Friday, October 7, 2022
Home Gujarat RTI કાર્યકર્તાઓએ આખા ગુજરાતમાં આવેદનપત્ર પાઠવ્યું

RTI કાર્યકર્તાઓએ આખા ગુજરાતમાં આવેદનપત્ર પાઠવ્યું

જય સંવિધાન આજે તારીખ ૩૦/૦૫/૨૦૨૨ સોમવારે આખા ગુજરાતમાં નાનાં તાલુકાથી લઈને, જામનગર, પોરબંદર, અમરેલી, સાવરકુંડલા, કચ્છ ભુજ, અબડાસા પાટણ, એસકે, સાબરકાંઠા, બનાસકાંઠા, ધોળકા, બોટાદ, દ્વારકા ભુજ, રાધનપુર, માણસા, ગાંધીનગર, ખેડબ્રહ્મા,બીકે, પાલનપુર, રાધનપુર, મહેસાણા, ખેડા આણંદ, કપડવંજ, અમદાવાદ, નડિયાદ, બરોડા, પાદરા, ભરૂચ, નર્મદા, ગોધરા, દાહોદ, હાંસોટ, કરજણ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા, તાપી વાપી, નવસારી, સુરત

આખા ગુજરાતમાં આજે નાના તાલુકા લઈને મોટા મામલતદાર સાહેબથી લઈને જિલ્લા કલેકટરશ્રી જિલ્લા પોલીસવડા, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી, મ્યુ.કમિશ્નર, જિલ્લા પંચાયત વિકાસ અધિકારીશ્રી, એવા નાના મોટા તમામ જનસેવક (જનતાના નોકર) અધિકારીઓને સવારે 11 વાગે રૂબરૂ RTI કાર્યકર્તા મિત્રોએ સમૂહમાં તારીખ : ૨૨/૦૫/૨૦૨૨ સોમવારના રોજ એક હજાર કરતાં વધુ RTI કાર્યકર્તાઓએ ભારતભરમાં પ્રથમવાર સુરતના આંગણે જે ઠરાવ પસાર કર્યો હતો એ ઠરાવ રજુ કર્યો હતો અને માહિતી અધિકારના અધિકાર અન્વયે આપણા ગુજરાત અને ભારતભરમાં કાયદાની એસીતેસી કરતા ચોકીદાર એવા માહિતી અધિકારીઓ, માહિતી કમિશનરો, અપીલ અધિકારીઓએ સરકારી કચેરીઓમાં સરકારી કચેરીઓ દફતરમાં સચવાયેલો સચવાયેલો હા જળવાયેલો રેકોર્ડ માહિતી છુપાવવાના જે ગોરખ ધંધા કર્યા છે.

- Advertisement -

ચોકીદાર હોવા છતાં ચોકીદારી કરવાની જગ્યાએ માહિતીઓ છુપાવવામાં આવી છે. કાયદાઓના રખેવાળ હોવા છતાં પ્રજાના પૈસાથી પોતાનો પગાર મેળવવા હોવા છતાં જનસેવકની ભૂમિકા અને જવાબદારી નિભાવવાના બદલે, લોકતંત્રની મશ્કરી કરતા હોય એમ સરકારી કચેરીઓમાં આવેલ, જમા થયેલ સરકારી રેકોર્ડ માહિતી છુપાવીને કરોડો રૂપિયાનો દસ્તાવેજ માહિતી કચેરીઓમાં છુપાયેલો છે, સચવાયેલો છે, એ દસ્તાવેજ જાહેર કરવા કરતા છુપાવવા માટે જે તાયફાઓ કરેલ છે. એ છુપાવી લોકશાહીનું ગળું ઘોંટી રહયા છે. તયારે લોકશાહીમાં લોકતંત્રનો પ્રાણ ઘૂંટાઈ રહ્યો છે. આવા તબક્કે આજે તારીખ:૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ગુજરાતના તમામ તાલુકા, જિલ્લા, શહેર, મહાનગરપાલિકા, તલાટી કમમંત્રી, જનસેવકોને ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે એક આવેદનપત્ર આપેલ છે.

આ જનસેવકો RTI કાર્યકર્તા મિત્રોની વ્યથા, માગણી, આવેદન પત્ર અને આપણો ઠરાવ રાજ્ય સરકારે, શ્રી રાષ્ટ્રપતિજી, રાજ્યપાલશ્રીને પહોંચાડશે.

તારીખ:૨૨/૦૫/૨૦૨૨ ના રોજ સુરતના આંગણે આંગણે સર્વસંમતિથી ૧૦૦૦ કરતાં વધુ RTI કાર્યકર્તા મિત્રો દ્વારા જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જનતાએ જે માંગણી કરી હતી એ આવેદનપત્ર શબ્દેસ: તમામ જિલ્લાઓમાં વિશાળ સમૂહમાં RTI કાર્યકર્તા મિત્રોએ એકસાથે એક સમયે જિલ્લા કલેકટર થી માંડીને તલાટી-કમ-મંત્રી સુધી આવેદન પત્ર રજૂ કર્યું હતું.

જે મુદ્દા બાકી રહી ગયા છે એ હવે ફરી એકવાર સામુહિક રીતે ચર્ચા કરી રજુ કરવામાં આવશે.

મુખ્ય મુદ્દા:

 1. RTI એકટ મુજબ જ આયોગ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવે.
 2. માહિતી કમિશનરો કાયદાનું પાલન કરે.
 3. જેમની ઊપર જીવલેણ હુમલા થયાં છે એમને આજીવન રક્ષણ મળે.
 4. માહિતી અધિકાર હેઠળ માહિતી માગવા માટે જે મનસ્વી નિર્ણય લીધો છે અને માહિતી માંગવા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એવાં કમિશનરોને દૂર કરવામાં આવે.
 5. તમામ જાહેર સેવા સત્તા મંડળના પ્રવેશ દ્વાર તમામ જવાબદાર માહિતી અધિકારી, અપિલ અધિકારીના નામ બોર્ડ મૂકવામાં આવે.
 6. ૨૦૦ ૩૦૦ કરોડનો ભ્રષ્ટાચાર છુપાવવા સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
 7. અપિલ અને ફરિયાદનો વિડિયો રેકોર્ડિંગ કરી જાહેર કરવામાં આવે.
 8. જાહેર સેવા સત્તા મંડળના નોકરોનું કામ ફરજ સમય અવધિ મર્યાદા જવાબદારીઓ ફરજ જાહેર કરવામાં આવે.
 9. જાહેર સેવા સત્તા મંડળના નોકરોની, કચેરીની વહીવટી વ્યવસ્થા જાહેર કરવામાં આવે.
 10. જો જાહેર સેવા સત્તા મંડળના દફતરે માહિતી મોજુદ નથી , ઉપલબ્ધ નથી તો તાકીદે માહિતી ગુમ થઈ એની નોંધ લેવી જોઈએ અને પોલીસ કેસ દાખલ કરવામાં આવે.
 11. માહિતી અધિકાર હેઠળ માહિતી માગનારની તમામ અરજીઓ નિકાલ કરી જાહેર કરવામાં આવે.
 12. જે માહિતી સ્વયંભૂ ફરજ બજાવી જાહેર કરવાની છે તે દર વર્ષે લેખીત ઓન લાઈન અને ઓફ લાઈન જાહેર કરવામાં આવે.
 13. દર વર્ષે, દર ત્રણ મહિને જાહેર સેવા સત્તા મંડળના માહિતી અધિકારી અનેઅપિલ અધિકારીઓ RTI એકટ મુજબ પોતાની વ્યક્તિગત વિગત અને કાયૅવાહી, રેકર્ડ લેખીત જાહેર કરે.
 14. માહિતી અધિકાર કાયદો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો એ RTI એકટ મુજબ માહિતી અધિકારી, અપીલ અધિકારી અને માહિતી કમિશ્નર રાજ્ય સરકાર આયોગ કમિશનરની કાયદા જોગવાઇ મુજબ નિમણૂક કરવામાં આવે.
- Advertisement -

આ કમિશનરોની સુનાવણીનું વિડિયો રેકોર્ડિંગ જાહેર કરવામાં આવે.

ગુજરાતનાં કોઈ પણ વ્યક્તિને RTI એકટ કે કોઈ પણ અધિકાર (માહિતી, શિક્ષણ, મહિલા, રોજગાર, સુરક્ષા, આરોગ્ય) બાબતે કોઈ પણ પ્રકારની મદદ જરૂર હોય તો ૯૯૦૪૦ ૧૨૧૬૯ ઉપર કોલ કરી મદદ મેળવી શકે છે.

કોઈ પણ પ્રકારની ફી સભ્ય ચાર્જ વસુલ કરવામાં આવતી નથી.

દિપક પટેલ શિક્ષક સુરત.
૯૯૦૪૦ ૧૨૧૬૯
આરટીઆઇ એકટ રીફોર્મ મૂવમેન્ટ ઈન્ડિયા.
- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!