Tuesday, September 27, 2022
Home National કર્ણાટક હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

કર્ણાટક હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

  • બેન્ચે કહ્યું કે હજુ પણ જેમને લેખિત દલીલો આપવી હોય તેઓ આપી શકે છે
  • સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધનો આદેશ યોગ્ય છે કે નહીં
  • રાજ્ય સરકારે કહ્યું કે વર્ગખંડની બહાર શાળાના પરિસરમાં હિજાબ પર પ્રતિબંધ નથી


- Advertisement -


કર્ણાટક હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી દીધો છે. દસ દિવસની સુનવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધનો આદેશ યોગ્ય છે કે નહીં. દસ દિવસ સુધી ચાલેલી સુનવણી બાદ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે હિજાબ પર નિર્ણય સુનવણી પૂરી કરીને સુરક્ષિત રાખવાની જાહેરાત કરી દીધી.

બેન્ચે કહ્યું કે હજુ પણ જેમને લેખિત દલીલો આપવી હોય તેઓ આપી શકે છે. ચર્ચાનો અંત સંજય હેગડે એ એક શાયરી સાથે કરી, ‘ઉન્હેં હે શૌક તુમ્હેં બેપર્દા દેખને કો તુમ્હેં શર્મ આતી હો તો અપની આંખો પર હથેલિયાં રખ લો’: 16 ઑક્ટોબરના રોજ જસ્ટિસ હેમંત ગુપ્તા રિટાયર થઇ રહ્યા છે આથી હિજાબ પ્રતિબંધ પર નિર્ણય આની પહેલાં આવવાની આશા છે.

આની પહેલાં કેસમાં કર્ણાટક સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે રાજ્ય સરકારે હિજાબ પ્રતિબંધ વિવાદમાં કોઈપણ “ધાર્મિક પાસાં” પર સ્પર્શ કર્યો નથી અને પ્રતિબંધ ફક્ત વર્ગખંડ પૂરતો મર્યાદિત છે. રાજ્ય સરકારે કહ્યું કે વર્ગખંડની બહાર શાળાના પરિસરમાં પણ હિજાબ પર પ્રતિબંધ નથી.

- Advertisement -

રાજ્ય સરકારની તરફથી હાજર રહેલા વકીલે ભારપૂર્વક કહ્યું કે રાજ્ય એ માત્ર એટલું જ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે ગણવેશ નક્કી કરી શકે છે, જેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. કર્ણાટકના એડવોકેટ જનરલ પ્રભુલિંગ કે. નવદગીએ જસ્ટિસ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ સુધાંશુ ધૂલિયાની બેંચને કહ્યું કે ફ્રાન્સ જેવા દેશોએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાંની મહિલાઓ ઓછી ઇસ્લામિક બની નથી. નવદગીએ કહ્યું કે જ્યાં સુધી એવું બતાવવામાં ન આવે કે હિજાબ પહેરવો ફરજિયાત અને ધાર્મિક પ્રથાનો અનિવાર્ય ભાગ છે ત્યાં સુધી સંવિધાનની કલમ 25 હેઠળ રક્ષણ મળી શકે નહીં. એડવોકેટ જનરલે બેન્ચને કહ્યું કે અમે સ્કૂલની બહાર હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા નથી… સ્કૂલ પરિસરમાં પણ કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ ફક્ત વર્ગખંડની અંદર છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!