Wednesday, September 28, 2022
Home Gujarat રાહુલ ગાંધીને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર

રાહુલ ગાંધીને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર

મિશન 2022માં 125 સીટો જીતવાના લક્ષ્યાંક માટે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે. ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને રણનીતિ ઘડવા માટે આજે કોંગ્રેસ કાર્યલયમાં પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધીને જ ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો ઠરાવ પસાર કરાયો હતો.

- Advertisement -

હાસિલ કરાશે 125 સીટો જીતવાનો લક્ષ્યાંક
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ અલગ અલગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમ્યાન પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ શકિત વંદના કાર્યક્રમ કરી જનતા સુધી કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસના વચનો પહોચાડવાનું કાર્ય કરશે. આ ઉપરાંત ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુક દિઠ બાઇક રેલીનુ આયોજન કરવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આહ્વાન કર્યું છે.

બુથ મેનેજમેન્ટની નબળાઈ દૂર કરાશે
કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ નબળું હોવાની નેતાઓની ફરિયાદ બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસ 52 હજાર બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકશે. મારું બુથ મારું ગૌરવ અંતર્ગત રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા 8 વચનો અને ભાજપ સરકારની 6 નિષ્ફળતાઓ સાથેના નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 24,25 અને 26 સપ્ટેમ્બરે સિનિયર નેતાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો નાગરિક અધિકાર પત્ર 1.50 કરોડ ઘરોમાં પહોચાડવામાં આવશે. તથા દરવખતે વિધાનસભાની ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસે મિશન 2022 માટે ફ્રન્ટ ફૂટ પર રમવાનું મન બનાવી લીધું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની નવી સ્ટેટજીનો લાભ ગુજરાત કોંગ્રેસને વર્ષ 2022ની ચૂંટણીમાં કેટલો મળે છે તે જોવાનું રહેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!