Sunday, September 25, 2022
Home National 'સચિન પાયલોટ બનશે રાજસ્થાનના CM, તમામ ધારાસભ્યોનું સમર્થન' ગેહલોતના મંત્રીનો દાવો

'સચિન પાયલોટ બનશે રાજસ્થાનના CM, તમામ ધારાસભ્યોનું સમર્થન' ગેહલોતના મંત્રીનો દાવો

  • કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી, રાજસ્થાનના નવા CMની ચર્ચાઓએ જોર પકડ્યું
  • રાજસ્થાનના CMને લઈ ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ મોટો દાવો કર્યો
  • ગેહલોતને સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યો પણ પાયલટને સમર્થન કરશે : ગુડા

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ મોટો દાવો કરી જણાવ્યું કે, સચિન પાયલટ રાજ્યના આગામી સીએમ બનશે. તમામ ધારાસભ્યો સચિન પાયલટની સાથે છે. તેમણે કહ્યું કે ગેહલોતને સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યો પણ પાયલટને સમર્થન કરશે. રાજેન્દ્રએ એમ પણ કહ્યું કે બસપા છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યો પણ સચિન પાયલટના સમર્થનમાં છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંકેત આપ્યા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગહેલોતે ‘એક પદ એક વ્યક્તિ’ હેઠળ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડી શકે છે.

- Advertisement -

બે દાયકા બાદ ગાંધી પરિવારમાંથી કોઈ અધ્યક્ષ નહીં હોય

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 24 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. બે દાયકામાં પહેલીવાર ગાંધી પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહ્યું નથી. શશિ થરૂરની ચૂંટણી લડવાની જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા પણ ખુબ ચાલી રહી છે, પરંતુ સચિન પાયલટના મુખ્યમંત્રી બનવાના માર્ગમાં અનેક રાજકીય પડકારો છે.

ગેહલોત કેમ્પ દ્વારા પાયલોટનો સ્વીકાર નહીં !

એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટને લઈને સ્વિકાર્યતા ઉભી થઈ શકી નથી. કેટલાક એવી દલીલ છે કે, એવા વ્યક્તિને નેતૃત્વ ન સોંપવું જોઈએ, જેણે કથિત રીતે પક્ષ સામે બળવો કર્યો હતો. રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચંદના દ્વારા સચિન પાયલટ પર તાજેતરની ટિપ્પણી એ પણ દર્શાવે છે કે, તેમને હજુ વધુ સમર્થન મેળવવાની જરૂર છે. ઉપરાંત રાજસ્થાનમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ ધારાસભ્યો છે, જેઓ સચિન પાયલટ હેઠળ કામ કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાયલટને મુખ્યમંત્રી બનાવીને કોઈપણ પ્રકારના જોખમથી બચવા માંગે છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!