Saturday, October 1, 2022
Home Entertainment તમિલ અભિનેત્રીની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું આત્મહત્યાનું કારણ

તમિલ અભિનેત્રીની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું આત્મહત્યાનું કારણ

  • જેસિકા ચેન્નાઈમાં તેના ભાડાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી
  • પોલીસે પૌલિન જેસિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
  • ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી, પોલીસ તપાસ શરૂ

જાણીતી તમિલ અભિનેત્રી પૌલિન જેસિકા 18 સપ્ટેમ્બરે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકા એવન્યુ ખાતેના તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જેસિકા આંધ્રપ્રદેશનો વતની હતો. દીપાના નામથી જાણીતી પૌલિન જેસિકાએ તાજેતરમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘વૈધા’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તેણે વિવિધ તમિલ ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું.

- Advertisement -

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

લોકપ્રિય અભિનેત્રી 18 સપ્ટેમ્બર રવિવારે તેના એપાર્ટમેન્ટમાં લટકતી મળી આવી હતી. અગાઉ, કોયમ્બેડુ પોલીસને અભિનેત્રીના પડોશીઓ પાસેથી તેના મૃત્યુની માહિતી મળી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કિલપૌક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ ઘટના અંગે અભિનેત્રીના સંબંધીઓને જાણ કરાઈ છે અને તેના મૃતદેહને આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, અમે લોકપ્રિય અભિનેત્રી પૌલિન જેસિકાની કથિત આત્મહત્યાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ અને સીસીટીવી પણ તપાસી રહ્યા છીએ.

પોલીસને સુસાઈડ નોટ મળી

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પૌલિનના ઘરે કોણ આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે અભિનેત્રી આત્મહત્યાના દિવસ પહેલા ઓટોમાં એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું આ આત્મહત્યાનો મામલો છે અથવા અભિનેત્રીને આત્મહત્યા કરવા માટે કોઈએ પ્રેરિત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં અભિનેત્રીએ પોતાના મૃત્યુનું કારણ નિષ્ફળ સંબંધને ગણાવ્યું છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!