Saturday, October 1, 2022
Home Gujarat યૂક્રેનથી આવેલા વિદ્યાર્થી હવે બાકીનો અભ્યાસ જ્યોર્જિયામાં પૂરો કરી શકશે

યૂક્રેનથી આવેલા વિદ્યાર્થી હવે બાકીનો અભ્યાસ જ્યોર્જિયામાં પૂરો કરી શકશે

  • જ્યોર્જિયાની ત્રણ યુનિવર્સિટીમાં બાકીનો અભ્યાસ પૂરો કરી શકાશે
  • એકેડેમિક મોબિલીટી પ્રોગ્રામ અંતર્ગત વિશેષ છૂટછાટ આપવામાં આવી 
  • જ્યોર્જિયાની યુનિવર્સિટીમાં 5500 ડોલરથી 7000 ડોલર સુધીની ફી રહેશે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનની મેડિકલ કોલેજમાં ભણતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ અધૂરો અભ્યાસ છોડી ભારત પરત આવવું પડયુ હતુ. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ વતન પરત આવ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બાકી ન રહી જાય તે માટે મેડિકલ કમિશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ જ્યોર્જિયાની ત્રણ યુનિવર્સિટીમાં બાકીનો અભ્યાસ પૂરો કરી શકશે.

- Advertisement -

યુક્રેનથી પરત આવેેલા વિદ્યાર્થીઓને એકેડેમિક મોબિલીટી પ્રોગ્રામ અંતર્ગત વિશેષ છૂટછાટ આપવામાં આવી છે અને તેઓ અન્ય દેશની યુનિવર્સિટી, કોલેજમાં અભ્યાસ પૂરો કરી શકે તે માટે મેડિકલ કમિશને મંજૂરી આપી છે. મેડિકલ કમિશને જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, યુક્રેનની કોલેજમાં પ્રવેશ લેનારા ભારતીય વિદ્યાર્થીઓ જ્યોર્જિયાની બીએયુ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, જ્યોર્જિયન નેશનલ યુનિવર્સિટી અને ન્યૂ વિઝન યુનિવર્સિટીમાં એકેડેમિક મોબિલીટી પ્રોગ્રામ હેઠળ અભ્યાસ પૂરો કરી શકશે. આ યુનિવર્સિટીમાં 5500 ડોલરથી 7000 ડોલર સુધીની ફી રહેશે. નેશનલ મેડિકલ કમિશન, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સાથે પરામર્શ કરી યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવાયો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!