Wednesday, September 28, 2022
Home National SCO સમિટ : PM મોદીએ રશિયાને કહ્યું, સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી

SCO સમિટ : PM મોદીએ રશિયાને કહ્યું, સમસ્યાનો ઉકેલ યુદ્ધ નથી

  • વડાપ્રધાન મોદીએ પુતિન સાથે યૂક્રેનની સ્થિતિ અંગે કરી મહત્વની વાત
  • સુરક્ષિત પરત આવેલા વિદ્યાર્થીઓ અંગે બંને દેશોનો મોદીએ આભાર માન્યો
  • મોદીએ વિશ્વમાં ડેવલોપમેન્ટ, ફ્યુલ, ફર્ટિલાઈઝરની સમસ્યાઓની વાત કરી

હાલ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ ચાલી રહી છે, જેમાં વિવિધ દેશોના વડાઓ એક બીજા સાથે મુલાકાત કરી પરસ્પર મહત્વની ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની મુલાકાત થઈ રહી છે.

- Advertisement -

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હવે ઘણા બધા વિષયો પર વાતચીત કરવાની તક મળી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ આઝાદીના 75 વર્ષ થવા પર શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન PM મોદીએ પુતિનને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તો વડાપ્રધાને રશિયાએ અમારા વિદ્યાર્થીઓને રક્ષણ આપ્યું એ માટે આભાર માન્યો હતો.

વિશ્વની સમસ્યાઓ અંગે વાતચીત

વડાપ્રધાન મોદીએ પુતિનને કહ્યું કે, ગત વર્ષે તમે જ્યારે ડિસેમ્બરમાં આવ્યા હતા ત્યારે ઘણા વિષયો પર અમારી ચર્ચા થઈ હતી અને ત્યારબાદ પણ અનેક વખત ટેલિફોન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે બાયોલેટર અંગે પણ વાતચીત કરાઈ છે અને વિશ્વમાં જે સમસ્યાઓ છે તે અંગે પણ વિસ્તાર સાથે વાતચીત કરાઈ છે.

PM મોદીએ રશિયા અને યૂક્રેનનો આભાર માન્યો

- Advertisement -

મોદીએ પુતિનને કહ્યું કે, આજે ફરી આપણે મળી રહ્યા છે અને આજે પણ વિશ્વ સામે સૌથી મોટી ચિંતા છે અને ખાસ કરીને ડેવલોપમેન્ટ કન્ટ્રીસ, ફૂડ સિક્યોરિટી, ફ્યુલ સિક્ટોરિટી, ફર્ટિલાઈઝરની સહિતની જે સમસ્યાઓ છે, તે બાબતોનો આપણે કંઈ રસ્તો નિકાળવો પડશે અને તમારે પણ આ બાબતો અંગે પહેલ કરવી પડશે. આ વિષયો પર પણ આજે ચર્ચા કરવાની તક મળી છે. હું તમારો અને યૂક્રેન બંનેનો તે બાબતે આભાર વ્યક્ત કરવા માગું છું, જેમાં શરૂઆતના દિવસોમાં સંકટકાળમાં અમારા હજારો વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હતા. ત્યારે આપના અને યૂક્રેનની મદદથી અમારા વિદ્યાર્થીઓને અમે સુરક્ષિત રીતે બહાર નીકાળી શક્યા છે. તેમના ઘર સુધી અમે પહોંચાડી શકીયા છીએ.

આજનો યુગ યુદ્ધનો નથી : PM મોદી

વડાપ્રધાન મોદીએ પુતિન સાથે કરેલી મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે, હું જાણું છું કે, આજનો યુગ યુદ્ધનો નથી. આપણે ફોન પર પણ વાત થઈ છે કે, ડેમોક્રેસી અને ડિપ્લોમેસી અને ડાયલોગ આ બાબતો એવી છે જે વિશ્વને સ્પર્શ કરે છે. આવનારા દિવસોમાં શાંતિના રસ્તાઓ પર આપણે કેવી રીતે વધી શકીએ, તે વિષય પર આપણને જરૂર ચર્ચા કરવાની તક મળશે. તમારા વ્યૂહપોઈન્ટને સમજવાની મને પણ તક મળશે. જોકે તેમ છતાં જે વિષયો છે તેની વાતો હું કરતો રહ્યો છું.

ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંબંધો

ભારત અને રશિયાના સંબંધો અનેક ઘણા વધે, આપણે આ સંબંધોને એટલે મહત્વ આપીએ છીએ કે, આપણે એવા મિત્ર રહ્યા છીએ જે ગત કેટલાય દાયકાઓથી એકબીજાની સાથે રહ્યા છીએ અને સમગ્ર વિશ્વ જાણે છે કે, ભારત સાથે રશિયાનો સંબંધ કેવો છે અને રશિયાનો સંબંધ ભારત સાથે કેવો રહ્યો છે.

મોદી પ્રથમવાર 2001માં પુતિનને મળ્યા હતા

હું વ્યક્તિગત રૂપે કહુ છું કે, આપણા બંનેની યાત્રાઓ સમાન શરૂ થઈ અને સૌથી પહેલા હું તમને 2001માં મળ્યો હતો. ત્યારે તમે હેડ ઓફ ધ ગર્વમેન્ટ રૂપમાં જાણિતા હતાં. હું હેડ ઓફ ધ સ્ટેટ ગર્વમેન્ટમાં હતો. આજે 22 વર્ષ થઈ ગયા, સતત આપણી મિત્રતા વધતી જઈ રહી છે. સતત આપણે બંને દેશો મળીને બંને દેશો અને લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છીએ.

આવનારા દિવસોમાં આપણા સંબંધો વધુ મજબુત થશે : મોદી

આજે SCO સમિટમાં પણ તમે ભારત માટે જે કોઈપણ ભાવના વ્યક્ત કરી હતી તે માટે હું તમારો ખુબ આભારી છું. મને વિશ્વાસ છે કે, આજે આપણી વચ્ચે જે વાતચીત થઈ, તે આવનારા દિવસોમાં આપણા સંબંધોને મજબૂત કરશે સાથે જ વિશ્વની જે આશા અપેક્ષાઓ છે તે પૂર્ણ કરવામાં પણ આપણા સંબંધો કામમાં આવશે, એવો મને ભરોસો છે. આપનો કિમતી સમય નિકાળવા પર હું ફરી એકવાર તમારો આભાર માનું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!