Sunday, September 25, 2022
Home National દેશમાં સૌથી અમિર મહિલા ઉદ્યોગપતિ કોણ ? રિચ લિસ્ટ જાહેર

દેશમાં સૌથી અમિર મહિલા ઉદ્યોગપતિ કોણ ? રિચ લિસ્ટ જાહેર

  • IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાએ સૌથી અમિર મહિલા ઉદ્યોગપતિઓનું રિચ લિસ્ટ જાહેર કર્યું
  • ઓનલાઈન રિટેલ સ્ટોર નાયકાએ બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉને પાછળ રાખી
  • 10 પહેલા માત્ર 20 લાખમાં સ્ટાર્ટઅપ શરૂ કરનાર ફાલ્ગુની નાયરની નેટવર્થ 345 ટકા વધી

ફાલ્ગુની નાયરે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, જો તક મળે તો મહિલાઓ પોતાની મહેનત અને ક્ષમતાના બળ પર સફળતાના સર્વોચ્ચ શિખરને સ્પર્શી શકે છે. આજે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહિલાઓની ભૂમિકા અને પ્રતિનિધિત્વ વધી રહ્યું છે અને આવી મહિલાઓ સામે રોલ મોડલ તરીકે ફાલ્ગુની નાયર પણ છે. ફાલ્ગુ નાયર બાદ રેયર એન્ટરપ્રાઈઝેઝના રેખા ઝુનઝુનવાલા છે, જે તેમના પતિ અને દિવંગત દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સ્થપાયેલી કંપની છે.

- Advertisement -

કિરણ મજમુદાર શૉની કુલ સંપત્તિ 24,800 કરોડ રૂપિયા

ફાલ્ગુની નાયરની સફળતા અને સિદ્ધિઓની યાદી લાંબી થતી જાય છે. તાજા સમાચાર એ છે કે ફાલ્ગુની કિરણ મઝુમદાર શૉને પાછળ રાખી ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા બની ગઈ છે. IIFL વેલ્થ હુર્ર્ન ઇન્ડિયા રિચ લિસ્ટની રેન્કિંગ અનુસાર ફાલ્ગુનીની નેટવર્થ બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉ કરતાં વધી ગઈ છે. શૉની કુલ સંપત્તિ 24,800 કરોડ રૂપિયા છે.

ફાલ્ગુની નાયરની નેટવર્થ રૂ.38,700 કરોડ થઈ

ફાલ્ગુની નાયરની નેટવર્થ આ વર્ષે 345 ટકા વધીને 38,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફાલ્ગુની નાયર વેદાંત ફેશન્સના રવિ મોદી પછી એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર મહિલા બની ગઈ છે.

- Advertisement -

2012માં નજીવા રોકાણથી નાયકા શરૂ કરી હતી

મુંબઈમાં એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાં જન્મેલી ફાલ્ગુનીએ તેની કારકિર્દીના 20 વર્ષ કોટક મહિન્દ્રા ગ્રૂપ સાથે કામ કરવામાં વિતાવ્યા હતા. તેઓ 1993માં કંપનીમાં જોડાયા હતા અને પછી 2012માં પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ત્યાંથી નીકળી ગયા હતા. 2012માં ફાલ્ગુનીએ બ્યૂટી અને ફેશન ઉત્પાદનો માટે એક ઓનલાઈન રિટેલ સ્ટોર નાયકા શરૂ કરી હતી. આ નાયકાની શરૂઆત માત્ર 20 લાખ રૂપિયાના પ્રારંભિક રોકાણથી કરાઈ હતી. આ રોકાણ તેમણે પોતાની વ્યક્તિગત બચતમાંથી કર્યું હતું.

માત્ર 10 વર્ષમાં નાયરે સફળતાનું સર્વોચ્ચ શિખર હાંસલ કર્યું

માત્ર 10 વર્ષની અંદર નાયકા ભારતનું સૌથી મોટું ઓનલાઈન બ્યુટી અને ફેશન રિટેલ પ્લેટફોર્મ બની ગયું છે. પછી તેણે ફિજિકલ સ્ટોર્સ પણ ખોલવાનું શરૂ કર્યું. છેલ્લા પાંચ વર્ષમાં નાયકાની નેટવર્થમાં 1388 ટકાનો વધારો થયો છે.

સ્ટોક એક્સચેન્જમાં પણ નાયકાના IPOએ ધમાલ મચાવી હતી

ગયા વર્ષે નવેમ્બરમાં નાયકા અને ફાલ્ગુની નાયર ફરી એકવાર સમાચારમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની કંપનીના IPOઓએ લોન્ચના પહેલા જ દિવસે સ્ટોક એક્સચેન્જમાં સફળતાનો સર્વોચ્ચ શિખર મેળવ્યો હતો. સ્ટોક એક્સચેન્જમાં આવો ધમાકો કરનાર ભારતનું પ્રથમ સૌથી સફળ સ્ટાર્ટઅપ હતું. પહેલા જ દિવસે સફળતાનો દર 80 ટકાએ પહોંચી ગયો હતો અને આ સાથે ફાલ્ગુની પણ ભારતની પ્રથમ સેલ્ફ-મેઇડ અબજોપતિ મહિલા બની હતી. ગયા અઠવાડિયે જ એવા અહેવાલ આવ્યા હતા કે નાયકાએ મુંબઈમાં બે ઓફિસ સ્પેસ પાંચ વર્ષ માટે લીઝ પર લીધી છે, જેનું માસિક ભાડું રૂ. 70 લાખ છે.

દેશની ટોપ 10 અમિર મહિલા ઉદ્યોગપતિઓનું લિસ્ટ

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!