Monday, September 26, 2022
Home Life-Style મહિલાનો પીછો કરવો એ ફોજદારી ગુનો છે

મહિલાનો પીછો કરવો એ ફોજદારી ગુનો છે


નિર્ભયા કેસ પછી ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ, 2013માં કલમ-354 (અ)થી (ડ) સુધી ઉમેરો કરવામાં આવ્યો. પહેલાં કલમ-354 ત્યારે જ લાગતી જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરે અથવા ગુનાઈત બળ વાપરે અને સ્ત્રી તે વ્યક્તિ સામે ફરિયાદ કરી શકે અને પુરવાર થાય તો તે વ્યક્તિને પાંચ વર્ષ સુધીની સજા અને દંડ કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીના નગ્ન ફોટોગ્રાફ ખેંચે, પાછળથી આવીને એકદમ ભેટી પડે અને અભદ્ર રીતે શરીરને સ્પર્શ કરે અથવા સ્ત્રીનો પીછો કરી કપડાં ખેંચે કે ફાડે તેને ગુનો કહેવાય. 2013ના સુધારા પછી આ કલમમાં નીચે પ્રમાણે ચાર ઉમેરા કરાયા:

- Advertisement -

1. કલમ-354 (અ)- જાતીય સતામણી- કોઈ પુરુષ સ્ત્રીની જોડે શારીરિક અડપલાં અને અનિચ્છા છતાં જાતીય વાતચીતની પહેલ કરે, જાતીય સંબંધ માટે વિનંતી કરે કે માંગણી કરે, સ્ત્રીની અનિચ્છા છતાં તેણીને બીભત્સ ચિત્રો બતાવે અથવા જાતીય સ્વરૂપની અશ્લીલ ટીકા કરે તો તે પુરુષ જાતીય સતામણીના ગુના માટે દોષિત ઠરી શકે અને તેને પાંચ વર્ષ સુધીની સજા અથવા દંડ બંને થઈ શકે.

2. 354 (બી)- સ્ત્રીનાં કપડાં ઉતારી લેવાના હેતુસર હુમલો અથવા ગુનાઈત બળનો ઉપયોગ-

કોઈ પુરુષ કોઈ સ્ત્રીને કપડાં ઉતારવાના અથવા અનિવાર્યપણે નગ્ન કરવાના ઈરાદાથી તેણી ઉપર હુમલો કરે અથવા ગુનાઈત બળ વાપરે અથવા આવા કૃત્યમાં બીજા પુરુષને મદદગારી કરે, તેને કોઈ પણ પ્રકારના કારાવાસની સજા કે જે ઓછામાં ઓછી ત્રણ વર્ષ પરંતુ જેને સાત વર્ષ સુધી લંબાવી શકાય અને દંડને પાત્ર સજા થઈ શકે.

3. 354 (સી)- લૈંગિક તૃપ્તિ

- Advertisement -

જો કોઈ પુરુષ સંજોગવશાત્ કોઈ સ્ત્રીને અંગત કૃત્યમાં રોકાયેલી જુએ અથવા તેના ફોટા પાડે કે જ્યાં તેને ખબર ન હોય કે તેણીની અંગત ચેષ્ટા કોઈ જુએ છે, આવી સ્ત્રીનું છૂપી રીતે ચિત્રીકરણ કરે અથવા તેણીનું અવલોકન કરે અથવા તેનું ચિત્રીકરણ પ્રસારિત કરે અથવા કરાવે તો આવું કૃત્ય કરનારને સજા અને દંડ બંને થઈ શકે.

4. 354 (ડી) – પીછો કરવો- જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સ્પષ્ટ અનિચ્છા હોવા છતાં પોતાની સાથે વ્યક્તિગત સંબંધ રાખવા વારંવાર તેવી સ્ત્રીનો પીછો કરે, મળે અથવા મળવા માટે પ્રયત્ન કરે અથવા જો તે સ્ત્રી ઈન્ટરનેટ, ઈ-મેઇલ કે તે પ્રકારના અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરતી હોય તે દ્વારા તેવી સ્ત્રીને સંદેશો કરે તો તે પીછો કરવાનો ગુનો કર્યો કહેવાશે.

દરેક મહિલા અને દીકરીઓએ આ કાયદો જાણવો ખૂબ જરૂરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

International daughters day 2022: દીકરીઓને આ રીતે કરો સુરક્ષિત

ઓટો કે કેબમાં એકલા હોવ ત્યારે રાખો સેફ્ટી બોયફ્રેન્ડ સાથે એકલા ડેટ પર જતા રહો સાવધાન ખાસ હેલ્પલાઈન નંબર્સને પણ રાખો ધ્યાન આજે International daughters day 2022ની...

8 પ્રકારના હોય છે હેયર લાઈટ્સ, આપે છે ટ્રેન્ડી અને ખાસ લૂક

સોમ્બ્રે કલરથી ફેમિનિન અને લાઈટ કલર છે. ચંકી હાઈલાઈટ્સથી તમને સ્માર્ટ અને અલગ લૂક મળે છે. બેલેઝ હાઈલાઈટ્સમાં ફોઈલિંગની મદદથી હાઈલાઈટ્સ કરાય છે. આજકાલ કલર હેયરની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!