Saturday, October 1, 2022
Home National શાળાને યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે : સુપ્રીમની હિજાબ પ્રતિબંધ પર ટિપ્પણી

શાળાને યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે : સુપ્રીમની હિજાબ પ્રતિબંધ પર ટિપ્પણી

  • કર્ણાટકની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  • શાળાઓને યુનિફોર્મ નક્કી કરવાની સત્તા માટે ઈન્કાર કરી શકાય નહીં : સુપ્રીમ
  • જાહેર શૈક્ષણિક સંસ્થા, સરકારી સંસ્થામાં ડ્રેસ કોડ લાદી શકાય નહીં : વકીલ

કર્ણાટકની શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. ગુરુવારે પણ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે મૌખિક રીતે જણાવ્યું કે, શાળાઓને એક વિશેષ યુનિફોર્મ નક્કી કરવાની સત્તા માટે ઈન્કાર કરી શકાય નહીં.

- Advertisement -

જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને પડકારતી અરજીઓની સુનાવણી કરી હતી. એડવોકેટ પ્રશાંત ભૂષણે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે, કોઈપણ જાહેર શૈક્ષણિક સંસ્થા, ખાસ કરીને સરકારી સંસ્થામાં ડ્રેસ કોડ લાદી શકાય નહીં. આ રજૂઆત અંગે જસ્ટિસ ગુપ્તાએ એડવોકેટ પ્રશાંત ભૂષણને કહ્યું કે, ‘તો તમારું કહેવું છે કે, સરકારી શાળાઓમાં યુનિફોર્મ ન હોઈ શકે?’ જેના જવાબમાં પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, ‘હા, પરંતુ યુનિફોર્મ ફરજીયાત કરી શકો તો પણ તમે હિજાબ પર પ્રતિબંધ લગાવી શકો નહીં.’

શાળા અથવા શૈક્ષણિક સંસ્થાને યુનિફોર્મ નક્કી કરવાની સત્તા

ત્યારબાદ જસ્ટિસ ધુલિયાએ મૌખિક રીતે કહ્યું કે, વિશેષ યુનિફોર્મ નક્કી કરવાની શાળાની સત્તાને ઈન્કાર કરી શકાય નહીં. જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે, ‘નિયમો કહે છે કે શાળા અથવા શૈક્ષણિક સંસ્થાને યુનિફોર્મ નક્કી કરવાની સત્તા છે. હિજાબ અલગ છે. વરિષ્ઠ વકીલ ડૉ.કોલિન ગોંજાલ્વિસે જણાવ્યું કે, ‘પ્રશ્ન તે પૂછવો જોઈએ કે કેટલીક છોકરીઓએ હિજાબ પહેર્યો હતો કે નહીં. પ્રશ્ન એ છે કે શું હિજાબ ઇસ્લામમાં ફરજિયાત છે અને જવાબ એ છે કે તે ચોક્કસપણે ફરજિયાત છે. લાખો છોકરીઓ તેને પહેરે છે. તેઓ અનુભવે પણ છે.’

ઈસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ : વરિષ્ઠ વકીલ

- Advertisement -

વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘ઈસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. ઘણા દેશોએ હિજાબ પહેરવાને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથા તરીકે માન્યતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ જાણ્યું છે કે, હિજાબ પરનો પ્રતિબંધ પરંપરાનું ઉલ્લંઘન છે. હું તે નિવેદન કોર્ટ સમક્ષ મૂકવા માંગુ છું. જો આપણે કોઈ ધાર્મિક પ્રથાને પ્રતિબંધિત કરીએ છીએ જે ન તો જાહેર વ્યવસ્થાની વિરુદ્ધ છે અને ન તો નૈતિકતાની વિરુદ્ધ છે, તો પછી અમે અમારા વિદ્યાર્થીઓને ધાર્મિક સહિષ્ણુતા શીખવાડી રહ્યા નથી. હિજાબ કેસની આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!