Saturday, October 1, 2022
Home Gujarat મોરબીના બેલા ગામ નજીક ખાનગી બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું

મોરબીના બેલા ગામ નજીક ખાનગી બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું

  • પોલીસે સીસીટીવીમાં દેખાતા ત્રણને દબોચી લીધાની ચર્ચા
  • એટીએમ તોડવાની એક સપ્તાહમાં બીજી ઘટના
  • સિક્યુરિટી ગાર્ડ ન રાખવાની બેન્કની બેજવાબદારી પણ કારણ

મોરબીમાં તસ્કરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે એક જ અઠવાડિયામાં બીજી વખત એટીએમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ થયો છે. જો કે એક જાગૃત ચા વાળાએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે એટીએમ તૂટવા પાછળ રાત્રી સમયે એટીએમ ઉપર સિક્યુરિટી ગાર્ડ ન રાખવાની બેન્કની બેજવાબદારી પણ કારણભૂત મનાઈ રહી છે.

- Advertisement -

ચા વાળાની સૂઝથી પકડાયા આરોપીઓ

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામના પાદરમાં આવેલ એક્સિસ બેન્કના સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમને ગતરાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં થાકેલા તસ્કરો નજીકમાં આવેલી ચાની લારીએ ચા પીવા જતા જાગૃત એવા ચા વાળાએ ઘટના અંગે ત્વરિત પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ શખ્સોને દબોચી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ત્રણેય ઈસમો પંજાબી હોવાનું મળ્યું જાણવા

ઉલ્લેખનીય છે ચારેક દિવસ પૂર્વે મોરબીના રવાપર રોડ ઉપર પણ સિક્યુરિટી ગાર્ડ વગરના રેઢા પડ એટીએમને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને જોગાનું જોગ ત્યાંથી પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસ નીકળતા આરોપી ઝડપાઇ ગયો હતો. ગઈકાલની ઘટનામાં પણ ચાની હોટેલ સંચાલકની જાગૃતતાથી ત્રણ શખ્સ પોલીસ ગિરફ્તમાં આવ્યા હોવાનું અને આ ત્રણેય ઈસમો પંજાબી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!