાર કરાયો

2021ના વર્લ્ડ કપ માટેની ટીમમાં ચાર બેટ્સમેન, બે વિકેટકીપર, ત્રણ ઓલરાઉન્ડર, બે સ્પિનર અને ચાર પેસ બોલર પસંદ કરવામાં આવ્યા હતા. આ વખતે પસંદગી સમિતિએ ટીમમાં ચાર બેટ્સમેન, બે વિકેટકીપર, ચાર ઓલરાઉન્ડર, એક સ્પિનર અને ચાર પેસ બોલરને સામેલ કર્યા છે. બે પેસ બોલર, એક સ્પિનર અને એક બેટ્સમેન સ્ટેન્ડબાય રહેશે. આગામી વર્લ્ડ કપમાં રમનારા મોટા ભાગના ખેલાડીઓ એશિયા કપમાં રમી ચૂક્યા છે. પેસ બોલર અવેશ ખાનની બાદબાકી કરવામાં આવી છે. તેને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી T20માંથી પણ પડતો મૂકવામાં આવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!