Saturday, October 1, 2022
Home Gujarat સિવિલના ડોક્ટરોની સાંજની OPDમાં છ વાગ્યા પછી બેસવાનો ધરાર ઇન્કાર

સિવિલના ડોક્ટરોની સાંજની OPDમાં છ વાગ્યા પછી બેસવાનો ધરાર ઇન્કાર

  • ફક્ત સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય નહીં સુધરેઃ આક્રોશિત ડોક્ટર
  • ફેરફારને લીધે ઉભી થનારી સમસ્યાઓની સુપરિન્ટેન્ડેન્ટને લેખિતમાં રજૂઆત
  • ડોક્ટરોએ લેખિતમાં આપતા સુપરિન્ટેન્ડેન્ટે એડિશનલ ડાયરેટરને જાણ કરી

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સાંજની ઓપીડીના સમયમાં ફેરફાર કરવા સાથે રવિવારે પણ અડધો દિવસ ઓપીડી ચાલુ રાખવાના આદેશ અપાતા વિવાદનો મદપૂડો છંછેડાયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો, સિનિયર રેસીડેન્ટ, ઇન્ટર્ન અને રેસીડેન્ટ ડોક્ટરોએ સાંજની ઓપીડીમાં છ વાગ્યા પછી બેસવાનો ધરાર ઇન્કાર કરવા સાથે ઓપીડીના સમયમાં કરાયેલા ફેરફારને લીધે ઉભી થનારી સમસ્યાઓને લઈ સુપરિન્ટેન્ડેન્ટને લેખિતમાં રજૂઆત કરી છે.

- Advertisement -

શનિવારથી સુરત સિવિલમાં સાંજની ઓપીડી ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી શરૂ કરાઈ છે. જ્યારે રવિવારે પણ અડધો દિવસ એટલે કે, સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી ઓપીડી ચાલુ રાખવા આદેશ છે. રાત્રે આઠ વાગ્યા સુધીની ઓપીડી ફક્ત સુરત સિવિલમાં નહીં પણ આખા રાજ્યની હોસ્પિટલમાં શરૂ કરાઈ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય જન, શ્રામજીવી પરિવાર વગેરેને આરોગ્યલક્ષી સેવાઓ નિષ્ણાંત અને તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે ઉદેશ્યથી સરકારે આ નિર્ણય લીધો છે. જોકે, ઓપીડીના સમયમાં કરાયેલા ફેરફારને લઈ ઉભી થનારી સમસ્યાઓનું કારણ આપી ડોક્ટરોએ વિરોધ શરૂ કર્યો છે.

વર્કલોડને કારણે ડોક્ટરોનું સ્વાસ્થ્ય બગડશે

સીનીયર રેસીડેન્ટ ડોક્ટર્સના પ્રમુખ ડૉ. જીગ્નેશ ગેંગડીયાએ જણાવ્યું હતું કે, ફક્ત ઓપીડીનો સમય વધારવાથી દર્દીનું સ્વાસ્થ્ય સુધરશે નહીં. દર્દીના સ્વાસ્થ્યની ચિંતા હોય તો સરકારી હોસ્પિટલમાં પુરતી દવા અને પુરતી સુવિધા મળતી થાય તે પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ. આ પ્રકારે ઓપીડીનો સમય વધારવાની દાખલ દર્દીઓની સારવારમાં ખલેલ આવશે અને વર્કલોડ વધવાથી ડોક્ટરોનું સ્વાસ્થ્ય પણ બગડશે.

રવિવારની ઓપીડી બંધ રાખવાનો નિર્ણય

- Advertisement -

સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ડોક્ટરોએ સાંજની ઓપીડીમાં છ વાગ્યા પછી બેસવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તબીબી શિક્ષક, સિનિયર રેસીડેન્ટ, ઇન્ટર્ન અને રેસીડેન્ટ ડોક્ટરોએ લેખિત રજૂઆત કરી છે. જેને પગલે રવિવારની ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ મામલે રાજ્યના મેડિકલ એજ્યુકેશનના એડિશનલ ડિરેક્ટર ડો. રાધવેન્દ્ર દિક્ષિતને જાણ કરી છે.

શૈક્ષણિક કાર્ય પર પણ અસર થશે

જીજીડીએફના સભ્ય પ્રોફેસર ડૉ. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, સાંજની ઓપીડીનો સમય રાત્રે આઠ વાગે સુધીનો કરાતા ગુજરાત ગવરમેન્ટ ડોક્ટર્સ ફેડરેશન (જીજીડીએફ) દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબની બપોરે ત્રણથી સાંજે પાંચ વાગ્યા સુધીની ઓપીડીમાં તેઓ બેસવા તૈયાર છે. ઓપીડીનો સમય વધારવાથી તબીબી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર પણ અસર થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!