Monday, September 26, 2022
Home Gujarat હોમ લોનની લાલચ આપી સુરતના પિતા-પુત્રએ 5 લાખની ઠગાઇ કરી

હોમ લોનની લાલચ આપી સુરતના પિતા-પુત્રએ 5 લાખની ઠગાઇ કરી

  • લોનમાંથી 16 લાખ અન્યના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા
  • પોલ ખૂલી ગઇ તો બારોબાર 5 લાખ ઉપાડી લીધા
  • ઉમરા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો

અગ્રવાલ પિતા-પુત્રએ ઉધનાના યુવકને હોમ લોન અપાવવાનો ઝાંસો આપી લોનના નાણામાંથી 16 લાખ અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. પોલ ઉઘાડી પડી જતા અગ્રવાલે 16 લાખમાંથી 5 લાખ ઉપાડી લીધા હતા. ઉમરા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો.

- Advertisement -

મળતી વિગતો પ્રમાણે ઉધના ચીકુવાડી પાસે શ્રીરામ કુટિર સોસાયટી ખાતે રહેતા ભુષણ જ્ઞાનેશ્વર પાટીલ (32) જુલાઇ 2021માં ફાયર ફાઇટિંગનું કામ કરતી એજન્સીમાં સાઇટ સુપરવાઇઝર તરીકે જોબ કરતો હતો. તે વખતે તેમની એજન્સીની સીટીલાઇટ ખાતે બેંક ઓફ બરોડાની બાજુમાં આશિર્વાદ ડેવલોપર્સના મોલમાં સાઇટ ચાલતી હતી. તે સમયે અહીંના પટાવાળા ક્રિશ સંદિપ અગ્રવાલ સાથે તેમનો પરિચય થયો હતો. ક્રિશ અગ્રવાલે મોટી મોટી વાતો કરી ભૂષણનો વિશ્વાસ કેળવ્યો હતો. ભૂષણ પાટીલે તેને હોમ લોન માટે વાત કરી હતી. લોન માટે ક્રિશે આધારકાર્ડ, પાન કાર્ડ, આઇટી રિટર્ન, મકાનની ફાઇલ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને બે ચેક લીધા હતા અને 29 લાખની લોન પણ મંજૂર કરાવી હતી અને તબક્કાવાર લોનની રકમ પણ જમા થવા લાગી હતી.

દરમિયાન ક્રિશ અને તેના પિતા સંદિપ અગ્રવાલે કેનેરા બેંકની રૂા.1.78 લાખની કૂપન હોવાની પણ વાત કરી હતી, જે કૂપન વટાવવા માટે બેંકમાં 25 લાખની બેલેન્સ જરૂરી હોવાનું જણાવ્યું હતુ. ભૂષણને વિશ્વાસમાં લેવા તેના બેંક એકાઉન્ટમાં 60 હજાર પણ જમા કરાવ્યા હતા. જોકે, ક્રિશ અગ્રવાલ અને તેના પિતા સંદિપ અગ્રવાલે લોન માટે લીધેલા ડોક્યુમેન્ટ્સ અને ચેકનો દુરૂપયોગ કર્યો હતો. ભૂષણ પાટીલના બેંક એકાઉન્ટમાં જમા થયેલા લોનના નાણમાંથી રૂપિયા 16 લાખ પાનની દુકાન ચલાવતા સુરેશ સુવરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર થતા ભૂષણ પાટીલ ચોંકી ઉઠયા હતા. સુરેશનો સંપર્ક કર્યો તો ક્રિશ અગ્રવાલે આ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું તેને જણાવ્યું હતુ.

બીજી તરફ ભોપાળું બહાર આવી જતા ક્રિશે સુરેશના ખાતામાંથી ૫ લાખ ઉપાડી લીધા હતા. બાદમાં ભૂષણે 11 લાખ સીઝ કરાવી દીધા હતા. ભૂષણ પાટીલે ફરિયાદ આપતા ઉમરા પોલીસે ક્રિશ સંદિપ અગ્રવાલ અને તેના પિતા સંદિપ અગ્રવાલ (બંને રહે- સાઇકૃપા સોસાયટી, ડીમાર્ટ પાસે) સામે ઠગાઇનો ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!