Monday, September 26, 2022
Home National ડિજિટલ લોન એપ્સમાં છેતરપિંડીના કેસમાં વધારો, RBIનો મોટો નિર્ણય

ડિજિટલ લોન એપ્સમાં છેતરપિંડીના કેસમાં વધારો, RBIનો મોટો નિર્ણય

  • દેશભરમાં ડિજિટલ લોન એપથી ઠગાઈના હજારો કેસ સામે આવ્યા
  • નકલી લોન એપ્સ પર લગાવ કસવા સખ્તાઈ દાખવવાની શરૂઆત
  • એપ સ્ટોર પર રેગ્યુલેટેડ સંસ્થા દ્વારા નિયંત્રિત એપ્સ રાખવા આદેશ

છેલ્લા ઘણા સમયથી દેશમાં ઓનલાઈન લોન એપથી લોકોને છેતરવાના બનાવોમાં વધારો થયો છે. આ બાબતને ધ્યાને રાખી સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આવી એપ્સ વિરુદ્ધ સખ્તાઈ દાખવવાની શરૂઆત કરવામાં આવી છે. તેના અનુસંધાનમાં જ ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલ પર આવી નકલી એપ્સ પર લગાવ કસવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

2021-22માં રૂ. 17,500 કરોડથી વધુનું દેવું ચૂકવાયું

2021-22માં ડિજિટલ લોન એપ દ્વારા 17,500 કરોડ રૂપિયાથી વધુની લોન આપવામાં આવી હતી. ગૂગલ પર દબાણ એટલા માટે કરાયું છે કે, ભારતીય એપ માર્કેટમાં ગૂગલનો એકાધિકાર છે. લગભગ 95% સ્માર્ટફોન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ગૂગલનો ઉપયોગ કરે છે. તેથી જો ગૂગલ આ બાબતે મદદ કરે તો તે મદદરૂપ થશે.

ગેરકાયદે એપ્લિકેશન્સ પર લગામ લાવે

કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ગૂગલને કહેવાયું છે કે તેના એપ સ્ટોરમાં નોંધાયેલી તમામ એપ્સ કોઈ રેગ્યુલેટેડ સંસ્થા દ્વારા સમર્થિત હોવી જોઈએ. ગૂગલને સાથે જ કહેવાયું છે કે તે લોન આપનારી ગેરકાયદે એપ્લિકેશન્સ પર સખ્તી દાખવી તેની પર લગામ કસે. જોકે, ગૂગલ કાનૂની રીતે આરબીઆઇના દાયરા હેઠળ આવતી નથી, તેમ છતાં વિગત કેટલાક મહિનાથી તેના અધિકારીઓને આરબીઆઇ અને સરકારની બેઠકોમાં બોલાવીને આકરા નિયમો ઘડવા માટે કહેવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન દેશમાં ડિજિટલ લોન માર્કેટમાં ઝડપથી વધારો થયો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!