Tuesday, September 27, 2022
Home International એલિઝાબેથ દ્વિતિયને યાદ કરી બાઈડેને કહ્યું, તેમને મળીને માતાની યાદ આવતી

એલિઝાબેથ દ્વિતિયને યાદ કરી બાઈડેને કહ્યું, તેમને મળીને માતાની યાદ આવતી

  • હંમેશા મારી માતાની યાદ અપાવીઃ બાઈડેન
  • પત્ની સાથે રવિવારે આપી શ્રદ્ધાંજલિ
  • કિંગ ચાર્લ્સ IIIને પણ આપી સાંત્વના

મહારાણી એલિઝાબેથ દ્વિતિયને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પત્ની સાથે રવિવારે લંડન પહોંચી ચૂક્યા હતા. અહીં તેઓએ શાહી પરિવાર પ્રતિ સંવેદના પ્રકટ કરીને મહારાણીને શ્રદ્ધાંજલિ આપી. આ સમયે બાઈડેને મહારાણી એલિઝાબેથ દ્વિતિયની સાથે જોડાયેલી પોતાની જૂની યાદોને તાજી કરતા કહ્યું કે મને હંમેશા મારી માતાની યાદ અપાવી છે.

- Advertisement -

જૂની યાદો કરી તાજી

મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર શોક વ્યક્ત કરતા બાઈડેને રાણીને પણ યાદ કર્યા. તેઓએ કહ્યું કે જે રીતે તેઓ મળતા હતા તે ખાસ હતું. તેઓ પૂછતા કે શું તમે ઠીક છો, શું હું તમારા માટે કંઈ કરી શકું છું, તમને શું જોઈએ છે, તેઓ કહેતા કે નક્કી કરો કે તમે એ જ કરો છો જે તમે કરવા ઈચ્છો છો. તેમની વાતો હંમેશા મને મારી માતાની યાદ અપાવતી હતી.

કિંગ ચાર્લ્સ IIIને પણ આપી સાંત્વના

જો બાઈડેને મહારાણીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે કિંગ ચાર્લ્સ IIIને પણ સાંત્વના આપી. તેઓએ કિંગ ચાર્લ્સને કહ્યું કે આ એક મોટું નુકસાન છે અને તેને ભરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ તેઓ દરેક પગલે તમારી સાથે રહેશે. બાઈડેને કહ્યું કે તમે ભાગ્યશાળી હતા કે તેઓ 70 વર્ષ સુધી તમારી સાથે રહી.

- Advertisement -

પહેલી મુલાકાતને પણ કરી યાદ

રાણીની સાથે પોતાની પહેલી મુલાકાતની જૂની યાદોને યાદ કરતા બાઈડેને કહ્યું મને યાદ છે કે કઈ રીતે અમને ચા માટે તેઓ મહેલમાં લઈ ગયા હતા. અમે મજાક કરી રહ્યા હતા પણ મને સતત લાગી રહ્યું હતું કે તે મને કંઈને કંઈ ઓફર કરતી રહી. હું તેમના આદરમાં બધું ખાઈ જતો જે મને આપવામાં આવતું. તે ઘણી સભ્ય અને સમ્માનીય હતી. તેમની અંદર સેવાનો ભાવ હતો.

અંતિમ દર્શન માટે કલાકોથી લાઈનમાં ઊભા છે બાળકો અને વૃદ્ધો

મહારાણી એલિઝાબેથ દ્વિતિયના અંતિમ દર્શન કરવા માટે સોમવારે વરિષ્ઠ નાગરિક અને બાળકો 48 કલાકથી વધારે સમય સુધી તે રસ્તાઓ પર ડેરો જમાવી રહ્યા છે. અહીં થઈને મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

NASAએ ઇતિહાસ રચી દીધો, એસ્ટરોઇડથી ટકરાયું DART સ્પેસક્રાફટ

ધરતી તરફ આવતા ખતરનાક એસ્ટરોઇડની દિશા બદલી શકાશે વૈજ્ઞાનિકોને આશા એસ્ટરોઇડની દિશા અને ગતિ બંને બદલાશે પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચવાના અભ્યાસમાં સફળ નાસા (NASA)એ મંગળવારે વહેલી સવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!