Tuesday, September 27, 2022
Home Science - Tech ટૂંક સમયમાં જ ગૂગલ હેંગઆઉટ્સ ગૂગલમાંથી 'આઉટ' થઇ જશે

ટૂંક સમયમાં જ ગૂગલ હેંગઆઉટ્સ ગૂગલમાંથી 'આઉટ' થઇ જશે

  • જો ગૂગલ હેંગઆઉટ્સમાં આપના ડેટા હોય તો તેને અન્ય સ્ટોર કરી લેવા

ગૂગલની નજીકના જ સમયની લોકપ્રિય સર્વિસ હંમેશાં માટે બંધ થવા જઇ રહી છે. આ સર્વિસ એટલે કે ગૂગલ હેંગઆઉટ્સ. બની શકે કે તમે પણ આ સર્વિસનો ઉપયોગ કર્યો હોઇ શકે અને જો હજી પણ તમે ક્યારેક આ સર્વિસ વાપરતા હોવ કે સર્વિસ વાપરી હોય તો તે માટેના માઠા સમાચાર છે. વર્ષ 2020માં જ ગૂગલે ગૂગલ ચૅટને પ્રસ્તુતી કરી હતી અને ત્યારથી જ કંપની ધીમેધીમે તેના યૂઝર્સને હેંગઆઉટ્સ પરથી ગૂગલ ચૅટ પર શિફ્ટ થવા માટે પ્રેરિત કરી રહી છે. કંપની આ બાબતે જણાવી રહી છે કે ગૂગલ ચૅટ એક વિશેષ કનેક્શન અને કોલોબરેશન રજૂ કરે છે અને આ વર્ષની શરૂઆતમાં જ કંપનીએ ઔપચારિક રીતે એવી જાહેરાત પણ કરી હતી કે આ વર્ષના અંતમાં ગૂગલ હેંગઆઉટ્સને બંધ કરી દેશે. અલબત્ત, થોડા સમય બાદ ગૂગલ હેંગઆઉટ્સના એન્ડ્રોઇડ અને આઇઓએસ વર્ઝને કામ આપવાનું બંધ કરી દીધું. કંપનીએ ગૂગલ ક્રોમ પર ગૂગલ હેંગઆઉટ્સના બ્રાઉઝર એક્સટેન્શનને પણ ડિસેબલ કરી નાખ્યા છે. હાલમાં હેંગઆઉટ્સ યૂઝર્સ તેની ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરીને હેંગઆઉટ્સ સુધી પહોંચી શકે છે. જોકે, આ સુવિધા પણ નવેમ્બર માસમાં બંધ થવાની છે. આ પહેલાં ગૂગલ હેંગઆઉટ્સ યૂઝર્સને Google Takeoutsના માધ્યમથી પોતપોતાની ચૅટ હિસ્ટ્રીને ડાઉનલોડ કરવાની સલાહ આપી રહ્યું છે.

- Advertisement -

કંપનીએ એક સપોર્ટ પેજમાં જણાવ્યું છે કે હેંગઆઉટ્સ યૂઝર્સ તારીખ 1 નવેમ્બર,2022 સુધી વેબ પર હેંગઆઉટ્સનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. જોકે આ તારીખ પછી પણ આ તમામ યૂઝર્સ વેબ પર ગૂગલ ચૅટ પર ડાયરેક્ટ કરશે. તેમ પણ માનવામાં આવી રહ્યું છે કે, કંપની એક રીતે યૂઝર્સને હેંગઆઉટ્સના ચૅટ પર શિફ્ટ કરવા માટે આ રીતે વિશેષ તરકીબ અપનાવી રહી છે. આ સિવાય ગૂગલે એમ પણ જણાવ્યું છે કે હેંગઆઉટ્સ યૂઝર્સની પાસે Google Takeout ના માધ્યમ દ્વારા પોતાના તમામ ડેટા કે ચૅટ હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે 1 જાન્યુઆરી, 2023 સુધીનો સમય છે જ. ત્યારબાદ તેઓ તેમની ચૅટ હિસ્ટ્રી કે ડેટા ખોઇ શકે છે. એટલે કે મેળવી નહીં શકે. તેથી હેન્ગઆઉટ્સ યૂઝર્સે તાકીદે પોતાની ચૅટ હિસ્ટ્રી ડાઉનલોડ કરી લેવી હિતાવહ છે.

કંપનીએ એક સપોર્ટ પેજમાં જણાવ્યું હતું કે, ‘વેબ પર હેંગઆઉટ્સનો એક્સેસ 1 નવેમ્બર, 2022 સુધી ઉપલબ્ધ થશે. ત્યારબાદ યૂઝર્સે વેબચૅટ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. યૂઝર્સ 1 જાન્યુઆરી,2023 સુધી પોતાનો ડેટા ડાઉનલોડ કરી શકે છે. જે માટે Google Takeoutનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.’

- Advertisement -
RELATED ARTICLES

વોટ્સએપ પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણો આ ટ્રિક પરથી

વોટ્સએપ પર બ્લોક કરવાની અનેક ટિપ્સમેસેજ કરવા પર નહીં દેખાય ડબલ ટિકનહીં કરી શકો વોટ્સએપ કોલઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્લેટફોર્મ પર ઘણી ઉપયોગી સુવિધાઓ...

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!