Saturday, October 1, 2022
Home Gujarat યુવકને ત્રણ વખત સરકારી નોકરીની લાલચ આપી છ શખસોએ 3 લાખનો ચૂનો

યુવકને ત્રણ વખત સરકારી નોકરીની લાલચ આપી છ શખસોએ 3 લાખનો ચૂનો

  • અન્ય યુવકો પણ નાણાં આપી ફસાયાની ચોમેર ચર્ચા
  • તળાજાના યુવકે મિત્રના વિશ્વાસમાં આવી સરકારી નોકરીની લાલચે ભોગ ધર્યો હતો
  • ઈડીના અધિકારી, ઉપસચિવ હોવાની ઓળખ આપનાર સહિતનાએ ચાર લાખ ખંખેર્યા

એક તરફ સરકારી નોકરી મેળવવા માટે યુવાધન દિવસ-રાત મહેનત કરી પરીક્ષા આપી રહ્યું છે. છતાં તેમને એક યા બાજી કારણસર નોકરી મળી રહી નથી. બીજી તરફ, ભાવનગરના તળાજાના શિક્ષિત બેરોજગાર યુવકને એક પછી એક સરકારી નોકરી આપવાની લાલચ આપી અહીં, તહીં ફેરવી ધક્કા ખવરાવીને યુવકના જ મિત્ર સહિત ભાવનગરના ચાર અને અમદાવાદ, ગાંધીનગરના એક-એક મળી છ શખસોએ ત્રણ લાખ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહત્વની વાત એ છે કે, આ પ્રકરણમાં અન્ય યુવકો પર ફસાયા હોવાનું અને સમગ્ર પ્રકરણમાં મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાની બૂમ ઉઠી છે.

- Advertisement -

સરકારી નોકરીના નામે મસમોટું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ વચ્ચે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે, ભાવનગરના તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાસે રહેતા અને ખેતી કામ કરતા 25 વર્ષીય યુવક મનીષભાઈ નાનજીભાઈ જાનીએ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદયાદ નોંધાવેલ કે, ફરિયાદી યુવક ડિસેમ્બર-2021માં ભાવનગર આવ્યા હતા ત્યારે તેમના મિત્ર જીગ્નેશ લાલજીભાઈ જાની (રહે. માખણીયા, હાલ ટોપથ્રી સર્કલ પાસે,ભાવનગર)સાથે મુલાકાત થઈ હતી. જેમાં મિત્રએ જ મિત્ર મનિષને ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે ક્લાર્કની નોકરી જોઈતી હોય તો તેના બનેવી દિપક રમેશભાઈ પંડયા (રહે. ભગતસિંહ સોસાયટી,તળાજા રોડ ભાવનગર) નોકરી અપાવી દેશે જેના બદલામાં પાંચ લાખ એડવાન્સ આપવા સહિત રૂ.10 લાખ ચૂકવવા પડશે તેમ કહેતાં શિક્ષિત બેરોજગાર યુવક તેના મિત્રની વાતોમાં આવી ગયો હતો.

અને નાણાં ખર્ચીને નોકરી મેળવવા તૈયાર થઈ ગયો હતો.જેના પગલે મનિષને તેના મિત્ર જિજ્ઞેષે તેના બનેવી દીપક પંડયા સાથે મળીને ત્રણેય અન્ય એક સાથે ગાંધીનગર જઈ અમદાવાદમાં રહેતા અનિલ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.જયાં અનિલ પટેલે પોતાની ઓળખ ઇડીના અધિકારી હોવાની આપી ત્રણ લોકોના એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવી નોકરી મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. મનિષને વિશ્વાસ આવતાં અને ઘરેથી પણ હા આવતાં તેમણે નોકરી માટે કાર્યવાહી કરવાનું કહેતા અનિલ પટેલે થોડા દિવસ પછી ગાંધીનગર બોલાવી તા.7 જાન્યુઆરી,2022ના રોજથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સેવક તરીકે હાજર થવાના હેતુ સાથે ઉપસચિવ (મહેકમ) તરફથી એપોઈમેન્ટ લેટર આપ્યો હતો. અને થોડા દિવસમાં હાજર કરાવી દઈશ એમ કહેતા મનીષે ત્યાં હાજર તમામને રોકડા રૂ.4 લાખ ચૂકવ્યા હતા. જો કે, રોકડ રકમની ચુકવણી કર્યા બાદ દિવસો પસાર થવા છતાં તેમણે નોકરીમાં હાજર કરવામાં ન આવતા યુવકે પૂછપરછ કરતા આ જગ્યા ભરાઈ ગઈ હોવાનું જણાવી સચિવાલયમાં કલાર્ક તરીકે નોકરી આપવાની લાલચ આપીને અગાઉ આવી જ રીતે નોકરી મેળવવા ઈચ્છુક બે લોકો સાથે મેળવીને તેમના ઓર્ડર થયા બાદ તેમનો ઓર્ડર કરી દેવાની બાંહેધરી આપી હતી.જો કે તેમાં કંઈ ન થતા દીપક પંડયાએ યુવકને નોકરી અપાવનાર અનિલ પટેલ ભાગી ગયો હોવાનું અને તેના સ્થાને ઉપસચિવ તરીકેની ઓળખ આપી ઉમેશ પટેલ સાથે મેળવ્યો હતો.

જેણે નોકરીની ખાત્રી આપ્યા બાદ કામ ન કરતાં લલીત પટેલ નામના ઈસમને મેળવી ફરી નોકરીની વાત આગળ ચલાવી હતી. જયાં ઉક્ત શખસે નોકરીનો ઓર્ડર આપતાં પૂર્વે યુવકની સી.પી.ટી.ની પરીક્ષા લઈ તેમાં તેમનું ફઇનલ કરાવી દેવાની ખાત્રી આપી ગાંધીનગર સરગાસણ ચોકડી નજીક મયુર નામના દુકાનધારક સાથે મેળવી ત્યાં ઉક્ત પરીક્ષા આપી હતી. જયાં મયુરે પણ ટાઈપિંગ સ્પીડ ધીમી હોવાનું કહીને સમય જ પસા કર્યો હતો. જો કે, અંદાજે 10 માસ સુધી અહીં, તહીં નોકરી માટે પ્રયત્ન બાદ પણ નોકરી ન મળતાં યુવકે લલીત પટેલને મળતાં તેણે પોસ્ટ ખાતામાં નોકરીની ઓફ્ર કરી દિલ્હી બોલાવી લીધા હતા. પરંતુ, સમગ્ર ઘટનાચક્રને લાંબો સમય છવા છતાં નોકરી નહિ મળતા મનિષ જાનીને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જણાતા તેમણે આપેલ રૂ. 4 લાખ પરત માંગ્યા હતા, જે પૈકી જીજ્ઞેષે એક લાખ રૂપિયા પરત કર્યા હતા જ્યારે બાકીના ત્રણ લાખ પરત નહીં કરતા મનીષભાઈએ તેમના મિત્ર જીજ્ઞેષ લાલજીભાઈ જાની, તેના બનેવી દીપક રમેશભાઈ પંડયા, અનિલ પટેલ (રહે. અમદાવાદ), ઉમેશ પટેલ, લલિત પટેલ અને મયુર ગાંધીનગરવાળા વિરુદ્ધ ભાવનગરની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદયાદ નોંધાવતા પોલીસે તમામ છ વિરુદ્ધ આઈપીસી કલમ 406,420,465, 467, 468, 471, 472 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એકે કહ્યું હું ઈડીમાં છું,બીજાએ ઉપસચિવ હોવાની ઓળખ આપી

- Advertisement -

યુવકને સરકારી નોકરીની લાલચ આપી નાણાં ઓળવી જવાના બહાર આવેલાં ચકચારી પ્રકરણમાં ઠગબાજો કઈ હદે બેફામ બનીને યુવકોને ધૂતી રહ્યા છે. જેનો તાદ્રશ્ય નમૂનો આ ફરિયાદમાં જોવા મળ્યો હતો. જેમાં એક શખસે યુવકને પોતાની ઓળખ ઇડીના અધિકારી તરીકે તો, બીજાએ ઉપસચિવ તરીકે આપી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

ત્રણ-ત્રણ વખત નોકરીના સ્થળ બદલાયા છતાં યુવક છેતરાતો રહ્યો

પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુંસાર, સૌપ્રથમ યુવકને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સેવક તરીકે બાદમાં સચિવાલયમાં કલાર્ક અને અંતમાં દિલ્હી પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ સમગ્ર પ્રકરણને અંદાજે 10 માસ જેટલો સમય થવા છતાં યુવક નોકરીની ઠગારી આશાએ અહીં, તહીં ભટકતો રહ્યો અને અંતે છેતરાયો હોવાની જાણ થતાં ભાંડાફઓડ થયો હતો.

પ્રકરણ ઠગાઈનું કે સુનિયોજિત ષડયંત્ર?

તળાજાના શિક્ષિત બેરોજગાર યુવકને સરકારી નોકરીની લાલચ આપી તેની સાથે ત્રણ લાખની ઠગાઈ આચરવાનો બનેલો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલે હાલ આ સંખ્યા એક હોવાનું કહેવાય છે. જયારે, જે મોડસ ઓપરેન્ડીથી આ ઠગાઈ આચરવામાં આવી છે. આવી જ મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં અનેક પ્રકરણો બહાર આવ્યા હોવાનો ઈતિહાસ છે. એટલું જ નહીં, આવા જ બનાવમાં આ ઠગ ટોળકીએ અન્ય યુવકોને પણ ચૂનો લગાડયો હોવાની ચર્ચા છે. જો કે, પોલીસ તપાસના અંતે જ બહાર આવશે કે આ બનાવ માત્ર ઠગાઈ છે કે સુનિયોજિત ષડયંત્ર?

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!