Monday, September 26, 2022
Home Gujarat મહેસાણામાં એક ફેક્ટરીના પ્રદૂષણથી સરદારધામ સોસા.ના રહીશો પરેશાન

મહેસાણામાં એક ફેક્ટરીના પ્રદૂષણથી સરદારધામ સોસા.ના રહીશો પરેશાન

  • પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરી વડી કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવશે
  • લોહા રસાયણ નામની ફેક્ટરીના પ્રદૂષણ મામલે રજૂઆત કરવામાં આવી
  • મહેસાણા સ્થિત પોલ્યુશન કેન્ટ્રોલ બોર્ડની કચેરીમાં રજૂઆત કરવામાં આવી

મહેસાણા દેદિયાસણ જી.આઇ.ડી.સી.વિસ્તાર પાસે સરદારધામ સોસાયટી આવેલી છે.આ સોસાયટી પાસે ફેરસ સલ્ફેટ બનાવતી લોહા રસાયણ નામની ફેક્ટરી આવેલ છે.આ ફેક્ટરી દ્વારા ઝેરી ગેસ છોડાતો હોવાના આક્ષેપ સરદારધામના રહીશો દ્વારા કરાયો છે અને ઝેરી ગેસના કારણે નાના બાળકો સહીત વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ્ પડી રહી છે.આ ફેક્ટરી દ્વારા પાંચ વર્ષ પૂર્વે પણ પ્રદૂષણ ફેલાવતા તત્કાલીન મમલતદાર અને પોલ્યુસન કંટ્રોલ વિભાગને રજુઆત કરતા પાંચ વર્ષ પૂર્વે ફેક્ટરીને સીલ મારવામાં આવી હતી. જોકે, પાંચ વર્ષ બાદ આ ફેક્ટરી પુનઃ શરૂ થઇ છે અને પ્રદૂષણ કરવામાં આવતું હોય રહીશો ભારે પરેશાન થયા છે.ત્યારે રહીશો દ્વારા રીજીઓનલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી મહેસાણાને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

તપાસ કરી વડી કચેરી ખાતે રિપોર્ટ કરવામાં આવશે

મહેસાણા પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ મહેસાણાની કચેરીના અધિકારી જે.ડી.પ્રિયદર્શીના જણાવ્યા મુજબ, દેદીયાસણ જી.આઇ.ડી.સી.વિસ્તાર સ્થિત સરદારધામ સોસાયટી પાસે આવેલ લોહા રસાયણ નામની ફેક્ટરીના પ્રદૂષણ મામલે રજૂઆત મળી છે અને રજૂઆત પગલે તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ અમારી વડી કચેરીને સોંપવામાં આવશે. તપાસ રિપોર્ટ બાદ વડી કચેરીના આદેશ બાદ નિર્ણય કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!