Monday, September 26, 2022
Home International ...તો શું બાઇડેન વિચારોમાં ખોવાઇ ગયા?, જાહેરમાં ફરી એકવાર મૂકાયા શરમમાં!

…તો શું બાઇડેન વિચારોમાં ખોવાઇ ગયા?, જાહેરમાં ફરી એકવાર મૂકાયા શરમમાં!

  • જો બાઇડેનનો વીડિયો વાયુવેગે થયો વાયરલ
  • સ્ટેજ પરથી ઉતરતા વિચારમાં પડી ગયા
  • સંબોધન કર્યા પછી શું કરવું તે ભૂલી ગયા!
યુએસ પ્રમુખ જો બાઇડેનને એક કાર્યક્રમ દરમિયાન શરમનો સામનો કરવો પડ્યો હતો. જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યા બાદ તેઓ મૂંઝવણમાં જોવા મળ્યા હતા. બુધવારે તેઓ ન્યૂયોર્કમાં ગ્લોબલ ફંડની 7મી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમનું સંબોધન પૂરું કર્યા પછી, તેઓ સ્ટેજ પરથી ઉતરવાના હતા પરંતુ તેઓ અચાનક અટકી ગયા અને ખોવાઈ ગયા. તેમને જોઈને લાગતું હતું કે હવે શું કરવું તે ભૂલી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમનું સંબોધન પૂરું કર્યા પછી તેઓ પોડિયમ પરથી નીચે ઉતરવાના હતા પરંતુ તેઓ વચ્ચે જ અટકી ગયા. આ પછી, ઇવેન્ટ હોસ્ટ કરનાર વ્યક્તિએ આભારની નોંધ વાંચી, જે પછી બાઇડેનને લાગ્યું કે હવે તેમને પોડિયમ પરથી નીચે ઉતરવું પડશે અને તે ઉતરી ગયા.

હકીકતમાં, આ કાર્યક્રમ દરમિયાન, બાઇડેને કહ્યું હતું કે આ સમયે જે મહત્વપૂર્ણ છે તેના માટે લડવા બદલ આભાર. આ બધુ જીવન બચાવવા માટે છે. અમારા ભાગીદારો સાથે મળીને, અમે ખાતરી કરીશું કે તમામ સમુદાયો સ્વસ્થ અને મજબૂત રહે. દરેક જગ્યાએ લોકો સન્માન સાથે જીવે. આ વીડિયો સોશિયલ મીડિયા પર 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ આ વીડિયો પર કટાક્ષ કર્યો અને કહ્યું, મને લાગ્યું કે આ Scary Movie 3 છે.

તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ એઈડ્સ, ક્ષય રોગ અને મેલેરિયા સામે લડવા માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે $14.25 બિલિયન એકત્ર કરવામાં આવ્યા હતા. બહુપક્ષીય આરોગ્ય સંસ્થા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.

આ પહેલીવાર નથી જ્યારે બાઇડેનને જાહેરમાં આવી શરમનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા એપ્રિલમાં નોર્થ કેરોલિનાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં તેની સાથે કંઈક આવું જ બન્યું હતું. તેમનું ભાષણ પૂરું કર્યા પછી તેઓ અચાનક પાછા વળ્યા અને હવામાં હેન્ડશેક કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આને લઈને ઘણી અટકળો થઈ હતી.
- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનાવવા US પછી રશિયાનું સમર્થન

અમેરિકી પ્રમુખે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ આપવાની કરી હતી તરફેણભારત અને બ્રાઝિલને સુરક્ષા પરિષદમાં સભ્યના રૂપમાં સ્થાન મળવું જોઇએભારત વધુ...

યૂક્રેનમાં રશિયન સૈનિકોએ 4 થી 82 વર્ષની મહિલા સાથે જાતીય હિંસા

રશિયન સૈન્યે માનવ વસતી ધરાવતા વિસ્તારો પર બોમ્બ વરસાવ્યાનાગરિકોને ફાંસી, યાતનાઓ આપવા ઉપરાંત યૌન અપરાધો પણ આચર્યાઅંદાજે 150થી વધુ પીડિતો અને ઘટનાઓના સાક્ષીઓને મળીને...

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!