Sunday, September 25, 2022
Home Gujarat Surat : શહેરમાં ધમધમતા મુન્ના લંગડાના જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો...

Surat : શહેરમાં ધમધમતા મુન્ના લંગડાના જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

છેલ્લા ચાર મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ધમધમી રહેલા દારૂ-જુગારના ધામો પર દરોડા પાડીને સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી છે. ત્યારે ગઈ કાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના લિંબાયત વિસ્તારમાં ધમધમી રહેલા જુગાર ધામ પર દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે કરેલી રેડ દરમિયાન 26 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. જ્યારે ફરાર 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ધામ પર દરોડા

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં રામવરન ઉર્ફે  મુન્ના લંગડાના ઉપનામથી જાણીતો આ વગદાર શખ્સ તેના સાળા સન્ની ભાસ્કર પાટીલ સાથે મળી ઘણા વખતથી લિંબાયત વિસ્તારમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો હતો. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી લિંબાયત વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. મહત્વનું છે કે અહિં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 26 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે જોકે મુખ્ય સૂત્રધાર સાળા- બનેવી પોલીસના હાથ લાગ્યા ન હોઈ. જેથી આ  બંને સાથે અન્ય ફરાર બે આરોપી સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

- Advertisement -

આ ઉપરાંત જુગારધામ પરથી પોલીસે રોકડા રૂ.3.29 લાખ અને આઠ વાહનો મળી કુલ. 8.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે લિંબાયત વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ મોટાપાયે જુગાર ધામ ચાલી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મસમોટું જુગાર ધામ ચાલતું હોવા છતાં બેદરકારી રાખનાર સ્થાનિક પોલીસ ઉપર તવાઈના ભણકારા સંભળાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 4 મહિનામાં દારૂ-જુગારના જે પણ કેસ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધારે કેસ સુરત શહેર, સુરત જિલ્લો, વડોદરા શહેર, અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા હતા. જેથી આ પાંચ જગ્યાએ મોટા પ્રમાણમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ફલિત થઇ રહ્યું છે.

Surat : શહેરમાં ધમધમતા મુન્ના લંગડાના જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ દારૂ – જુગાર કે અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જણાય ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડો પાડે છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જે પણ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે તે તમામ જગ્યાઓ ઉપર સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ અગાઉ પણ સુરતના પાંડેસરામાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડીને મોટા પાયે દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરીને પગલે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે ચાલુ વર્ષે 4 મહિનામાં એટલે કે 120 દિવસમાં 124 રેડ પાડીને રૂ.6.51 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે 4 મહિનામાં જુગારના 49 કેસ કરીને રૂ.72.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આંકડા પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુજરાતમાં પ્રતિદિન દારુનો 1 મોટો કેસ કરી રહી છે જ્યારે દર અઢી દિવસે જુગારનો મોટો કેસ કરી રહી છે. ચાર મહિનામાં ટીમે દારૂ-જુગારના 173 કેસ કર્યા હતા. જેની સરખાણીમાં 2021ના વર્ષમાં આ જ ચાર મહિનામાં દારૂના 81 કેસ અને જુગારના 25 કેસ કર્યા હતા. એટલે કે ગત વર્ષ કરતા 50 ટકાથી વધુ કેસ કરવામાં આવ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યભરમાં થઈ રહેલી કામગીરીને પગલે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!