Saturday, October 1, 2022
Home Gujarat Surat સાયણ કોળી પટેલ સમાજનું અનોખું સ્નેહમિલન

સાયણ કોળી પટેલ સમાજનું અનોખું સ્નેહમિલન

સાયણ કોળી પટેલ સમાજનું અનોખું સ્નેહમિલન : દીકરીઓ અને વડીલો ઉપર પુષ્પવર્ષા

આકાશને આંબનારી યુવા પાઇલોટ મૈત્રી પટેલ, યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર કિશન પટેલ સહિત સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન

સાયણ કોળી પટેલ સમાજ નું અનોખું સ્નેહમિલન

- Advertisement -

ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલા માલીબા ફામ હાઉસમાં સાયણ કોળી સમાજનો ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજમાં ઊંચેરી સિદ્ધિ હાંસલ કરનાર સમાજની દીકરીઓ અને દીકરાઓ તેમજ વડીલો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સાયણના કોળી પટેલ સમાજના પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે, સામાજિક સંબંધોનું માળખું એટલે સમાજ. કોઈપણ સમાજના અસ્તિત્વ માટે એકરાગીતા જરૂરી છે. અસંગઠિત સમાજ કોઈ દિવસ મજબૂત બની શકતો નથી. આજે સમય બદલાયો છે અને લોકોની વિચારસરણી બદલાઇ છે. રાજકીય ક્ષેત્રે પણ કોળી સમાજ આગળ આવી રહ્યો છે. ત્યારે પરસ્પર એક રહીશું તો કોળી સમાજ વધુ ઊંચેરી સિદ્ધિ હાંસલ કરીશું. તેમણે સમાજજીવન વિશે પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, સમૂહ લગ્ન એ હવે જરૂરિયાત બની ગઈ છે. મધ્યમવર્ગીય પરિવારોએ દેવું કરીને મોંઘાદાટ ખર્ચા કરવા કરતાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઇએ. આપણી જીવનશૈલી બદલાઇ છે, પરંતુ આપણે સંસ્કૃતિનાં મૂલ્યોનું પણ જતન કરવાનું છે. ભપકાદાર લગ્ન પાછળ કરાતા ખર્ચાને બદલે દીકરા અને દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે હવે આપણે વિચારવું પડશે.

સાયણ કોળી પટેલ સમાજ નું અનોખું સ્નેહમિલન

આ કાર્યના પ્રારંભ પૂર્વે મૂળ શેરડી ગામની અને યુવા પાયલોટની સિદ્ધિ મેળવનાર કોળી પટેલ સમાજની ગૌરવવંતી દીકરી મૈત્રી પટેલ, યોગાસન ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર શેરડી ગામના કિશન પટેલ,દોડવીર અસ્મિતા પટેલ,નાની વયે કલાસ વન ઓફિસર તેજસ પટેલ નું ફૂલોથી વેલકમ કરવામાં આવ્યું હતું. એ બાદ નારી તું નારાયણી ઉક્તિને સાર્થક કરતાં સમાજની દીકરીઓ, બહેનો તથા માનવંતા વડીલો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રસંગે આકાશને આંબનારી યુવા પાઇલોટ મૈત્રી પટેલ, યોગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવનાર કિશન પટેલ, યુવા દોડવીર અસ્મિતા પટેલ,નાની વયે કલાસ વન ઓફિસર બનનાર તેજસ પટેલ તથાં  તબીબો સહિત કોળી પટેલ સમાજ ના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સાયણ કોળી પટેલ સમાજના કમિટી સભ્યો અને યુવા ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઓલપાડની ગોલા પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશ પટેલ તથા સાયણ માધ્યમિક શાળાના શિક્ષક મનોજભાઈ એ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો

રાજસ્થાનનાં અનુ.જાતિના વિદ્યાર્થીનાં મોતનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો સ્કૂલમાં પાણી પીવા મામલે એક સ્વર્ણ શિક્ષકે માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીનું મોત ડો.બાબા સાહેબ આંબેડકર યુવક...

સુરતમાં હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો! લાકડી વડે ફટકારતો વિડિઓ વાયરલ

સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ...

ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!