Sunday, September 25, 2022
Home International યૂક્રેનના વિસ્તારોને પોતાનો ભાગ બતાવવા રશિયાની નવી તરકીબ શરૂ

યૂક્રેનના વિસ્તારોને પોતાનો ભાગ બતાવવા રશિયાની નવી તરકીબ શરૂ

  • કબજે કરેલા વિસ્તારોમાં રશિયાએ જનમત કાર્યવાહીની શરૂઆત
  • યૂક્રેનના ઝેલેન્સ્કીની નૈતિક તાકાત તોડવા જનમત સંગ્રહ
  • રશિયાએ ચાર પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી દીધી

હથિયારોની તાકાતથી યૂક્રેન પર કબજો કરવાના તમામ પ્રયાસને નિષ્ફળતા મળ્યા પછી રશિયા હવે નવો પેંતરો અજમાવવા જઈ રહ્યું છે. મળતા અહેવાલ મુજબ રશિયાએ યૂક્રેનના જે વિસ્તારો પર કબજો કર્યો છે ત્યાં લોકમત લેવાની શરૂઆત થઈ ચૂકી છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ લોકમત લેવાથી તે નક્કી થશે કે તે પ્રદેશ રશિયાનો અભિન્ન ભાગ બનવા માંગે છે કે નહીં. જોકે યૂક્રેન અને પિૃમના દેશોએ આ પહેલની આલોચના કરતાં આ એક માત્ર નિવેદનબાજી હોવાનું જણાવ્યું છે. તેઓ રશિયાના આ પગલાંને પણ યૂક્રેન પર કબજો કરવાની દિશાના એક ડગલાંના રૂપમાં મૂલવી રહ્યા છે.

- Advertisement -

લુહાન્સ્કા, ઝાપોરિજ્જિયા અને ડોનેસ્ક પ્રદેશમાં મતદાન

યૂક્રેનના પ્રદેશોને પોતાનો ભાગ બતાવવા માટે રશિયા તરફથી લુહાન્સ્કા, ઝાપોરિજ્જિયા અને ડોનેસ્ક પ્રદેશમાં મતદાન થઈ ગયું છે. ખેરસોનમાં પણ શુક્રવાર સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ પ્રદેશો પર રશિયા પૂર્ણ કે આંશિક કબજો ધરાવે છે. અધિકારીઓનું કહેવું છે કે આ પ્રદેશો રશિયામાં સામેલ થવાની ઇચ્છા ધરાવે છે કે નહીં તે નક્કી કરવા લોકમત લેવાશે. પરિણામો રશિયાના પક્ષમાં રહેવાની આશંકા છે.

રશિયામાં માર્શલ લો લાગવાની સંભાવના

ઉલ્લેખનીય છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન કબજા હેઠળના યૂક્રેનના પ્રદેશોમાં લોકમત શરૂ થાય તે પહેલાં રશિયા પાસેના ત્રણ લાખ સૈનિકોની આંશિક તહેનાતીની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી દેશમાં માર્શલ લો લાગે તેવી શક્યતા છે. આ જાહેરાત પછી લોકો વિદેશ તરફ ભાગી રહ્યા છે. માર્શલ લો લાગશે તો યુદ્ધ કરી શકે તેવા પુરુષોને વિદેશ જતાં રોકી શકાશે. ગ્લોબલ ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટ રડારના જણાવ્યા મુજબ રશિયામાં ટિકિટ ખરીદવા માટેની લોકપ્રિય વેબસાઇટ એવિયાસેલ્સ પર ટ્રાફિક અચાનક વધી રહ્યો છે

- Advertisement -

યૂક્રેન મુદ્દે PM મોદીએ કરેલા હસ્તક્ષેપનું સ્વાગત : બ્રિટનના વિદેશપ્રધાન

બ્રિટનના વિદેશપ્રધાન જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વ મંચ પર અસરકારક રીતે પોતાની વાત મૂકવા માટે ઓળખવામાં આવે છે. મોદીનો અવાજ પ્રભાવશાળી છે અને રશિયન નેતૃત્વ પણ વૈશ્વિક કક્ષાએ ભારતના વલણોનું સન્માન કરે છે. ઉઝબેકિસ્તાનમાં એસસીઓ બેઠક વખતે વડા પ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. તે ચર્ચા દરમિયાન મોદીએ આપેલી ટિપ્પણી સંબંધે ક્લેવરલીએ કહ્યું હતું કે લાગે છે કે વડા પ્રધાન મોદીની ટિપ્પણી આવકાર્ય છે. બ્રિટિશ વિદેશપ્રધાને તે સાથે જ યૂક્રેન યુદ્ધમાં જાનમાલને પહોંચેલા નુકસાનને મુદ્દે ચિંતા જાહેર કરી હતી. ક્લેવરલીએ કહ્યું કે બ્રિટનને આશા છે કે પુતિન શાંતિ માટે ઊઠી રહેલા અવાજો તરફ ધ્યાન આપશે. વડા પ્રધાન મોદીએ રશિયન પ્રમુખ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. બ્રિટિશ વિદેશપ્રધાને તે નિવેદનને આવકાર આપ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!