Sunday, September 25, 2022
Home Sports રોહિત શર્માએ દિનેશ કાર્તિક સાથે બરાબર કર્યું: રોબિન ઉથપ્પા

રોહિત શર્માએ દિનેશ કાર્તિક સાથે બરાબર કર્યું: રોબિન ઉથપ્પા

  • પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની કારમી હાર
  • મેદાનમાં રોહિત દિનેશ કાર્તિક પર ગુસ્સે થયો
  • DRS લેવા અંગે કાર્તિકનો નબળો અભિગમ: ઉથપ્પા

રોહિત શર્માએ મોહાલીમાં પ્રથમ T20માં દિનેશ કાર્તિક સાથે યોગ્ય અભિગમ અપનાવ્યો હતો અને તેનો ગુસ્સો કરવો યોગ્ય હતો એવું હાલમાં જ રીટાયર્ડ થયેલ ક્રિકેટ રોબીન ઉથપ્પાનું માનવું છે. ઉથપ્પાનું માનવું છે કે, જ્યારે કાર્તિક જાણતો હતો કે બેટ્સમેન આઉટ છે અને અઝ્પીલ કરવાની છે ત્યારે તે રીલેક્સ ન જ રહી શકે.

- Advertisement -

પ્રથમ T20માં ભારતની હાર

ટીમ ઈન્ડિયાને મંગળવારે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ચાર વિકેટથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 208 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, પરંતુ ભારતીય ઝડપી બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમનો પરાજય થયો હતો. આ દરમિયાન એક એવો પ્રસંગ આવ્યો જ્યારે કેપ્ટન રોહિત શર્માએ વિકેટકીપર દિનેશ કાર્તિકને અલગ રીતે સમજાવ્યો હતો.

રોહિત શર્મા દિનેશ કાર્તિક પર ગુસ્સે થયો

- Advertisement -

ભારતે વચ્ચેની ઓવરોમાં ઓસ્ટ્રેલિયાના રન ચેઝને થોડું નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે અક્ષર પટેલ અને ઉમેશ યાદવે 10થી 14 ઓવરમાં 4 વિકેટ લીધી. ખતરનાક દેખાતા કેમેરોન ગ્રીન સિવાય જોસ ઈંગ્લિસ, સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા. ઉમેશે એક જ ઓવરમાં સ્મિથ અને મેક્સવેલને આઉટ કર્યા હતા, પરંતુ બંને વખત અમ્પાયરના નિર્ણયના વિરુદ્ધમાં રહ્યા હતા. આવી સ્થિતિમાં રોહિત શર્મા દિનેશ કાર્તિક પર ગુસ્સામાં જોવા મળ્યો હતો.

રોબિન ઉથપ્પાએ આપી પ્રતિક્રિયા

આ સમયે કોમેન્ટ્રી કરવા માટે આવેલા રોબિન ઉથપ્પાએ કહ્યું કે કાર્તિક જ્યારે બેટ્સમેન આઉટ હોય ત્યારે તે નિરાંત હોય તેવું લાગે છે, પરંતુ રોહિતની બાજુથી તેને ચેતવણી આપવી સારી વાત હતી. ઉથપ્પાએ કહ્યું, “ક્યારેક, દિનેશ થોડો વધારે રિલેક્સ થી જાય છે. જો તેને ખબર હોય કે બેટ્સમેન આઉટ છે, તો તે ફ્રી થઇ જાય છે, પરંતુ રોહિત શર્માએ જે કર્યું તે સારું હતું, રોહિતે કાર્તિકને ચેતવણી આપી, અને તેને ઓછામાં ઓછું અપીલ કરવા માટે કહ્યું હતું.”

કાર્તિક પહેલી T20માં ફ્લોપ રહ્યો

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કરતાં કાર્તિકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટીમ મેનેજમેન્ટ માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. જો કે આ મેચમાં તે 7મા નંબરે ઉતર્યો હતો અને 5 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર તરીકેનું તેનું યોગદાન પણ પ્રશંસનીય ન હતું, કારણ કે તે એલબીડબ્લ્યુને સારી રીતે અપીલ કરી શક્યો ન હતો અને કેપ્ટનને મનાવી શક્યો ન હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

IND-A vs NZ-A: કુલદીપની હેટ્રિક બાદ પૃથ્વી શૉએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

ભારત-Aએ બીજી ODIમાં ન્યુઝીલેન્ડ-Aને હરાવ્યું ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ભારત Aની જીતના હીરો પૃથ્વી શો અને કુલદીપ યાદવ રહ્યા ભારત-Aએ પૃથ્વી શૉની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!