Tuesday, September 27, 2022
Home Sports છઠ્ઠા બોલરની શોધ ભારતનો મુખ્ય ટાર્ગેટ, આજે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ

છઠ્ઠા બોલરની શોધ ભારતનો મુખ્ય ટાર્ગેટ, આજે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ

  • છઠ્ઠા બોલર અંગે મેનેજમેન્ટ હજુ પણ દ્વિધામાં
  • એરોન ફિન્ચ અને ટિમ ડેવિડ ઉપર નજર રહેશે
  • કોહલી ઇનિંગ્સનો પ્રારંભ કરે તેવા સંકેત

આઇસીસી ટી20 રેન્કિગમાં નંબર-1 સ્થાને રહેલી ભારતીય ટીમ અહીં મંગળવારે 2021ની ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે સુકાની રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમના મિડલ ઓર્ડરનું કોમ્બિનેશન તથા છઠ્ઠા બોલરની શોધનો મુખ્ય ટાર્ગેટ રાખશે. ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષના અંતમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ-ત્રણ ટી20 મેચમાં પોતાની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડે તેવી સ્થિતિ છે. વર્લ્ડ કપ પહેલાંની છ મેચમાં ભારતે કેટલાક પેસ બોલર્સને આરામ આપ્યો છે પરંતુ ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રોણીમાં પોતાની મજબૂત ટીમ જ મેદાનમાં ઉતારશે. આ મુકાબલો સાંજે 7:30થી રમાશે.

- Advertisement -

ટી20 ફોર્મેટમાં વિકલ્પોને ખુલ્લા રાખવા તે મહત્ત્વપૂર્ણ હોય છે પરંતુ સુકાની રોહિત શર્મા સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનારી આઇસીસી ઇવેન્ટ પહેલાં તમામ સવાલનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભારતે એશિયા કપમાં ભલે સારી બેટિંગ કરી હતી પરંતુ બોલિંગની નબળાઈઓ સપાટી ઉપર આવી ગઈ હતી. સંપૂર્ણ ફિટ થયેલા જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલના પુનરાગમનથી ભારતનું બોલિંગ આક્રમણ વધારે મજબૂત થયું છે.

કોહલી ઇનિંગ્સનો પ્રારંભ કરે તેવા સંકેત

સુકાની રોહિતે સ્પષ્ટતા કરી દીધી હતી કે પોતે વર્લ્ડ કપમાં લોકેશ રાહુલ સાથે જ ઇનિંગ્સનો પ્રારંભ કરશે પરંતુ તે કોહલી સાથે પણ ઓપનિંગ કરી શકે છે. પોતાની છેલ્લી ટી20 મેચમાં સદી નોંધાવનાર કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે રમાડવામાં આવી શકે છે. ભારતની બેટિંગના ટોપ-4 બેટ્સમેન નક્કી છે પરંતુ વિકેટકીપર તરીકે રિષભ પંત અથવા દિનેશ કાર્તિકને રમાડવો તે હજુ અનિશ્ચિત છે. રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાના કારણે ડાબોડી બેટ્સમેન હોવાથી પંતને વધારે પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. કાર્તિક ફિનિશર તરીકેની ભૂમિકામાં રહેશે. એશિયા કપમાં હાર્દિકને બેટિંગની ઓછી તક મળી હોવાના કારણે મેનેજમેન્ટ તેને ઉપલા ક્રમે બેટિંગમાં મોકલી શકે છે. દીપક હૂડા એશિયા કપની તમામ ચાર મેચ રમ્યો હતો પરંતુ તેની ભૂમિકા હજુ સ્પષ્ટ નથી.

છઠ્ઠા બોલર અંગે મેનેજમેન્ટ હજુ પણ દ્વિધામાં

- Advertisement -

એશિયા કપમાં જાડેજાને ઈજા થતાં ભારતના બોલિંગ આક્રમણનું બેલેન્સ બગડી ગયું હતું અને ભારતને માત્ર પાંચ બોલર સાથે મેદાનમાં ઊતરવાની ફરજ પડી હતી અને કોચ દ્રવિડ પાસે છઠ્ઠા બોલરનો વિકલ્પ નહોતો. ભારત હાર્દિક અને જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલને રમાડશે તો બોલિંગમાં એક વિકલ્પ વધી શકે છે. બુમરાહ, ભુવનેશ્વર, હર્ષલ, હાર્દિકના પેસ એટેક સાથે અક્ષર અને લેગ સ્પિનર યૂજવેન્દ્ર ચહલના સ્વરૂપે બે સ્પિનર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિ, બાઉન્સી તથા ઝડપી પિચને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટ આગામી ત્રણ મેચોમાં આ કોમ્બિનેશન તૈયાર કરી શકે છે. લોકેશ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવે તો ભારત વધુ એક બોલર કે બેટ્સમેનને રમાડી શકે છે.

એરોન ફિન્ચ અને ટિમ ડેવિડ ઉપર નજર રહેશે

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર સહિત કેટલાક સ્ટાર ખેલાડીઓ વિના ભારતનો પ્રવાસ ખેડી રહ્યું છે. મિચેલ સ્ટાર્ક, સ્ટોનિસ અને મિચેલ માર્શને ઈજામાંથી મુક્ત થવા માટે સમય આપવામાં આવ્યો છે. તમામનું ધ્યાન સુકાની એરોન ફિન્ચ ઉપર રહેશે જેણે સતત ખરાબ પ્રદર્શનના કારણે 50 ઓવરની ફોર્મેટ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઘરઆંગણે રમાનારા વર્લ્ડ કપ પહેલાં તે ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. પ્રવાસી ટીમના અન્ય એક ખેલાડી ટિમ ડેવિડ ઉપર પણ તમામની નજર રહેશે જે સિંગાપુર તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયા તરફથી પણ પદાર્પણ કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!